પહેલા જાણો અને પછી આ સમયે કરો તમે પણ વર્ક આઉટ…

શું તમે કન્ફ્યુઝ છો કે વર્ક આઉટ ક્યારે કરવું ? દીવસે કે રાત્રે ?

image source

જાણો વર્ક આઉટ માટે બેસ્ટ ટાઈમ

માણસ વર્ક આઉટ એટલે કે વ્યાયામ ઘણા બધા કારણોસર કરતો હોય છે, બની શકે કે તમે લગ્નમાં ફીટ એન્ડ સ્લીમ દેખાવા માટે તમારા વજનને ઉતારવા માટે વર્ક આઉટ કરવા માગતા હોવ, અથવા તો તમે તમારી હેલ્થને સ્વસ્થ રાખવા માટે વર્કઆઉટ કરવા માગતા હોવ કે પછી કોઈ ખાસ પ્રસંગે કોઈ ખાસ ડ્રેસમાં સુપર એટ્રેક્ટિવ લાગવા માટે વર્ક આઉટ કરતા હોવ.

image source

તમે જે કારણસર વ્યાયામ કરતા હોવ અથવા કરવા માગતા હોવ તે છેવટે તો તમારા સ્વસાથ્યને જ લાભ પહોંચાડે છે માટે તેમાં કશું જ ખોટું નથી અને તે કરવું જ જોઈએ.

પણ જ્યારે તમે તમારી લાઈફમા તમારા કામ તેમજ રુટીનમાં ખુબ જ વ્યસ્ત રહેતા હોવ ત્યારે વર્કઆઉટ માટે સમય કાઢવો અઘરો થઈ પડે છે. અને તમે પસંદ નથી કરી શકતાં કે તમારે વ્યાયામ માટે કયો સમય પસંદ કરવો.

જો તમને એવું લાગતું હોય કે સવારના વહેલા ઉઠીને વ્યાયામ કરવો જ યોગ્ય છે તો તમને જણાવી દઈએ કે તેવું નથી તેના પણ કેટલાક નકારાત્મક પાસા છે.

image source

એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે સવારની બાજુએ કરવામાં આવેલો વ્યાયામ જ યોગ્ય પરિણામ આપે છે તેવું નથી.

અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે તમે દીવસનું કામ પતાવ્યા બાદ જો વર્કઆઉટ કરો છો તો તે તમારા માટે વધારે લાભપ્રદ છે કારણ કે તેના પરિણામ સવારે વહેલા ઉઠીને કરેલી એક્સરસાઇઝ કરતાં વધારે સારા આવે છે.

કારણ કે જે લોકો સવારે વહેલા ઉઠીને જીમમાં વર્કઆઉટ કરે છે કે પછી બહાર ચાલવા કે દોડવા જાય છે.

image source

તેના કરતાં જે લોકો સાંજે વર્કઆઉટ કે વોકિંગ કે પછી રનીંગ કરે છે તેઓ ફીટનેસનું એક ઉચ્ચ લેવલ પ્રાપ્ત કરે છે કારણ કે શરીરનું મેટાબોલીઝમ ખાસ કરીને શિયાળામાં સાંજે અથવા તો રાત્રીના સમયે સારી રીતે કામ કરે છે.

આ સિવાય સાઇકોલોજીસ્ટ છેલ્લા ઘણા વખતથી શારીરિક વ્યાયામ સાથે માનસિક સ્વાસ્થ્યને જોડવાનો પ્રયાસ કરે છે અને તેઓ જણાવે છે કે માનસિક તાણથી ભરેલા આખા દિવસના અંતે દોડવાથી લાભ થાય છે.

ઘણી બધી સેલિબ્રિટિઝ પણ મોડી રાતનું વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે.

image source

આ સિવાય જે લોકો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે જેમને સવારે સમય નથી મળતો તે લોકો માટે તો સાંજના સમયે વર્કઆઉટ કરવા ઉપરાંત બીજો કોઈ જ વિકલ્પ જ નથી રહેતો.

કારણ જો તે લોકો સવારે વહેલા ઉઠીને વ્યાયામને સમય આપશે તો તેઓ કામ શરૂ કરતાં પહેલાં જ થાકી જશે અને તેમની મોટા ભાગની એનર્જી ત્યારે જ વપરાઈ જશે.

image source

જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે શરીરને સામાન્ય થતા વાર લાગે છે. અને તેવા સમયે તમે જો જીમમાં જાઓ અથવા તો ઘરે વ્યાયામ કરો ત્યારે તમારે તમારી જાતને ખુબ જ પુશ કરવી પડે છે.

પણ રાત્રીના સમયે જો તમે વર્કઆઉટ કરો છો તમે ફ્રેશ થઈ જાઓ છો અને તમે દિવસના અંતે જે માનસિક તાણ અનુભવો છો તેનાથી પણ હળવા થાઓ છો.

image source

તેના કારણે તમને માનસિક થાકથી નહીં પણ સાંજના વર્કઆઉટથી સ્વસ્થ ઉંઘ આવે છે જે તમને બીજા દિવસ માટે તૈયાર કરે છે.

આ ઉપરાંત રાત્રીના સમયે તમારા સ્નાયુઓની લવચીકતા એટલે કે ફ્લેક્સીબીલીટી વધારે સારી હોય છે. માટે તમારા માટે વજન ઉંચકવાની કે પછી પુશપ્સ, હેન્ડસ્ટેન્ડ વિગેરેની એક્સરસાઇઝ સવાર કરતાં સાંજે વધારે ઇઝી રહે છે.

image source

બીજી બાજુ સવારે તમે ઉઠો છો ત્યારે તમારું શરીર વધારે ડીહાઇડ્રેટેડ નથી હોતું. પણ આખા દિવસ દરમિયાન તમે તમારા શરીરને પુરતું તરલ અને ખોરાક આપી દીધો હોવાથી તમે સાંજના સમયે અસરકારક વર્કઆઉટ કરી શકો છો.

શા માટે સવારે વર્કઆઉટ કરવું જોઈએ

એવું કહેવાય છે કે સવારે વર્કાઉટ કરવાથી તમારું મેટાબોલીઝમ બુસ્ટ થાય છે. અમેરિકન કાઉન્સીલ ઓફ એક્સરસાઇઝના ડોક્ટર સેડ્રીક બ્રાયન્ટનું કેહવું છે, “સવારે વર્કઆઉટ કરવાથી દીવસ દરમિયાન તમારી ઉર્જાનું સ્તર ઉંચું રહે છે.

image source

આ સિવાય તમને માનસિક રીતે સજાગ અને શાર્પ રહો છો.”તે તમારા શરીરના એન્ડોર્ફીન્સને ઉંચકે છે અને તમારા મૂડને પણ ફ્રેશ કરે છે, અને આમ થવાથી તમે આખા દિવસદરમિયાન માનસિક રીતે સ્વસ્થ રહો છો.

એક અભ્યાસ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે જે લોકો ઓફિસ અવર્સ પહેલાં વર્કઆઉટ કરે છે તેઓ શાંત અને વધારે પ્રોડક્ટીવ રહે છે.

રાત્રે ઉંઘ સારી આવે છે

image source

સંશોધનો જણાવે છે કે જે લોકો સવારે સાત વાગ્યાની આસપાસ વેઇટ લિફ્ટીંગની એક્સરસાઇઝ કરે છે તેઓ સાંજે વર્કઆઉટ કે પછી વેઇટ લીફ્ટીંગની એક્સરસાઇઝ કરતાં લોકો કરતાં વધારે ઝડપથી સુઈ જાય છે.

નિષ્ણાતોનું એવું કહેવુ છે કે જે લોકો એવા બહાના બતાવે છે કે સવારનો વર્કાઉટ વ્યક્તિના શરીરમાંથી ઉર્જા ખેંચી લે છે અને તેમની એકાગ્રતા ખોવાઈ જાય છે તો તેમણે પોતાની સુવાની આદતો સુધારવી જોઈએ.

સવારે જીમ કે પછી પાર્કમાં ખુબ શાંતિ પણ હોય છે

image source

જો તમે જીમમાં જવાનું પસંદ કરતા હોવ તો તમને વહેલી સવારે જીમ બીલકુલ શાંત મળશે અને જો તમને એવું લાગતું હોય કે પાર્કમાં ઘણા બધા લોકો સવારે ચાલવા આવતા હોય છે તો તમે ચાલવાનુ પણ જીમના ટ્રેડમીલ પર રાખી શકો છો.

સવારે વર્કાઉટ કરતાં પહેલાં રાખો આ વાતોનું ધ્યાન અને તેના ગેરફાયદા

image source

– સવારે વર્કાઉટ કરવા માટે તમારે સવારે વહેલા ઉઠવું પડે છે તેમજ તમારે તમારા ડાયેટનું પ્લાનિંગ પણ કરી રાખવું પડે છે. કારણ કે તમારે તમારો સવારનો નાશ્તો વિગેરે બધી જ બાબતોનું ધ્યાન રાખીને સવારે વર્કાઉટ કરવું પડે છે.

– બીજી બાજુ સવારના સમયે તમારે તમારા શરીરને વાર્મઅપ કરવા માટે પણ સમય આપવો પડે છે.

image source

– સવારે ઉઠવાની આળસના કારણે તેમજ તમારી ઇચ્છા શક્તિ નબળી હોવાના કારણે બની શકે કે તમે વારંવાર તમારો મોર્નિંગ વર્કાઉટ કેન્સલ કરતા રહો અને આ રીતે તમે તમારા શરીરને ફીટ ન રાખી શકો.

રાત્રે વર્કાઉટ કરવાના લાભ

જો તમને મોડે સુધી ઉંઘવાનુ પસંદ હોય

image source

જો તમે મોડે સુધી ઉંઘનારી વ્યક્તિ હોવ, તમને વહેલા ઉઠવાનું ન ગમતુ હોય અથવા વહેલા ઉઠવાથી તમારો દિવસ સુસ્તિમાં જતો હોય તો તમે સવારની જગ્યાએ સાંજે વર્કઆટ કરી શકો છો.

કારણ કે ઘણા લોકો સવારે વહેલા ઉઠીને વર્કઆઉટ કરી લે છે પણ તેમની ઉંઘ પુરી ન થતી હોવાથી તેમનો આખો દિવસ માનસિક તાણમાં જ જાય છે અથવા તો તેઓ પોતાના કામ પર કોન્સન્ટ્રેટ નથી કરી શકતા.

જો દિવસ આખો સ્ટ્રેસમાં રહ્યો હોય તો સાંજનું વર્કઆઉટ ઉત્તમ

image source

વર્કઆઉટ કરતી વખતે તમે માત્ર શરીરને જ વ્યાયમ નથી આપતાં પણ તમારા મનને પણ શાંત રહેવાનો વ્યાયામ મળે છે.જે દિવસે તમે ઓફિસમાં ખુબ કામ કર્યું હોય અથવા તો તમારો દિવસ સારે ન રહ્યો હોય તે દિવસે સાંજે વર્ક આઉટ કરવાથી તમારો બધો જ સ્ટ્રેસ દૂર થઈ જાય છે.

સાંજે વ્યાયામ કરવાથી તમારું મગજ ક્લિયર થાય છે તમારા વિચારો પણ સ્પષ્ટ થાય છે અને તમે સાંજે તમારા કુટુંબ સાથે પણ સ્વસ્થ સમય પસાર કરી શકો છો.

image source

સાંજના સમયે માસપેશીઓ વધારે ફ્લેક્સિબલ હોય છે

કેટલાક અભ્યાસ જણાવે છે કે સાંજના સમયે તમારા શરીરની માસપેશીઓ અને સાંધાઓ સવારની સરખામણીએ વધારે ફ્લેક્સિબલ હોય છે તેનો અર્થ એ થાય કે તમને જો વર્કઆટ કરતાં કોઈ ઇજા થાય તો તે તમારા શરીરને ઓછું નુકસાન પહોંચાડે છે.

અને તમે લાંબો સમય સુધી વર્કાઉટ કરી શકો છો.

image source

રાત્રીનો વર્કાઉટ પસંદ કરતી વખતના ગેરફાયદા

– વોકિંગ તેમજ રનીંગની સૌથી વધારે મજા તમને સવારના સમયે તાજી હવામાં જ આવે છે જે સાંજે અશક્ય હોય છે માટે તમે તે વર્કાઉટ ન ખરી શકો. અને તમારે ઘરમાં કે પછી જીમમાં રહીને જ વર્કાઉટ કરવું પડે.

– તમારે તમારા સાંજના ભોજનનો સમય બદલવો પડે છે. જો તમે ઓફિસથી ડીરેક્ટલી જીમ જવાનું પસંદ કરતા હોવ તો તમારે તમારા ડીનરનો સમય પણ પાછો ઠેલવો પડે છે અને તેના કારણે તમારું ઉઁઘવાનું પણ મોડું થઈ જાય.

image source

બીજીબાજુ વર્કાઉટ અને ડીનર વચ્ચે એક ચોક્કસ સમયનું અંતર પણ રહેલું હોવું જોઈએ. જો તમે જમ્યા બાદ વર્કાઉટ કરવા માગતા હોવ તો તે બન્ને વચ્ચે ઓછામાં ઓછું ડોઢ કલાકનું અંતર હોવું જોઈએ આ ઉપરાંત તમે ભારે ભોજન પણ ન લીધું હોવું જોઈએ.

– જે લોકોએ સતત બેસીને કામ કરવાનું હોય છે જેને આપણે ડેસ્ક જોબ પણ કહીએ છે તેમણે પણ પોતાની ફીટનેસ બાબતે વિચારવું જોઈએ. તેમણે જ્યારે પણસમય મળે ત્યારે થોડા સમય માટે પણ વર્કાઉટ કરી લેવું જ જોઈએ.

image source

અભ્યાસ દર્શાવે છે કે જે લોકો એકધારું બેસીને કામ કરતા હોય તેઓ પોતાના કામમાંથી બ્રેક લઈને દર કલાકે માત્ર એક મિનિટ પણ જો ઉભા રહે છે તો તેઓ પોતાના અંગો અકડાઈ જવાની સમસ્યાથી બચી શકે છે.

આ સિવાય તેઓ એકાદ બે મિનિટની નાની વોક પણ લઈ શકે છે અથવા તો દાદરા પણ ઉતરી ચડી શકે છે આમ કરવાથી તેમના શરીરમાં બ્લડ-ગ્લુકોઝનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.

હવે તમને જાણવા મળી ગયું છે કે કયા સમયે વર્કાઉટ કરવાથી શુ ફાયદા થાય અને શું નુકસાન થાય. તમે જે પણ સમય પસંદ કરો.

image source

પણ તમારે તમારા શરીરને સ્વસ્થ તેમજ ફીટ અને આકર્ષક રાખવા માટે દીવસમાં ઓછમાં ઓછા અરધા કલાક માટે તો વર્કાઉટ કે પછી વ્યાયામ કે પછી વોકીંગ કે રનીંગ તો કરી જ લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ