પ્રિયંકાના પતિ નિક જોનાસના મોબાઇલની હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે તેના હૃદયની લાગણીને વ્યક્ત, જુઓ તો ખરા વોલપેપર કેટલુ મસ્ત છે

હબી નીક વાઇફી પ્રિયંકાને કરે છે અઢળક પ્રેમ – હોમ સ્ક્રીન પરની તસ્વીર કરે છે તેના હૃદયની લાગણીને વ્યક્ત

નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા બોલીવૂડના ક્યૂટ કપલ્સમાં ગણાય છે. બન્ને વચ્ચેનો પ્રેમ અને તેમની રોમેન્ટિક તસ્વીરો હંમેશા તેના ફેન્સના દીલ જીતી લેતી હોય છે. બન્નેની અગણીત તસ્વીરો સોશિયલ મિડિયા પર આવતી રહે છે. હાલ જે તસ્વીરો સામે આવી છે તે તસ્વીરમાં ફેન્સનું ધ્યાન નિક જોનાસના ફોન પર ગયું છે. જેનું વોલપેપર ખૂબ જ ક્યૂટ છે.

image source

સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલી કેટલીક તસ્વિરોમાં નિક અને પ્રિયંકા વચ્ચેનું બોન્ડિંગ સ્પષ્ટ જણાઈ આવે છે. બન્નેનું બનોટિંગ નિકના ફોનના વોલપેપર પરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. બન્નેની કેટલીક રોમેન્ટિક તસ્વીરોની સાથે સાથે હવે તે તસ્વીરની પણ ચર્ચા થઈ રહી છે.

image source

વાસ્તવમાં આ તસ્વીરો એરપોર્ટ પરની છે. જ્યાં પ્રિયંકા અને નિક એક સાથે ચેકઆઉટ કરી એરપોર્ટની બહાર નીકળી રહ્યા છે. આ દરમિયાન નિકના હાથમાં તેનો ફોન છે. જ્યારે ફોનની લાઇટ પ્રકાશિત થાય છે ત્યારે તેનું વોલપેપર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અને નિકના આ ફોન વોલપેપરમાં પ્રિયંકાની સાથે તેની એક રોમેન્ટિક તસ્વીર જોઈ શકાય છે. આ તસ્વિર હાલ ઘણી વાયરલ થઈ રહી છે.

image source

નિક જોનાસના આ વૉલપેપર પર તેમના ફેન્સનું પણ ધ્યાન ગયું છે. ફેન્સે પણ તસ્વીરમાં સૌથી પહેલા વોલપેપરને જ ઝૂમ કરીને જોયું. જો કે નિક અને પ્રિયંકાની આ તસ્વીર ઘણી જૂની છે. પણ તેમાં તે બન્ને વચ્ચેનો પ્રેમ જોઈ શકાય છે.

આલિયાના ફોન વૉલપેપર પર પણ જોવા મળી હતી રોમેન્ટિક તસ્વીર

image source

નિક અને પ્રિયંકા જ નહીં આ પહેલા આલિયા ભટ્ટના ફોનના હેમ સ્ક્રીન પરની તસ્વીરે પણ ભારે ચર્ચા જગાવી હતી. આલિયા ભટ્ટના હોમ સ્ક્રીન પર તેની અને રનબીરની તસ્વીર હતી. જે તસ્વીરે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ એકબીજાને વાસ્તવમાં ડેટ કરી રહ્યા છે અને સંબંધોમાં ગંભીર રીતે આગળ પણ વધી રહ્યા છે.

image source

હાલ તેઓ જ બોલીવૂડના સૌથી ચર્ચાસ્પદ લવબર્ડ છે. તેઓ અવારનવાર એકબીજા સાથે જોવા મળ્યા છે. અને આખુંએ લોકડાઉન તેમણે એકબીજા સાથે એક છત હેઠળ જ પસાર કર્યું છે તેવું પણ જાણવા મળ્યું છે.

image source

પ્રિયંકાની વાત કરીએ તો હાલ તેણી યુ.એસમાં પોતાના પતિ સાથે છે. આપણે બધા જાણીએ છીએ તેમ યુ.એસ.એમાં પણ કોરોનાની મહામારી ફેલાઈ છે અને ત્યાં પણ લાંબા સમયથી લોકડાઉન જેવી જ સ્થીતી હતી. હાલ હબી નીક સાથે તેણી ક્વોલિટિ ટાઇમ સ્પેન્ટ કરી રહી છે. અને થોડા સમય પહેલાં તેણીએ પોતાની એક બે વર્ષ જૂની નીક સાથેની સેલ્ફી પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તેણીએ આ સેલ્ફી શેર કરતા લખ્યુ હતું કે બે વર્ષ પહેલાં આજના દિવસે અમે આ પ્રથમ સેલ્ફી લીધી હતી. ત્યાર પછીનો દરેક દિવસ મારા માટે અનંત આનંદ અને ખુશી લાવનારો રહ્યો છે. હું તને પ્રેમ કરું છું, @nickjonas આપણા જીવનને અદ્ભુત બનાવવા માટે આભાર…

તો સામે નીકે પણ આ તસ્વીર પર કમેન્ટ કરતા લખ્યું હતું, ‘મારા જીવનના ઉત્તમોત્તમ બે વર્ષ. આઈ લવ યુ.’

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ