ન્યુ યર સેલિબ્રેશન કરવા બોલિવૂડના આ લવ બર્ડ્સ પહોંચ્યા અલગ-અલગ જગ્યાઓ પર, જોઇ લો રોમેન્ટિક તસવીરો

વર્ષ 2020 ખતમ થઈ ચૂક્યું છે. સામાન્ય લોકોની જેમ બોલિવુડ સ્ટાર્સ પણ ન્યુ યર સેલિબ્રેશનની તૈયારીઓમાં લાગી ગયા છે. અને બોલિવુડના મોસ્ટ ફેમસ લવ બર્ડ્સ પણ ન્યુ યરનું વેલકમ કરવા માટે પોતપોતાના ફેવરિટ ડેસ્ટિનેશન પણ પહોંચી ગયા છે. તો ચાલો જાણી લઈએ કયું કપલ ક્યાં ન્યુ યર વેકેશન મનાવી રહ્યું છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી

image source

કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેટિંગની ખબરો છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચર્ચામાં છે. પણ બંનેએ આ ખબરો પર મૌન પાડ્યું છે. હાલમાં જ સિદ્ધાર્થ અને કિયારાને મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવામાં આવ્યા હતા. અને ખબરોનું માનીએ તો ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે આ લવબર્ડ્સ વેકેશન પર માલદીવસ જવા રવાના થયા છે. કિયારાએ માલદીવસ વેકેશનનો એક ફોટો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં એ ગોલ્ડન કલરના બેકલેસ ડ્રેસમાં દેખાઈ રહી છે. તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે ફોટા શેર કર્યા છે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ.

image source

બોલિવુડના મોસ્ટ પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ નવા વર્ષનું સ્વાગત કરવા નાએ વેકેશન પર રણથંભોર નીકળી પડ્યા છે. બે દિવસ પહેલા જ આલિયા અને રણબીરની સાથે સાથે આખી કપૂર ફેમેલી એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જ્યાં કપૂર ફેમેલી સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યા પછી હવે આલિયા ભટ્ટ નવા વર્ષની ઉજવણી પણ બોયફ્રેન્ડ રણબીર કપૂરની ફેમીલી સાથે જ કરશે ખબર હતી કે બંનેની સગાઈ થવાની છે અને એટલે જ આખો કપૂર પરિવાર રણથંભોર પહોંચ્યો છે પણ પછી રણધીર કપૂરે સગાઈ વાળી વાતને ફક્ત અફવા જણાવી.

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર.

image source

અનન્યા પાંડે પણ પોતાની ફિલ્મ ખાલી પીલીના કોએક્ટર ઈશાન ખટ્ટર સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવા માલદીવસ પહોંચી ગઈ છે અને બન્ને પોતાના માલદીવસ વેકેશન એકદમ હોટ ફોટો શેર કરી રહ્યા છે. ફોટામાં અનન્યા બિકીની પહેરીને પોઝ આપણી દેખાય છે તો ઈશાન પણ શર્ટ લેસ અવતારમાં દેખાયા. જો કે બંનેએ સાથે એકપણ ફોટો શેર નથીબકેયો.તમને જણાવી દઈએ કે બંનેના અફેરની ચર્ચા થતી રહે છે પણ બંનેએ રિલેશનશિપની વાતને સ્વીકારી નથી. પણ જેવી રીતે બંને એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે એને જોઈને એમની રિલેશનશિપ કનફાર્મ સમજવામાં આવે છે.

ટાઇગર શ્રોફ અને દિશા પટણી.

image source

ટાઇગર શ્રોફ અને દિશા પટણી બન્નેએ ભલે પોતાના રીલેશનને લઈને ક્યારેય ખુલીને કઈ ન કહ્યું હોય પણ ઘણીવાર બંને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા દેખાય છે. એકવાર ફરી Vશ 2020ને ગુડબાય કહેવા અને 2021ને વેલકમ કરવા માટે બંને એક્સાથે માલદીવસમાં છે અને ખૂબ જ એન્જોય પણ કરી રહ્યા છે. બંને માલદીવસથી પોતાના ફોટો પણ શેર કરી રહ્યા છે જેને જોઈને લાગી રહ્યું છે કે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને એમની આ ટ્રીપ યાદગાર બનવાની છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર.

image source

35 વર્ષના અર્જુન અને 47 વર્ષની મલાઈકાની રિલેશનશિપ ઘણીવાર ચર્ચામાં રહે છે. ગયા વર્ષે અર્જુનની બર્થ ડે પર મલાઈકાએ અર્જુન સાથેનો પોતાનો એક ફોટો શેર કરીને તેના અને અર્જુનના રીલેશનને એક રીતે ઓફિશિયલ કરી દીધા હતા. એ પછી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વધુમાં વધુ સમય એકબીજા સાથે પસાર કરી રહ્યા છે. ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે આ લવબર્ડ્સ ગોવા પહોંચી ચૂક્યું છે. જ્યાં કપલ અમૃતા રોરાના આલિશાન વિલમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે

સુસ્મિતા સેન અને રોહમન શોલ.

image source

બૉલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન હાલના દિવસોમાં પોતાની આખી ફેમીલી સાથે નવા વર્ષની ઉજવણી કરવા દુબઈમાં છે. જ્યાં સુસ્મિતા પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ અને બંને દીકરીઓ સાથે પહોચી છે. સુસ્મિતા પણ પોતાના દુબઈ વેકેશનના ફોટા સતત શેર કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ