ભણતર ૧૦ ફેઈલ નોકરી કુરિયર બોયની… કેવીરીતે કરી તેણે આ છેતરપીંડી જાણવા માટે વાંચો

 એક કુરિયર બોય એ એમેઝોનને લગાવ્યો ૧.૩ કરોડનો ચૂનો

એક કુરિયર ડિલીવરી એજન્ટે એમેઝોન ઇન્ડિયાનુ પાંચ મહિનાના ગાળામાં 1.3 કરોડ રૂપિયાનુ કૌભાંડ કર્યું. દસમું ધોરણ નાપાસ એવા દર્શન ઉર્ફ ધ્રુવ એ કઈ રીતે ઈ-કૉમર્સ ઑપરેટરને આપવામાં આવતા ડિજિટલ ટેબથી કરાયેલ કાર્ડ ચૂકવણીની રમત રમી એ હજી મોટા મોટા ઓફીસરોને પણ ખબર પડી નથી!

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, 25 વર્ષની વયના આરોપી દર્શન ઉર્ફ ધ્રુવએ તેમના મિત્રો સાથે મળીને આ દિલધડક ગેમ રમી હતી. ધ્રુવ, તેના મિત્રોએ ઓર્ડર કરેલી મોંઘી વસ્તુઓને રૂપિયાની ખરેખર transfer વગર ડિલીવરી કરી આપતો. ધ્રુવના ક્રૂમાં ચાર અન્ય યુવકોનો સમાવેશ થતો હતો જેઓની ધરપકડ કરવામાં આવી હતી, અને તેમની પાસેથી રૂપિયા 25 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં 21 સ્માર્ટફોન, લેપટોપ, આઇપોડ, એપલ વોચ અને અલગથી ચાર બાઇક પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ધ્રુવ અને તેમના સાથીઓએ સપ્ટેમ્બર 2017 અને ફેબ્રુઆરી 2018 વચ્ચે ચિકમ્માગલુરુ શહેરમાં અનેક વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો, જ્યાં તેઓ “એકદંત” કુરિયર કંપની સાથે કામ કરી રહ્યા હતા. એમેઝોનની શહેરમાં પ્રોડક્ટ્સની ડિલિવરી અને પેમેન્ટ્સના સંગ્રહ માટે “એકદંત” સાથે એક ગોઠવણ છે. કંપની દાવો કરે છે કે તેઓને ચિકકામગાલુર શહેરથી પાંચ મહિનાના સમયગાળા વચ્ચે 4,604 ઓર્ડર મળ્યા હતા.

ધ્રુવએ એમેઝોનની છેતરપિંડી કેવી રીતે કરી તેની ચોક્કસ માહિતી હાલમાં નથી, પરંતુ કંપની જણાવે છે કે આરોપી અને તેમનું ગ્રુપ ક્રેડિટ / ડેબિટ કાર્ડને સ્વાઇપ કરતી વખતે ખોટા પેમેન્ટ મેસજ પેદા કરવા સક્ષમ હતું. ફેબ્રુઆરીમાં કંપનીના ત્રિમાસિક ઓડિટના સમયે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, એસપી કે અન્નામલાઈએ ઉમેર્યું હતું કે ધ્રુવ સહિતના ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બે આરોપીઓ હજુ પણ ફરાર છે

ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા માટે, એમેઝોને ધ્રુવને ડિજિટલ ટેબ પ્રદાન કર્યું હતું જેનાથી તે ગ્રાહકો પાસેથી નાણાં એકત્ર તેમજ વિતરણ સંબંધિત માહિતી અપડેટ કરી શકે. ટેબમાં કાર્ડ-સ્વિપિંગ ફીચર પણ હતું અને સત્તાવાળાઓ આકલન કરી રહ્યા છે કે કેવી રીતે મુખ્ય આરોપી કાર્ડની ચુકવણી સ્વીકારવામાં સફળ થયા હતા અને હજી પણ એમેઝોનથી નાણાંને પોતાના અકાઊન્ટમાં મોકલ્યા હતા.

કંપની તો એ વિચાર માં છે કે આ માણસે કઈ રીતે પેમેન્ટ પૂરું કરવામાં સફળતા મેળવી, ત્યાં સુધી તો કદાચ માંનાવામાં આવે પણ, એ પેમેન્ટ અમેઝોનમાંથી કઈ રીતે transfer કર્યું?

‘અમે દર વખતે રેકોર્ડિંગ જોયું અને દર વખતે એ ખોટા નોટિફિકેશન પેદા કરીને કંપનીને છેતરતો હતો.’ ધ્રુવની કાર્યપ્રણાલી સમજવા માટે એ ટેબ્લેટ ફોરેન્સિક લેબને મોકલી દીધું છે’ એસપીએ પ્રકાશને જણાવ્યું હતું.

દેશ વિદેશની ખબરો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરો જેંતીલાલ”

 

ટીપ્પણી