જો તમે પણ નવું રેશન કાર્ડ બનાવી રહ્યા છો તો આ બાબતોનું ખાસ રાખજો ધ્યાન, નહિં તો..

જો તમે નવું રેશન કાર્ડ બનાવવા ઇચ્છતા હોય તો તમારે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેક એવું બનતું હોય છે કે ઉતાવળમાં ને ઉતાવળમાં આપણે અધૂરી માહિતી સાથે જ ફોર્મ ભરી દઈએ છીએ જેના પરિણામે ક્યારેક આપણી અરજી પણ રદ્દ કરવામાં આવી શકે. જો તમે ફોર્મ ભરતા સમયે થોડી સમજદારી અને ધીરજથી કામ લો તો આવી મુશ્કેલીઓથી બચી શકાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આવી જ અમુક બાબતો વિશે જણાવીશું જેને તમે ધ્યાનથી ભરશો તો ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થવાનો પ્રશ્ન નહીં રહે.

image source

સૌથી પહેલા તો તમારે એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે જે રેશન કાર્ડ બનાવવા માંગો છો તે કઈ કેટેગરીનું હોવું જોઈએ. તમે તેના માટે જે દસ્તાવેજ આપી રહ્યા છો તે પ્રમાણિત છે કે કેમ, તમારી દર્શાવેલી ઉંમર સાચી છે કે કેમ, તમારા પરિવારના અન્ય સદસ્યોની ઉંમર પણ બરાબર છે કે કેમ ? તે જોવું.

નોંધનીય છે કે રેશન કાર્ડ તમારી આર્થિક સ્થિતિને આધારે બનાવવામાં આવે છે.

નવું રેશન કાર્ડ કઢાવવા સમયે ધ્યાનમાં રાખવા યોગ્ય 4 બાબતો

1. નવા રેશન કાર્ડ કઢાવવા માટેની ફી

image source

રેશન કાર્ડ બનાવવા એ રાજ્ય સરકારોનું કામ છે. દેશમાં હાલના સમયે 4 પ્રકારના રેશન કાર્ડ બનાવવામાં આવે છે. અમુક રાજ્યમાં ત્યાંની સ્થાનિક સરકારો અલગ પ્રકારના રેશન કાર્ડ પણ બનાવે છે. આ માટે તમારે નવું રેશન કાર્ડ બનાવતી વખતે ભૂલ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ અને ફોર્મ ભરતી વખતે તમારી જે કેટેગરી લાગુ હોય તે કેટેગરીના રેશન કાર્ડનું જ ફોર્મ ભરવું. અનેક રાજ્યોમાં મફતમાં રેશન કાર્ડ કાઢી આપવામાં આવે છે તો અમુક રાજ્યોમાં નવું રેશન કાર્ડ કઢાવવા માટે 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે.

2. રેશન કાર્ડના હોય 4 પ્રકાર

image source

રેશન કાર્ડ ફક્ત એક જ પ્રકારના નથી હોતા પરંતુ જે તે પરિવારની આર્થિક સ્થિતિને આધારે તેના 4 પ્રકાર હોય છે. જેમાં બીપીએલ (BPL), એપીએલ (APL), એએવાય (AAY), અને એવાય (AY) પ્રકારના કાર્ડનો સમાવેશ થાય છે. રેશન કાર્ડ દ્વારા લોકોને સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) અંતર્ગત જે તે શહેરની વ્યાજબી ભાવની દુકાનેથી બજાર ભાવ કરતા ઓછી કિંમતે ખાદ્ય અનાજ અને સામગ્રી ખરીદી શકે છે.

3. નવા રેશન કાર્ડની અરજી કરતા સમયે આ ડોક્યુમેન્ટ છે જરૂરી

image source

નવું રેશન કાર્ડ બનાવવા માટે આઇડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા આપવામાં આવેલ કોઈ ઓળખ કાર્ડ, હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાય છે. એ સિવાય પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, આવકનો દાખલો, રહેઠાણના પુરાવા તરીકે વીજળીનું બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેંક સ્ટેટમેન્ટ કે પાસબુક, રેન્ટલ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે.

4. રેશન કાર્ડ પર સબસીડી પર અનાજ મળી શકે

image source

રેશન કાર્ડ ભારત સરકારનું એક માન્યતા પ્રાપ્ત સરકારી ડોક્યુમેન્ટ છે. રેશન કાર્ડ એક અગત્યનો દસ્તાવેજ પણ છે જે અનેક જગ્યાએ માન્ય ગણવામાં આવે છે અને તે સરકારી કામ કરાવવા માટે તમારી ઓળખ પણ સાબિત કરે છે. ખાસ કરીને તે સબસીડી પર અનાજ લેવા અને અન્ય સરકારી સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong