આ વર્ષે આપણે આપણને સૌને થોડી વાજબી અને વ્યવહારુ શુભકામનાઓ આપીએ…

આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ…

??????

વર્ષ બદલાતું નથી, માત્ર કેલેન્ડરના ડટ્ટા બદલાઈ જતા હોય છે. વર્ષ ત્યારે જ બદલાય જ્યારે આપણામાં કશોક ચેન્જ આવે. મહાન સંકલ્પો તો આપણે ઘણી વખત કરી ને જોઈ લીધું. “હવેથી રોજ કસરત કરીશ…” “રોજ વહેલા ઉઠી જઈશ” “રાત્રે 11 પહેલા સુઈ જ જઈશ” “કાલથી સિગરેટ બંધ…” કાલ ક્યારેય આવતી નથી અને નવું વર્ષ ઊગતું જ નથી. આ વર્ષે આપણે આપણને સૌને થોડી વાજબી અને વ્યવહારુ શુભકામનાઓ આપીએ…

1) પરિવારનો પ્રેમ અકબંધ રહે.

2) સોશિયલ મીડિયાને ફાળવો છો એટલો ટાઈમ તો ફેમિલી સાથે પસાર કરી શકીએ.

3) આ વર્ષમાં આનંદ માટે વધુને વધુ પ્રવાસો કરી શકીએ. આખા વર્ષમાં કમસે કમ એક વખત તો હિમાલય જઈ જ શકીએ.

4) આપણાં નાની ઉંમરના સંતાનોના મોબાઈલ ઉપયોગ પર શક્ય એટલો કન્ટ્રોલ આણી શકીએ.

5) બાળકોને મોબાઈલ હાથમાં આપવો જ હોય તો બાળકોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવી અગણિત Apps મોજુદ છે. થોડી મહેનત કરીને એ ઇન્સ્ટોલ કરી આપીએ.

6) ટેલિવિઝન અને ન્યૂઝ ચેનલ જોવાને બદલે યુટ્યૂબમાં સિલેકટેડ વિડિયોઝ જોતાં શીખીએ.

7) બાળકોને કમસે કમ એક વખત તો ગાર્ડન કે તેના જેવા નાનાં આઉટિંગમાં લઇ જઈએ.

8) વર્ષમાં એક વખત બાળકો સાથે અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં કશુંક આપવા જઈએ. જેથી તેમનામાં આપવાની ભાવના કેળવાય અને આપણે જે જિંદગી જીવીએ છીએ તે કેટલી વૈભવી છે એ વિશે જાગૃતિ આવે.

9) મનગમતી પ્રવૃત્તિ પાછળ સમય ફાળવતાં શીખીએ. રોજ ન ફાળવી શકીએ તો અઠવાડિયામાં ચારેક કલાક તો આપી જ શકીએ. વાંચન, સિનેમા, સંગીત…

10) વ્યસનો ત્યજવાનું હવે અગાઉ કરતાં ક્યાંય આસાન છે. ડોક્ટરની સલાહ લઈ, સાયન્ટિફિક રાહે આપણે એડિક્શન મૂકી જ શકીએ છીએ.

नया साल मतलब…
*जैसे शादी का हो पत्र,
मिले वर्षों बाद मित्र,
या पुराना कोई इत्र,
कोई ख़बर हो विचित्र।
शायद ऐसा लगे वो नया साल।।

जैसे ग़ज़ल इक हसीन,
कोई सफ़र बेहतरीन,
जैसे दर्द हो महीन,
जैसे साफ हो ज़मीन।
शायद ऐसा लगे वो नया साल।

जैसे घुँघेरू वाली पायल,
या हो जाये कोई क़ायल,
जैसे शेरनी हो घायल,
या कि ‘मम्मी जी’ का आँचल।
शायद ऐसा लगे वो नया साल।।

जैसे कामगार का पसीना,
बिन श्रृंगार के हसीना,
कोई चुटकुला कमीना,
या फिर मार्च का महीना।
शायद ऐसा लगे वो नया साल।।

जैसे साफ-स्वच्छ दर्पण,
या धुला हुआ बर्तन,
पतिव्रता का समर्पण,
या व्यक्तित्व का आकर्षण।
शायद ऐसा हो वो नया साल।

સૌને નવ-વર્ષના ઝાઝેરા રામ રામ અને જે સી ક્રષ્ણ!

લેખક-પત્રકાર – કિન્નર આચાર્ય

શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી