ક્લિક કરીને જાણી લો તમે પણ યુએસબી કોન્ડોમની ખાસિયતો વિશે

શા માટે ફેમસ થઈ રહ્યું છે યૂએસબી કોન્ડમ ? જાણો તેની ખાસિયત

image source

આજકાલ દરેક વ્યક્તિ મોબાઇલ પર નિર્ભર થઈ ગયા છે. મોબાઈલ વિના જાણે જીવન અટકી ગયું હોય તેમ લાગે છે. મોબાઈલ ક્યાંક બંધ ન થઈ જાય તે માટે લોકો પોતાની સાથે ચાર્જર પણ રાખતા હોય છે.

જો કે હવે ચાર્જર તમે ભૂલી પણ જાઓ તો એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ, હોટલો, કે સાર્વજનિક રેસ્ટરૂમમાં મોબાઇલ ચાર્જ કરવા માટે યુએસબી પોર્ટની સુવિધા આપવામાં આવી હોય છે.

image source

 

મોટાભાગના લોકો વિવિધ સ્થળોએ રાખેલા યુએસબી પોર્ટ સાથે મોબાઇલને કનેક્ટ કરીને બેટરી ચાર્જ કરવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આમ કરવું કેટલું સલામત છે?

તેનાથી તમારી પ્રાઈવેસી જોખમમાં મૂકાય છે. તેવામાં યુએસબી કોન્ડોમ તમારા મોબાઇલને યુએસબી પોર્ટથી સુરક્ષિત કરવાનું કામ કરે છે.

image source

આ એક નાનું ગેજેટ છે જે તમારા મોબાઇલને સાયબર એટેકથી બચાવે છે.

યુએસબી કોન્ડોમ ડેટા બ્લોકર તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી તમે ચિંતા વિના તમારા ફોનને સાર્વજનિક યુએસબી પોર્ટ પર ચાર્જ કરવા મૂકી શકો છો.

image source

યુએસબી કોન્ડોમ સામાન્ય કોન્ડોમની જેમ લેટેક્સ નથી હોતા.પરંતુ તે તમારી પ્રાઈવસીને જાળવી રાખે છે.યુએસબી કોન્ડોમ ફોનને જૂસ જેકિંગથી સુરક્ષિત રાખે છે.

‘જૂસ જેકિંગ’ એ એક પ્રકારનો સાયબર એટેક છે. જેમાં સાર્વજનિક યુએસબી પોર્ટ દ્વારા મોબાઇલ ડેટા એક્સેસ કરી શકાય છે. તેની મદદથી હૈકર્સ તમારા મોબાઇલમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે જે તમારી વ્યક્તિગત માહિતીને હેકર્સ સુધી પહોંચાડે છે.

image source

માલવેર ઇન્સ્ટોલ થતાં જ તમારો ફોન બ્લોક થઈ જાય છે અને તમારા પાસપોર્ટ અને ઘરના સરનામાં જેવી સંવેદનશીલ માહિતી સરળતાથી ચોરી શકે છે. યૂએસબી કોન્ડોમ એક નાનું યૂએસબી એડોપ્ટર જેવા હોય છે જેમાં ઈનપુટ અને આઉટપુટ પોર્ટ હોય છે.

યુએસબી કોન્ડોમ એડોપ્ટર મોબાઇલને પાવર સપ્લાય કરે છે પરંતુ ડેટા એક્સેચેન્જ સંપૂર્ણપણે બંધ કરે છે. સાયબર નિષ્ણાતો પણ લોકોને યુએસબી કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

image source

આ કોન્ડોમ એડેપ્ટર એટલું નાનું છે કે તમે તેને ક્યાંય પણ સાથે લઈ જઈ શકો છો. યૂએસબી કોન્ડોમ ભારતમાં ઓનલાઈન 500થી 1000 રૂપિયામાં ઉપલબ્ધ છે.

વર્તમાન સમયમાં સાઈબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં જો હૈકર્સ તમારા સ્માર્ટફોન સુધી પહોંચી જાય તો તેમાં રહેલી માહિતી પ્રાપ્ત કરી, કોઈપણ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

image source

આ સિવાય તમામ મહત્વપૂર્ણ પાસવર્ડ્સ પણ હેકર્સ પાસે જઈ શકે છે. આ ઉપરાંત ચેટ હિસ્ટ્રી અને વીડિયો જેવી જાણકારી પણ લીક થઈ શકે છે. આવી ઘણી ઘટનાઓ બાદ હેકર્સ લોકોને બ્લેકમેલ પણ કરે છે.

આવી સ્થિતિમાં યુએસબી કોન્ડોમ તમારી મહત્વપૂર્ણ પ્રાઈવસીને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. તેનો ઉપયોગ કર્યા પછી તમે સુરક્ષાની ખાતરી રાખી શકો છો અને તમારો મોબાઈલ કોઈપણ ચાર્જિંગ પોર્ટથી કનેક્ટ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ