હવે રિંગને કહો ગુડ બાય, આંગળીમાં હીરો જડવાનો નવો ટ્રેન્ડ આવ્યો..

ડાયમંડ એટલે કે હીરો, જેનું નામ સાંભળતા જ લોકોની આંખોમાં ચમક આવી જાય છે. દુનિયામાં ડાયમંડનો બહુ જ ક્રેઝ છે. એક રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં બ્રિટિશ કપલ ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરે છે. પરંતુ અનેકવાર લોકોને ડાયમંડ રિંગ ખોવાઈ જવાનો ડર લાગે છે. તો બીજી તરફ, હવે મહિલાઓ પણ ભારે દાગીનાની બદલે હળવાફૂલ દાગીના પહેરવાનુ પસંદ કરે છે, જેને તે આસાનીથી કેરી કરી શકે. ત્યારે મેડિકલ સાયન્સમાં રિંગને પણ રિપ્લેસ કરે તેવી રિંગ પિયર્સિંગની ટેકનિક આવી છે.હાલ માર્કેટમાં પિયર્સિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજકાલના યૂથ નવું ટ્રાય કરવામાં જરા પણ શંકા સંકોચ રાખતા નથી. નોઝ પિયર્સિંગ, ઈયર પિયર્સિંગ, આઈબ્રો પિયર્સિંગ, નાભિ પિયર્સિંગ પણ લોકો કરી રહ્યાં છે. પરંતુ વેસ્ટર્ન દેશોમાં એન્ગેજમેન્ટ રિંગને પિયર્સિંગ કરાવવાનું શરૂ થઈ ગયું છે. આ ટ્રેન્ડ હવે ભારતમાં પણ શરૂ થયો છે.21મી સદીના કપલ્સે પ્રેમ કરવાની રીત બદલી નાખી છે. પહેલા લોકો ટેટૂ બનાવતા હતા, હવે લોકો એન્ગેજમેન્ટ રિંગ પિયર્સિંગનું ચલન શરૂ થયું છે. હવે કપલ્સ એકબીજાને એન્ગેજમેન્ટ રિંગ નથી આપતા. પરંતુ ડાયમંડ આપીને પિયર્સિંગ કરાવે છે. આ ટ્રીટમેન્ટ થોડી દર્દભરી હોય છે, પણ પ્રેમમાં લોકો એ પણ સહન કરી લે છે. તો બીજી તરફ રિંગને સંભાળીને રાખવાની પણ જરૂર નથી.

કેમ થાય છે રિંગ પિયર્સિંગ
એન્ગેજમેન્ટ રિંગ પિયર્સિંગ કરાવવાની આ રીત સરળ છે. માત્ર 10 મિનીટમાં જ કસ્ટમર્સ પોતાનો પસંદગીનો હીરો પોતાની આંગળીમાં જડાવી શકે છે. તેના માટે આંગળીનો થોડો ભાગ સુન્ન કરવામાં આવે છે અને બાદમાં સ્કિન કાપવામાં આવે છે. બાદમાં 2 પીસ જ્વેલરીના મેટલવાલા ફ્લેટ હિસ્સાને સ્કીનની અંદરની સપાટી પર ઘૂસાડવામાં આવે છે. આ હીરાની કિંમત 100 ડોલર્સ કે તેનાથી વધુ થાય છે. આજકાલ યુવતીઓમાં આ ટ્રેન્ડનુ બહુ જ ચલણ છે.

શું કહે છે ડોક્ટર્સબીજી તરફ, રિંગ પિયર્સિંગના આઈડિયાને ડોક્ટર ખોટી ગણાવે છે. તેનાથી શરીરને નુકશાન થાય છે તેવું તેઓ કહે છે. તેઓ કહે છે કે, આંગળીમાં કાણું કરીને રિંગ પહેરવું ખોટું છે. તેનાથી તમને સ્કીન પ્રોબ્લમ થઈ શકે છે. કેમ કે, કાણું પાડતા સમયે તમારી આંગળીને સુન્ન કરવામાં આવે છે. જે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમારી સ્કીન સેન્સેટીવ છે, તો તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. સાથે જ પિયર્સિંગ હટાવતા સમયે તમારી આંગળી પર ડાઘ રહી જશે. જેને તમે દૂર નહિ કરી શકો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણી અજાણી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી