જો તમે આ તળાવમાં નાહવા જશો તો તમે પથ્થર થઈ જશો

જો તમે આ તળાવમાં નાહવા જશો તો તમે પથ્થર થઈ જશો

જ્યારે પણ આપણે કોઈ તળાવ વિષે વિચારતા હોઈએ છીએ ત્યારે આપણા માનસપટ પર એક અનેરું દ્રશ્ય ખડુ થઈ જાય છે. સરસમજાનું આસમાની પાણી, હરિયાળી મોટા પહાડો વિગેરે વિગેરે. પણ શું તમે કોઈ એવા સરોવર વિષે સાંભળ્યું છે કે જેનું પાણી અડતાં હરતો ફરતો જીવ પથ્થ બની જાય ! ક્યારેય નહીં સાંભળ્યું હોય અને જો કદાચ સાંભળ્યું હોય તો પણ કોઈ પરીકથામાં જ સાંભળ્યું હશે. પણ આપણે આજે કોઈ પરિકથાની નહીં પણ વાસ્તવિકતાની વાત કરવાના છીએ. તાન્ઝાનિયાના ઉત્તર વિસ્તારમાં આવેલું નેટ્રોન તળાવ કંઈક આવા જ લક્ષણ ધરાવે છે. આ તળાવની વિશિષ્ટતા એ છે કે તે ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે નિક બ્રેન્ડ્ટ નામનો એક ફોટોગ્રાફર નેટ્રન લેકના કિનારે આવી પહોંચ્યો અને તેણે જોયું કે ત્યાં પાણી પથ્થરમાં ફેરવાઈ જતું હતું. તેને આ દ્રશ્ય જોઈ ખુબ જ આશ્ચર્ય થયું.
નિક બ્રેન્ડ્ટે તે તળાવના કીનારે અનેક પ્રાણી અને પક્ષીઓના સ્ટેચ્યુ જોયા. તે સ્ટેચ્યુ મૃત પ્રાણી તેમજ પક્ષીઓના હતા. તમને પણ આ જાણીને આશ્ચર્ય થશે ખરેખર હકીકત એ જ છે કે જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી આ તળાવના પાણીને અડે છે ત્યારે તે પથ્થમાં ફેરવાઈ જાય છે એટલે કે નક્કર પદાર્થમાં ફેરવાઈ જાય છે.
બ્રેન્ડ્ટે પેતાના પુસ્તક ‘એક્રોસ ધી રેવેજ્ડ લેન્ડ’માં લખ્યું છે કે આ પ્રાણી-પક્ષીઓ કેવી રીતે મરી ગયા તે તેમને નથી ખબર પણ તેમને એવું લાગે છે કે તે સરોવરના અત્યંત ચિત્તાકર્ષક દ્રશ્યએ તે પ્રાણી-પક્ષીઓને ગેરમાર્ગે દોર્યા અને તેઓ તે પાણીમાં પડી ગયા. તે ઉમેરે છે કે તે સરોવરના પાણીમાં મીઠા તેમજ ખારનું પ્રમાણ ખુબ જ વધારે છે અને તે કારણસર તેમના મૃતદેહ સંચવાયેલા રહ્યા છે. આ ફોટોગ્રાફરે તેના આ ફોટોગ્રાફ્સ પોતાના નવા પુસ્તક ‘એક્રોસ ધી રેવિશ લેન્ડ’માં પ્રકાશિત કર્યા છે.આ સરોવરના પાણીમાં ક્ષારનું પ્રમાણ લગભગ pH 9થી pH 10.5 છે અને તેનું તાપમાન પણ લગભગ 60 ડીગ્રી સુધી પહોંચી જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી