ઉનાળામાં પેટ્રોલ ટેન્ક ક્યારેય પણ પૂરી ના ભરાવો…નહીં તો બનશો મૂરખ…..વાંચો અને શેર કરો….

 

પેટ્રોલ ટેન્ક ક્યારેય પણ પૂરી ના ભરાવો …….કારણો વાંચો – અને પેટ્રોલ દાન કરવાનુ બંધ કરો..

તાજેતરમાં મને ખૂબ જ ઉપયોગી માહિતિ મળી. મને આ હકીકત જાણી ખુબજ આશ્ચર્ય થયું, પરંતુ મનમાં હજુ પણ શંકા હતી. તેથી મેં ઘણા પેટ્રોલ પંપ ટેકનિશિયનો સાથે વાત કરી અને તેમાંથી પણ ઘણાએ આ હકીકત સ્વીકારી.

મારા વિચારથી, પેટ્રોલની ટાંકીમાં પેદા થતા ગેસ માટે જગ્યા જરુર થી રાખવી જોઈએ.. આ એક કારણ તો છે જ… પણ આના સિવાય બીજુ કારણ એ કે ઘણા પેટ્રોલ કિઓસ્કમાં ઊલટી વહેતી પાઈપ – લાઈન (ગુલાબી રંગની) હોય છે જેનાથી ઘણા લોકો પરિચિત નથી. જ્યારે કારની પેટ્રોલ ટાંકી સંપૂર્ણ સ્તર સુધી પહોંચે છે, ત્યારે પંપમાં ઓટોમેટિક એક ટ્રીગર હોય છે અને તે ટાંકી ફૂલ થતાં સમયે વળતો-વાલ્વ ખુલે છે અને પેટ્રોલનો પાછો પ્રવાહ શરુ થાય છે. સાથે સાથે ફૂલ થયેલ ટાંકીને કારણે ફિલિંગ પાઇપ બંધ થઇ જાય છે… પણ આ પ્રકિયા દરમ્યાન પંપનું મીટર ચાલુ રહે છે એટલે કે તમે અમુકેક પ્રમાણમાં તેલ વિક્રેતાને પાછુ પેટ્રોલ દાન કરો છો.

બીજી વાત એ કે, શક્ય હોય ત્યા સુધી વહેલી સવારે તમારા કાર અથવા બાઇકમાં પેટ્રોલ ભરો જ્યારે જમીનનું તાપમાન હજી પણ ઠંડુ હોય. યાદ રાખો કે બધા સર્વિસ સ્ટેશનોની સંગ્રહ ટાંકી જમીન નીચે હોય છે. જેટલી જમીન વધુ ઠંડી તેટલુ પેટ્રોલ વધુ ગાઢ તેમજ જેટલી જમીન ગરમ તેટલું પેટ્રોલ પાતળુ, તેથી બપોરે કે સાંજે ખરીદેલુ ગરમ પેટ્રોલ તમારા માટે લિટર બરાબર એક લિટર નહિ હોય કારણ કે તે સમયે પેટ્રોલ ગરમીને કારણે થોડુ પાતળુ પડેલ હોય. પેટ્રોલિયમ બિઝનેસ માં (1) ચોક્કસ ગુરુત્વાકર્ષણ અને (2) પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ, ઇથેનોલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનું તાપમાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો આ બિઝનેસ માટે મોટો સોદો છે. પેટ્રોલ પંપ ખાતે તાપમાનનાં વળતરનો વિકલ્પ નથી હોતો. એટલે આનું બીજો કોઇ ઉપાય નથી.

ત્રીજી વાત જે આપણને ભારતમાં ઓછી લાગુ પડે છે… પણ તમે પેટ્રોલ ભરવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે નોઝલ નું ટ્રિગર ફાસ્ટ મોડમાં તો નથી, તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે ટ્રીગરમાં ત્રણ (3) તબક્કા હોય છે – સ્લો, મધ્યમ અને ફાસ્ટ. તમારે નીચા ટ્રીગરની સ્થિતિ પર પમ્પિંગ રાખીને પેટ્રોલ ભરવુ જોઇએ, જેથી પેટ્રોલનું બાષ્પીભવન ઓછુ થાય. તમામ પેટ્રોલ પંપનાં નોઝલ પર વરાળ ચૂસી પાછું ખેચી લેવાની સિસ્ટમ હોય છે. જો તમે ઝડપી દરે પમ્પિંગ કરાવો, તો પ્રવાહી તમારી ટાંકીમાં જાય ને પાછી વરાળ બને છે. આ વરાળ નોઝલ દ્વારા ભૂગર્ભ સંગ્રહ ટાંકી માં પાછી વળે છે.

સૌથી મહત્વપૂર્ણ એ કે તમારે પેટ્રોલ ટાંકી અડધી હોય ત્યારેજ ભરવા જાવું. આ માટેનું કારણ એ કે તમારી ટાંકીમાં ત્યારે ખાલી જગ્યામાં ઓછી હવા અને વધુ પેટ્રોલ છે. તમે ધારો તેના કરતાં ઝડપથી પેટ્રોલનું બાષ્પીભવન થાય છે. પેટ્રોલ ટાંકીમાં આંતરિક ફ્લોટિંગ છત હોય છે. આ છત જો પેટ્રોલ અને વાતાવરણ વચ્ચે શૂન્ય ક્લિઅરન્સ તરીકે સેવા આપે છે, તેથી તે બાષ્પીભવન ઓછું કરે છે.

ખાસ વાત્, તમે પેટ્રોલ ખરીદવા જાવ અને ત્યાં પેટ્રોલ ટ્રક સ્ટોરેજમાં પેટ્રોલ ભરતા હોય તે સમયે પેટ્રોલ ભરવાનું ટાળો .શક્ય છે કે જ્યારે સંગ્રહ ટાંકીમાં પમ્પીંગ થતુ હોય ત્યારે નીચે જામેલી ગંદકી પણ તમારી ટાંકીમાં આવી જાય.

લાખો પેટ્રોલ ખરીદદારો વચ્ચે અસરકારક રીતે આ વાત પહોંચાડવાની જરુર છે, આ ખરેખર સરળ છે. તમારા પૈસાનું તમને ઓછું વળતર મળી રહયુ છે તે જાણો અને યોગ્ય તકેદારી રાખો..

જો આપણા દરેક મિત્ર માત્ર એક એક શેર કરે તો પણ ઘણું…મારી મહેનત સફળ….!

સૌજન્ય : નચિકેતા પુરોહિત, Source

ટીપ્પણી