નેટ બ્લાઉઝમાં આ રીતે કરાવો અલગ-અલગ ડિઝાઇન્સ, સાડીને મળશે હેવી લુક…

નેટ બ્લાઉઝ બનાવવા માટે ઘણા ઓપ્શન છેજેમ કે માત્ર સ્લીવ્ઝ નેટની હોય અથવાતો શોલ્ડરના ભાગમાં માત્ર નેટનો ઉપયોગ થયો હોય કે બેકમાં નેટનો ઉપયોગ થયોહોય. સુડોળ શરીર પર તો નેટ ફેબ્રિકની કોઈ પણ પેટર્ન બ્લાઉઝમાં સારી જ લાગેછે અને હેવી બોડીવાળાઓએ જો નેટના ફેબ્રિકની કોઈ પેટર્ન પહેરવી હોય તોબોડીને અનુસાર સિલેક્ટ કરવી ખૂબ જરૂરી છે.

કેવુ બનાવવુ? જો તમારું સુડોળ શરીર હોય તો તમે આખું નેટનું બ્લાઉઝ પહેરી શકો. નેટનું બ્લાઉઝ બહુડેલિકેટ હોય છે. નેટના બ્લાઉઝથી ટ્રાન્સપરન્ટ લુક મેળવી શકાય છે. નેટના બ્લાઉઝમાં ચેસ્ટ પર સાડીના કલરનું અથવા તો કોન્ટ્રાસ્ટ કલરનું લાઇનિંગ આપીબ્લાઉઝ કરાવી શકાય. નેટના બ્લાઉઝમાં કોટનનું લાઇનિંગ લેવું નહીં. નેટના બ્લાઉઝમાં મોટે ભાગે શિમર લાઇનિંગનો ઉપયોગ થાય છે અને શિમર લાઇનિંગની અંદરકોટન લાઇનિંગનો ઉપયોગ થાય છે, જેથી બ્લાઉઝ નોર્મલ બ્લાઉઝ કરતાં થોડું વધારેજાડું લાગે છે.

બેક
સાડી-બ્લાઉઝમાં બેકનું ડિઝાઇનિંગ ખૂબ મહત્વનોભાગ ભજવે છે. જે સ્ત્રીઓને બોલ્ડ ડિઝાઇનિંગવાળાં બ્લાઉઝ પહેરવા ગમતાં હોય, પરંતુ અમુક કારણોસર ન પહેરી શકતી હોય તો તેઓ માટે બ્લાઉઝની બેકમાં નેટઉત્તમ ઓપ્શન છે. જેમ કે ચેસ્ટના ભાગ પર સોલિડ ફેબ્રિક હોય અને બેકમાં તમેફુલ નેટ નખાવી શકો, જેનાથી ટ્રાન્સપરન્ટ લુક આવશે અને બહુ ખુલ્લું પહેર્યુછે એવું પણ નહીં લાગે. જો કંઈક વેરીએશન આપવું હોય તો બ્લાઉઝની બેકમાંસોલિડ ફેબ્રિકનો 3 ઇંચનો પટ્ટો આપી નેટના ફેબ્રિકનો પાંચ ઇંચનો પટ્ટો આપીપાન કે યુ શેપ આપી શકાય, જેથી બે ઇંચમાંથી થોડી સ્કિન દેખાશે અથવા તોબેકમાં ક્લોઝ નેકની પેટર્ન કરવી અને ફુલ બ્રોડ સ્ક્વેર શેપનું નેક આપવુંઅને નીચે જ્યાં બ્લાઉઝ પૂરું થાય છે ત્યાં માત્ર એક ઇંચનો પટ્ટો આપવો.સેન્ટરમાં તમે શો માટે બટન પણ મૂકી શકો.

નેટની સ્લીવ્ઝ
જે બ્લાઉઝમાં કોઠો સોલિડ ફેબ્રિકનો હોય છે એ બ્લાઉઝમાં નેટની સ્લીવ્ઝ સારી લાગે. નેટની સ્લીવ્ઝમાં લેન્ગ્થનું વેરીએશન આવે છે જેમ કે શોર્ટ સ્લીવ, થ્રી-ફોર્થ અથવા તો ફુલ.શોર્ટ સ્લીવ્ઝમાં વધારે પેટર્ન અપાતી નથી, પરંતુ થ્રી-ફોર્થ અથવા ફુલ સ્લીવમાં આપી શકાય. જેમ કે વર્કનું ઓપ્શન તો છે જ, નેટની સ્લીવમાં શેડિંગપણ ખૂબ સરસ લાગે છે. જો નેટની સ્લીવ્ઝ તમારે અટ્રેક્ટિવ બનાવવી હોય તોડાર્ક શેડમાં બનાવવી અને હાથના માપ પ્રમાણે ફિટેડ બનાવવી. નેટની સ્લીવ્ઝમાંલાઇનિંગ નથી યુઝ થતું. એથી સ્થૂળ શરીરવાળાઓએ પહેરવું નહીં.

સ્લીવ્ઝ અને કોઠો

સ્લીવ્ઝઅને કોઠો એટલે કે સ્લીવ્ઝ અને બોડી બન્નેમાં નેટ ફેબ્રિકનો ઉપયોગ થયો હોય.આ પેટર્ન સેમ-ટુ-સેમ ફેબ્રિકમાં પણ બની શકે અથવા તો કોન્ટ્રાસ્ટ કલરમાં પણબની શકે. તમારી સાડી કેવી છે એના પર ડિપેન્ડ કરે છે. જેમ કે જો તમે બ્લેકકલરનું રો-સિલ્કનું બ્લાઉઝ કરાવો છો તો ચેસ્ટની ઉપર અને નેકની નીચે નેટનોઉપયોગ કરવો અને એમાં લાઇનિંગ ન નાખવું, જેથી ટ્રાન્સપરન્ટ લુક આવે અને સ્લીવ્ઝમાં પણ નેટનો ઉપયોગ કરવો અને એમાં લાઉનિંગ ન નાખવું. આવી રીતે નેટનોઉપયોગ કરવાથી બ્લાઉઝ થોડું વધારે ગ્લેમરસ લાગશે અને સાડીને એક્સ્ટ્રા લુકમળશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ફેશન ટીપ્સવાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી