જલ્સા કરોને જેંતીલાલ

નેપાળના પશુપતિનાથ મંદીર પાસે છે કરોડોનું ધન અને સોનું-ચાંદી..

સદીયોથી ધર્મનું વર્ચસ્વ વિશ્વ પર રહ્યું છે. અને આજે વિશ્વમાં શાળાઓ અને હોસ્પિટલો નથી તેનાથી પણ વધારે ધર્મસ્થાનો છે. ધર્મસ્થાનોની આવક એ પછી મસ્જીદની આવક હોય ચર્ચની આવક હોય કે પછી મંદીરની આવક હોય, આ બાબતે હંમશા લોકોના મનમાં ઉત્સુકતા ઉભી કરી છે.

અમુક વર્ષો પહેલાં દક્ષીણ ભારતના પદ્મનાભમ મંદીરમાંથી કરોડોનો ખજાનો મળી આવ્યો હતો. જેણે સમગ્ર ભારતમાં ખુબ જ ચર્ચા જગાવી હતી. અને આ તો જૂના ખજાનાની વાત છે પણ આજે પણ ભારતના પ્રમુખ મંદીરો જેમ કે તીરુપતી બાલાજી, શીરડી સાંઇબાબા, સિદ્ધિવિનાયક મંદીર વિગેરેની વાર્ષીક આવક કરોડોમાં છે.

પણ તાજેતરમાં મળેલા એક અહેવાલ પ્રમાણે નેપાળમાં આવેલા ભગવાન પશુપતિનાથના મંદીરની આવકનો આંકડો સામે આવ્યો છે આ મંદીરના નામે બેંકમાં 80 કરોડ રૂપિયા છે. નેપાળના હીન્દુ મંદીરોમાં પશુપતિનાથ મંદીર સૌથી વધારે આવક ધરાવતું મંદીર છે. અહીં ભારત તેમજ વિદેશથી હજારો યાત્રાળુઓ આવે છે અને મંદીરમાં હજારો રૂપિયા, સોનું, ચાંદી વિગેરે દાનમાં આપે છે.

છેલ્લા આંઠ વર્ષમાં મંદીરમાં શ્રદ્ધાળુઓએ લગભગ એક કીલો સોનું અને 200 કીલો ચાંદીનું દાન કર્યું છે. બેંકમાં જમા રાશી ઉપરાંત મંદીર પાસે અત્યાર સુધીમાં ભેગુ થયેલું સવા નવ કીલો સોનું અને સવા ત્રણસો કીલો ચાંદી છે. તમને આ આંકડા પરથી શ્રદ્ધાળુઓની આ મંદીર પ્રત્યેની શ્રદ્ધાનો અંદાજો આવી ગયો હશે. પશુપતિનાથ મંદીર ઇ.વિ. પૂર્વે 400 વર્ષથી અસ્તિત્વમાં છે તે પહેલાં પણ હોઈ શકે કારણ કે તેના નિર્માણની કોઈ ચોક્કસ સમય રેખા ક્યાંય સ્પષ્ટ કરવામા આવી નથી. ભગવાન પશુપતિનાથનો અર્થ થાય જીવ અથવા પ્રાણી એટલે જીવના નાથ એટલે કે માલિક.

આ મંદીરનું અસ્તિત્વ વેદોના અસ્તિત્તવ પહેલાંનું માનવામા આવે છે. જોકે આ મંદીરનો કોઈ જ સત્તાવાર ઇતિહાસ લખેલો ક્યાંય જોવા મળ્યો નથી. પણ ક્યાંક એવું ઉલ્લેખીત કરવામાં આવ્યું છે કે આ મંદીરનું નિર્માણ સોમદેવ રાજવંશના સમયગાળામાં ઇ.વિ. પૂર્વે 30મી સદીમાં કરવામાં આવ્યું હતું. એટલે કે આ મંદીર લગભગ 2300-2400 વર્ષ જુનું છે. સદીઓથી આ મંદીર અડગ રીતે ઉભું છે. પણ 2015માં નેપાળમાં આવેલા ભયંકર ભુકંપમાં આ મંદીરનો કેટલોક બાહ્ય હિસ્સો ધરાશાઈ થયો હતો. જો કે તેના ગર્ભગૃહ અને મૂળ મંદીરને કોઈ જ નુકસાન નહોતું થયું. આ મંદીરને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપવામાં આવેલો છે. કળાની દ્રષ્ટિએ પણ આ મંદીરની કારીગરી ઉત્તમ છે.

આ મંદીરમાં હિંદુ અને બૌદ્ધ વાસ્તુકળાનો એક ઉત્તમ સુમેળ જોવા મળે છે. આ મંદીર લગભગ 263 હેક્ટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જેમાં ઓછામાં ઓછા 518 મંદીરો અને સ્મારકો આવેલા છે. મંદીરની છતોનું નિર્માણ તાંબામાંથી કવરામા આવ્યું છે અને તેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. આ મંદીરની માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આ મંદીરના દર્શન કરે છે તેને ફરી ક્યારેય પશુનો અવતાર મળતો નથી. જો કે તેમાં પણ એક શરત છે કે તમારે શિવલિંગ પહેલાં નંદીના દર્શન ન કરવા. સૌ પ્રથમ તમારે શિવલિંગના જ દર્શન કરવા. એવી પણ વાયકા છે કે આ મંદીરમાં જે દર્શનાર્થી અરધો-એક કલાક ધ્યાન મુદ્રામાં બેસી રહે તો તેની ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version