દુનિયાનો સૌથી નાનો સ્માર્ટફોન લોન્ચ, બીજા બધા ફોન કરતા બેટરી ચાલે છે અધધધ..દિવસ જાણો તમે પણ

દુનિયાનો સૌથી નેનો 3G સ્માર્ટફોન થયો લોન્ચ! વજન ફક્ત ૩૧ ગ્રામ!!

યુકે સ્થિત સ્માર્ટફોન મેકર જીની મોબાઈલ દ્વારા હાલમાં જ દુનિયાનો સૌથી નાનો 3G સ્માર્ટ ફોન માટે કિકસ્ટાર્ટર કેમપેન લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આ ડિવાઈસ વિશે તેમના કેમપેન પેજ ઉપર કેટલીક માહિતી શેર કરી છે.

image source

જ્યાં તેમણે તે સ્માર્ટફોનના ફિચર્સ અને ડિઝાઇન અને કિંમત વિષે જણાવ્યું છે. જીની મોબાઈલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે Zanco tiny t2 માં એક સ્માર્ટફોનમાં મળવા બધા જ ફંક્શન્સ કામ કરશે. માનવામાં આવી રહ્યું છે કે t2 હેવી અને લાર્જ સ્માર્ટફોનને એક નાના ઓપ્શનથી રિપ્લેસ કરશે

image source

કેમપેન પેજ પર કહેવામાં આવી રહ્યું છે કે આ ડિવાઈસની ડિલિવરી એપ્રિલ 2020 શરૂ થઇ જશે. કિકસ્ટાર્ટર કેમ્પેઇનમાં શેર કરવામાં આવેલી માહિતીની વાત કરીએ તો તે સૌથી નાનું સ્માર્ટફોન હશે જેમાં મલ્ટીપલ ફંક્શન્સ પરફોર્મ કરશે.

સ્માર્ટફોનમાં કેમેરો, વિડિયો રેકોર્ડિંગ, મ્પ૩, mp4 પ્લેબેક, ગેમ્સ, કેલેન્ડર અને FM Radio પણ ઉપલબ્ધ હશે. આ સિવાય યુઝર્સ કોલ પણ કરી શકશે. અને ટેક્સ મેસેજ પણ મોકલી શકશે.

image source

કેલેન્ડર અને અલાર્મ ક્લોક ને પણ મેનેજ કરવાનું ઓપ્શન આ ડિવાઈસમાં આપવા આવ્યું છે. કંપનીએ ફોનમાં 32 જીબી સુધી નું સ્ટોરેજ વધારવા માટે માઈક્રો એસડી સ્લોટ પણ આપ્યું છે.

કેમેરાની વાત કરીએ તો Zanco tiny તઁ૨માં બિલ્ટ – ઈન કેમેરો આવશે. સારી વાત એ છે કે ફોટો ક્લિક કર્યા બાદ યુઝર્સ એસડી કાર્ડની મદદથી ફોરોઝને તેમના બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકશે.

ઓફરની અંદર ફરી શિપિંગ :-

image source

કંપની જણાવે છે કે આ સ્માર્ટફોન માટે યુ.કે., જાપાન, જર્મની, ભારત, ચીન અને નેધરલેન્ડ મા ફ્રી શિપિંગ કરવામાં આવશે. ફ્રી શિપિંગ સુપર અર્લી બર્ડ એટલે કે જલદી પેમેન્ટ કરવા વાળા અને સિંગલ પેક રિવોર્ડ્સ પર જ મળશે.

બાયર્સ Zanco tiny t2 ને સુપર અર્લી બર્ડ રીવોર્ડમાં ફક્ત ૫૯ ડોલર એટલે કે ૪૨00 રૂપિયામાં ખરીદી શકશે. જોકે, હવે અર્લી બર્ડ રીવોર્ડમાં તેને ૬૯ ડોલર એટલે કે 4900 રૂપિયામાં ખરીદી શકાશે. કિકસ્ટાર્ટર સ્પેશિયલ પેકને ઈન્ટરેસ્ટેડ બાયર્સ ૭૯ ડોલર એટલે કે 5600 રૂપિયામાં ખરીદી શકશે.

૭ દિવસનું બેટરી બેકઅપ :-

image source

કંપની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનને એકવાર ચાર્જ કર્યા બાદ યુઝર્સને સાત દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ મળશે. સાથે – સાથે તેમાં ઘણા બધા બિલ્ટ ઈન એપ્સ પણ આપવામાં આવશે.

image source

જેમાં કેલ્ક્યુલેટર, ફાઈલ મેનેજર, ટાસ્ક મેનેજર અને નોટપેડ શામેલ હશે. બાયર્સ તેમના ફેવરિટ ગીતોને પણ સ્માર્ટફોનમાં સ્ટોર કરી શકશે અને પછી સાંભળી પણ શકશે. અહી અમે તમને એ પણ જણાવી દઈએ કે ફક્ત 31 ગ્રામ વજન ધરાવતું આ સ્માર્ટફોનમાં બ્લુટુથ કનેક્ટીવીટી અને SOS મેસેજ ફંકશન પણ મળશે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ