જલ્સા કરોને જેંતીલાલ

આખરે પડદો ઉઠ્યો નેહાના પ્રેગ્નનસીના સમાચાર પરથી, બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો હતો એ તો નીકળ્યું કંઈક એવું કે…

આખરે પડદો ઉઠ્યો નેહાના પ્રેગ્નનસીના સમાચાર પરથી, નેહાએ બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો હતો તે અપકમિંગ સોન્ગ ‘ખ્યાલ રખ્યા કર’નું પોસ્ટર જ નીકળ્યું

નેહા કકકરે થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને આ ફોટો શેર કર્યા પછી નેહા અને એના પતિ રોહન ચર્ચામાં છવાઈ ગયા હતા. આ ફોટો જોઈને સેલેબ્સ નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીતને માતા પિતા બનવાના સમાચાર પર શુભકામનાઓ પણ આપવા લાગ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્ન હજી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ થયા છે અને લગ્નના આટલા ઓછા સમયમાં જ નેહા પ્રેગ્નન્ટ થઇ જતાં, ચર્ચા વધુ ચાલી હતી. પરંતુ આખરે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ બેબી બમ્પ વાળો ફોટો બસ એક પબ્લિસિટી સ્ટન્ટ હતો નેહા અને રોહનના નવા સોન્ગ ‘ખ્યાલ રખ્યા કર’ માટેનો. નેહાએ મગનું નામ મરી પાડી સોન્ગનું પોસ્ટર અને રિલીઝ ડેટ શેર કરી છે.

નેહા કક્કર અને રોહનપ્રીતનું સોન્ગ ખ્યાલ રાખ્યાં કર 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાનું છે. તમને જણાવી દઈએ કે આવું કઈ પહેલીવાર નથી બન્યું કે નેહાએ સોન્ગ પ્રમોશન માટે આવી સ્ટ્રેટેજી અપનાવી હોય. નેહા કકકરે એના લગ્ન વખતે પણ ‘નેહુ દા વ્યાહ’ સોન્ગ ખૂબ જ પ્રમોટ કર્યું હતું.
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે 24 ઓક્ટોબરે દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. એ પછી બંનેએ પંજાબમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. ત્યાર બાદ આ કપલ દુબઇ હનિમૂન માટે ગયાં હતાં. વેકેશન બાદ નેહા ફરી ‘ઇન્ડિયન આઇડલ 12’ના શો પર જજ તરીકે પરત ફરી હતી.

સોશિયલ મીડિયા પર નેહા કકકરનો આ બેબી બમ્પ સાથેનો ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. નેહા કકકરે શેર કરેલા આ ફોટા પર તેના ભાઈ ટોની કક્કરે ‘હું મામા બનીશ’ એવી કમેન્ટ પણ કરી હતી. એટલું જ નહીં નેહા કકકરના પતિ રોહને પણ કમેન્ટ કરી હતી, ‘હવે તો કંઈક વધુ જ ધ્યાન રાખવું પડશે નેહુ.’


એટલું જ નહીં રોહનપ્રીત સિંહે પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નેહનો બેબી બમ્પ વાળો ફોટો શેર કર્યો હતો. જેના પર સેલિબ્રિટી અને નેહા અને રોહનના ફેન્સે શુભકામના આપતી કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. મીડિયામાં પણ નેહાના પ્રેગ્નન્ટ હોવાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા હતા.જોકે, હવે સ્પષ્ટ થઇ ગયું છે કે આ માત્ર સોન્ગના પ્રમોશન માટેના જ ખેલ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version