આદિત્ય નારાયણ સાથે નહિં પણ આ દુલ્હા સાથે નેહા કક્કર લેશે સાત ફેરા, જાણો કોણ છે સ્ટાર

દેશની જાણીતી સિંગર નેહા કક્કર હવે ખરેખર લગ્ન કરવા જઈ રહી છે – પણ આદિત્ય નારાયણ સાથે નહીં ! જાણો કોણ છે તેનો દુલ્હો

image source

દેશની જાણીતી ગાયિકા નેહા કક્કર પોતાના સંબંધોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં તેણી ઉદિત નારાયણના છોકરા આદિત્ય નારાયણ સાથે લગ્ન કરવાની હતી તેવી અફવાએ જોર પકડ્યું હતું. જો કે આ ખબર એક પ્રકારનો પબ્લીસીટી સ્ટન્ટ હતો જાણીતા રિયાલીટી શોની ટીઆરપી વધારવાના ઉદ્દેશથી શો દ્વારા જ આ ગતકડુ કરવામાં આવ્યું હતું. જો કે પછીથી દર્શકોને જાણ થઈ ગઈ હતી કે નેહા અને આદિત્ય વચ્ચે તેવું કશું જ નથી. અને શોમાં તો આદિત્ય નારાયણના માતા-પિતા અને નેહા કક્કરના માતા-પિતાને શગુન લેતા આપતા પણ જોવા મળ્યા હતા પણ તે બધો જ એક ડ્રામા જ હતો.

image source

જોકે નેહા કક્કરના ભૂતકાળમાં અભિનેતા હિંમાશ કોહલી સાથે સંબંધો રહ્યા હતા. જે વધારે આગળ નહોતા વધી શક્યા. અને તેણીને હૃદય ભંગનો સામનો કરવો પડ્યો હતો. બન્ને જો કે લગ્ન પણ કરવાના હતા પણ કોઈ કારણસર તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યાર બાદ નેહા ઘણા કપરા સમયમાંથી પસાર થઈ હતી. જોકે તેમાંથી બહાર નીકળીને નેહા ફરી પાછી પોતાની કેરિયરમાં પરોવાઈ ગઈ હતી. પણ હવે સમાચાર આવી રહ્યા છે કે નેહા વાસ્તવમાં લગ્ન કરવા જઈ રહી છે.

image source

સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે નેહા કક્કરે હવે લગ્ન કરવાનું નક્કી જ કરી લીધું હોય તેવુ લાગી રહ્યુ છે. એક મિડિયા અહેવાલ પ્રમાણે તે પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. અને અહેવાલોનું માનવામાં આવે તો આ મહિનાના અંત સુધીમાં રોહનપ્રીત અને નેહાના લગ્ન થઈ શકે છે. કહેવાય છે કે તેમની વચ્ચેની વાતચીત પણ પાક્કી થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

તમને જણાવી દઈએ કે નેહા જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે તે રાઇઝિંગ સ્ટાર સિંગિંગ રિયાલીટી શોમાં પ્રથમ રનર અપ રહી ચુક્યો છે. અને થોડા સમય પહેલાં તે બિગ બોસથી જાણીતી બનેલી શહેનાઝ ગિલના ટીવિ રિયાલીટી શો મુઝસે શાદી કરોગેમાં પણ જોવા મળ્યો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે શહનાઝ પણ રોહનને પસંદ કરતી હતી. પણ હાલ જે વાત ચાલી રહી છે તે માનવામાં આવે તો રોહનના મનમાં નેહા વસી ગઈ છે. અને નેહા તેમજ રોહને એકબીજા સાથેની તસ્વીરને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh) on

તમને જણાવી દઈએ કે નેહા કક્કર દેશની જાણીતી, ખૂબ જ પોપ્યુલર અને માનીતી સીંગર છે. તેણી અવારનવાર પોતાના પોપ આલ્બમ્સ બહાર પાડતી રહે છે અને સાથે સાથે બોલીવૂડની ફિલ્મોના ગિતોમાં પણ અવાજ આપે છે. તેણીએ વર્ષો પહેલાં ઇન્ડિયન આઇડલ નામના સિંગિંગ રિયાલીટી શોમાં ભાગ લીધો હતો જેમાં તેણી વિનર તો નહોતી રહી પણ આજે તેણી ઇન્ડિયન આઇડલ રિયાલીટી શોની જજ છે. જે તેના માટે એક મોટી ઉપલબ્ધી કહેવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ