નેહા ધૂપિયાએ બેસ્ટ ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ ફેરા ફરતો વેડિંગ વીડિયો

37 વર્ષીય બોલિવૂ઼ડની અભિનેત્રી નેહા ધૂપિયાએ કાનો કાનો કોઈને ખબર ન પડે તેવી રીતે પોતાના બેસ્ટ ફ્રેન્ડ અંગદ બેદી સાથે આજે લગ્ન કરી લીધા. દિલ્હીના ગુરુદ્વારામાં આ જોડીએ આનંદ કારજની વીધી કરી હતી. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

વીડિયોમાં અગંદ બેદી અને નેહા સાત ફેરા લઈ રહ્યા છે. વેડિંગ સેરેમની દરમિયાન નેહાએ ગુલાબી કલરનો લહેગાં ચોલી પહેર્યો હતો જેમાં તે સુંદર દેખાય રહી હતી. તેમજ હેવી જ્વેલરી પહેરીને પોતાના લુકને કમ્પલેટ કર્યો હતો. તો અગંદ બેદીએ સફેદ કલરની શેરવાની પહેરી હતી.

નેહા ધૂપિયા અને અગંદ બેદી લગ્ન કરીને બોલિવૂ઼ડ ઈન્ડસ્ટ્રીને સરપ્રાઈઝ આપી..નેહા અને અંગદે ટ્વિટર પર પોતાના લગ્નની તસવીર શેર કરી હતી તેના પછી સોશિયલ મીડિયા પર ઝડપથી તેમના લગ્નની તસવીર વાયરલ થવા લાગી.

નેહા અને અગંદના લગ્નમાં પૂર્વ ક્રિક્રેટર પણ સામેલ હતા. તેમજ સોશિયલ મીડિયા પર નેહા અને અગંદના લગ્નનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. નેહા ધૂપિયા અને અગંદ બેદી ઘણા સમયથી ફ્રેન્ડ હતા. બંનેની કેટલીક તસવીરો પણ એખસાથે વાયરલ થયેલી છે.

અદંગ બેદી પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો પુત્ર છે અને તેણે મોડલિંગ કર્યું છે અને ટીવી એન્કરિંગ પણ કર્યું છે. આગંદ બેદીએ રેમૂ ડિસૂઝાની ફિલ્મ ફાલતૂથી બોલિવૂ઼ડમાં એન્ટ્રી કરી હતી. અગંદ ઉગલી, પિંક, ટાઈગર જીંદા હૈમાં જોવા મળ્યો હતો અને તેણી આવનારી ફિલ્મ સુરમા છે. જ્યારે નેહાએ 2002માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

તેમણે 2003નાં કયામત ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. નેહાએ બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી છે પરંતુ ફિલ્મો બોક્સ ઓફિસ પર એટલી બધી હિટ નથી રહી. તે આજકાલ રોડીઝમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દીધું કે, નેહા ધૂપિયા ફિલ્મો અને ટીવીનો ઓળખીતો ચહેરો છે. અચાનક તેમણા લગ્નની તસવીરો વાયરલ થતા ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો દીકરો અગંદ બેદી દિલ્હી માટે રણજી પણ રમી ચૂક્યો છે. તેમણે મોડલિંગમાં હાથ અજમાવ્યા પછી એક્ટિંગ શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે અગંદ બેદી નેહા ધૂપિયા કરતા બે વર્ષ નાનો છે.

સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી