સોનમ કપૂર પછી નેહા ધૂપિયાએ આ એક્ટર સાથે કર્યા સિક્રેટ મેરેજ…જુઓ અંગત ફોટોસ…..!!!

પૂર્વ દિગ્ગજ ક્રિક્રેટર બિશન સિંહ બેદીનો દીકરો અને અભિનેતા અંગદ બેદીએ બોલિવૂ઼ડની અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા છે. તેની જાણકારી ખુદ નેહા ધૂપિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીર પોસ્ટ કરીને આપી છે.

છેલ્લા કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર અનિલ કપૂરની દીકરી અને અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજા લગ્ન ચર્ચામાં હતા. પરંતુ આ બધાની વચ્ચે અચાનક એક બીજી અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે. અને આ વાતનો સીધો ખુલાસો સોશિયલ મીડિયા પર થયો છે.

Best friend.. now Wife!!! Well hello there Mrs BEDI!!! @nehadhupia

A post shared by Angad Bedi (@angadbedi) on

‘જુલી’, ‘ક્યા કુલ હૈ હમ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી નેહા ધૂપિયાએ અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા છે. 37 વર્ષીય અભિનેત્રીએ પોતાના કરતા બે વર્ષ નાના અભિનેતા અંગદ બેદી સાથે પંજાબી રીત-રિવાજથી આજે લગ્ન કર્યા છે.

અંગદ બેદી, પૂર્વ ક્રિકટર બિશન સિંહ બેદીનો દીકરો છે અને રણજી ટ્રોફી પણ રમી ચૂક્યા છે. ક્રિક્રેટ પછી અંગદએ મોડલિંગ અને પછી એક્ટિંગમાં પોતાના હાથ અજમાવ્યો. પંજાબી રિત-રિવાજમાં થયેલા આ લગ્નનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર થોડાક સમય પહેલા શેર કરવામાં આવ્યો છે.

અંગદ ટીવી પર ખતરો કે ખિલાજી અને 24 જેવી સીરીઝમાં પણ જોવા મળ્યો છે. તે સિવાય તે એક રિયાલિટી ટેલિવિઝન શો ઈમોશનલ અત્યાચારને પણ હોસ્ટ કર્યો છે.

લગ્નના સમાચાર સામે આવતા બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી સ્ટાર્સ લોકો શુભકામનાઓ આપી રહ્યા છે. નેહા અને અંગદને આ સરપ્રાઈઝ વેડિંગ પર કરણ જોહરે તેમણે અભિનંદન કહ્યું છે. કરણે આ કપલની ફોટો શેર કરતા લખ્યું કે, તેમણી ખાસ મિત્ર નેહા ધૂપિયા, જેને તેઓ બહુ પ્રેમ કરતા હતા, તે ટેલેન્ટેડ અને જેન્ટલમેન અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા છે.

તો બીજી તરફ નેહાએ પોતાનો ફોટો શેર કરતા કહ્યું કે, મારા જીવનનો સૌથી સારો નિર્ણય છે. આજે તેણે બેસ્ટ ફ્રેન્ટ સાથે લગ્ન કરી લીધા છે. નેહા ધૂપિયા આજકાલ એમ ટીવીનો શો રોડીઝ એર્સટ્રીમમાં ગેંગ લીડર તરીકે દેખાય રહી છે. નેહા હાલમાં વિદ્યા બાલનની ફિલ્મ તીમ્હારી સૂલૂમાં મહત્વપૂર્ણ ભૂમિકા કરતી જોવા મળી હતી. તેમજ નેહાએ બોલિવૂડની લિડ એક્ટ્રેસ તરીકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે મિસ ઈન્ડિયા બન્યા પછી બોલિવૂડમાં કામ કરવા માટે આવી હતી.

તેમજ અંગદ બેદીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર લગ્નની તસવીર શેર કરતા લખ્યું કે, બેસ્ટ ફ્રેન્ડ હવે મારી પત્ની છે. હેલો મિસિસ બેદી. સોશિયલ મીડિયા પર આ ગુડ ન્યૂઝ શેર કર્યા બાદ બોલિવૂડ સેલેબ્સ તેમણે શુભકામનાઓ આપી રહ્યાં છે.

તેમજ અંગદ બેદી હાલમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જીંદા હૈમાં જોવા મળ્યો હતો અંગદને ફિલ્મ પિંકમાં પણ જોવા મળ્યો હતો.

મિત્રો, ચાલો…આ કપલને કોમેન્ટ માં અભિનંદન આપીએ…!!

સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી