તમારે પણ નીતા અંબાણીની જેમ સ્માર્ટ દેખાવું છે? તો આ રીતે નીતા અંબાણીની જેમ ઘટાડી દો વધેલું વજન

મિત્રો, પ્રવર્તમાન સમયમા વધતુ વજન એ દરેક વ્યક્તિ માટે સમસ્યા બની ચુકી છે. ખાસ કરીને ઓફિસ જતા લોકો માટે તે એક મોટી સમસ્યા બની ચુકી છે. નિરંતર ૮ થી ૯ કલાક ખુરશી પર બેસવાથી અને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ ના થવાથી વજન ઝડપથી વધવા લાગે છે.

image source

ઘણીવાર એવુ પણ બને છે કે, તમે તમારી મનપસંદ હસ્તીઓને જુઓ છો અને વિચારો છો કે, આટલા વ્યસ્ત જીવન પછી પણ તેઓ પોતાને કેવી રીતે ફિટ કરે છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્નીને જોતા તમને એ પણ સવાલ થશે કે, તે ૫૭ વર્ષની ઉંમરે કેવી રીતે આટલી ફિટ અને સુંદર લાગે છે.

image source

જોકે, એક સમયે તેમનું વજન પણ ઘણું વધી ગયું હતુ પરંતુ, આજે, તે પોતાના ફિટ બોડીથી દરેકને પ્રેરણા આપી રહી છે. ૫૭ વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી એકદમ ફિટ છે. જો તમે પણ નીતા અંબાણીની ફિટનેસ પાછળના રહસ્ય વિશે જાણવા માંગો છો અને તેમના જેવી ફિટ બોડી ઇચ્છો છો, તો ચાલો તમને તેની ફિટનેસ વિશે કેટલીક મહત્વની વાતો જણાવીએ. જો લોકો તેને અનુસરે છે તો તેઓ પણ તેમની જેમ ફિટ થઈ શકે છે.

image source

નીતા અંબાણીએ આ ઉંમરે પણ પોતાની જાતને ખુબ જ ફિટ રાખી છે અને તેની પાછળનું રહસ્ય તેમના આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન છે. તેણીએ વજન ઘટાડવા માટે ઘણા બધા ફળો, શાકભાજી અને નટ્સનું સેવન કરવાનું શરૂ કર્યું. આ સાથે જ તે નિયમિત કસરત પણ કરે છે. જેમાં યોગ, સ્વિમિંગ અને જીમ વર્કઆઉટનો સમાવેશ થાય છે.

image source

બીટરૂટ એ પુષ્કળ માત્રામા પોષકતત્વો ધરાવે છે. આપણા દેશમા બજારમા બીટ ખુબ જ સરળતાથી જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ બીટરૂટે નીતાને વજન ઘટાડવામા ખુબ જ મદદ કરી છે. તે વજન નિયંત્રિત રાખવા માટે દરરોજ એક થી બે ગ્લાસ બીટનો રસ પીવે છે. બીટનો રસ શરીરને ડિટોક્સ કરે છે એટલું જ નહીં પરંતુ, પેટને સાફ રાખવાનું પણ કામ કરે છે. તે વજન ઘટાડવામા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

image source

આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે, તે કેટલા અદ્ભુત નૃત્યાંગના છે. સ્ટેજ પરના પર્ફોમન્સ દરમિયાન તેણે પોતાના ડાન્સથી ઘણી વખત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તે ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય નૃત્યની તાલીમ પણ આપી છે. જેની એક ઝલક તેમના ડાન્સ પર્ફોમન્સમાં જોવા મળે છે.

નિયમિત નૃત્યની પ્રેક્ટિસ કરવાથી માત્ર સહનશક્તિ અને સંતુલનને પ્રોત્સાહન નથી પરંતુ, તમને તણાવ દૂર કરવામા પણ મદદ કરે છે. આ સિવાય નૃત્ય તમારા શરીરને આકારમા રાખવામા પણ ખૂબ જ મદદરૂપ થાય છે તેથી, જો તમે તમારી જાતને ફિટ રાખવા માંગો છો તો નૃત્ય પણ તમારા માટે ખૂબ જ સારો ઉપાય સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત