લીમડાના ઝાડના ઘણા ફાયદા છે, જાણો કઇ દિશામાં ઉગાડવુ જોઇએ

લીમડાના ઝાડના ઘણા ફાયદા છે, પણ આ ધાર્મિક મહત્વ વિશે નહીં જાણ્યું હોય આજ સુધી

image source

લીમડો એક એવું વૃક્ષ છે જે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં ઔષધીય ગુણધર્મો હોય છે. તેથી જ આપણા રોજીંદા જીવનમાં પણ તેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેના પાંદડાથી તેના બી સુધીની દરેક વસ્તુ અત્યંત ઉપયોગી હોય છે. ત્વચા, પેટ, આંખો અને તેમજ વાયરલ સમસ્યાઓમાં તેનો ઉપયોગ આશ્ચર્યજનક લાભ કરે છે. તેના પાંદડાથી કોઈપણ પ્રકારના ચેપ દૂર કરી શકાય છે.

જો કે લીમડાનું વધુ પડતું સેવન નપુંસકતા પેદા કરી શકે છે તેથી તેનો ઉપયોગ કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. આ વાત તો થઈ લીમડાના વૃક્ષથી થતા સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત લાભની. પરંતુ આજે તમને અહીં જાણવા મળશે લીમડાનું ધર્મની દ્રષ્ટિએ અને જ્યોતિષીય દ્રષ્ટિએ શું મહત્વ છે.

image source

લીમડાનો ઉપયોગ શક્તિ પૂજામાં વિશેષ રીતે થાય છે. માતા શીતળાની પૂજામાં પણ લીમડાનો ઉપયોગ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીમડો શનિ અને કેતુ સાથે સંબંધ ધરાવે છે. લીમડાના લાકડાથી કરવામાં આવેલો હવન શનિને શાંત કરે છે અને ચમત્કારી ફળ આપે છે. તેવી જ રીતે લીમડાના પાનના પાણીથી સ્નાન કરવાથી કેતુની સમસ્યાઓ દૂર થાય છે.

લીમડાથી થતા લાભ

– લીમડાના છોડને એવી જગ્યાએ લગાવો કે જ્યાં આખા ઘરમાં લીમડામાંથી પસાર થઈ હવા આવી શકે.

image source

– ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લીમડોનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

– જો ચંચળ મનની સમસ્યા હોય તો લીમડાના દાંતણથી દાંત સાફ કરવા જોઈએ.

– લીમડાના લાકડામાંથી બનેલા પલંગ પર સૂવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે.

– લીમડાના તેલના ઉપયોગથી કુષ્ઠરોગ સરળતાથી દૂર કરી શકાય છે.

– જો શનિને દુ:ખી કરતો હોય તો લીમડાના લાકડાની માળા પહેરવી જોઈએ.

image source

– લીમડાના પાન ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

કઈ દિશામાં ઉગાડવું લીમડાનું વૃક્ષ

– ઘરની દક્ષિણ દિશામાં લીમડાનું ઝાડ લગાડવું અને તેની સંભાળ ત્યાં સુધી લેવી જ્યાં સુધી તે મોટું ન થઈ જાય. આ દિશામાં ઉગેલું ઝાડ સાક્ષાત મંગળદેવનું સ્વરુપ ગણાય છે. જો આ દિશામાં લીમડો ઉછરી જશો તો તેનાથી જીવનનું અમંગળ દૂર થશે.

– સંકટથી મુક્ત અને નિરોગી રહેવું હોય તો લીમડો અચુક વાવવો. આ સ્થિતિમાં લીમડો વાયવ્ય કોણમાં હોવો જોઈએ. વાયવ્ય કોણમાં લીમડો ઉછેરવાથી શરીર રોગમુક્ત રહે છે. ઘરની દક્ષિણ દિશામાં લીમડો વાવવાથી પણ શુભ ફળ મળે છે.

image source

– ઘરની નજીક લીમડો વાવવાથી હનુમાનજીની કૃપા વરસતી રહે છે.

– લીમડાનો ઉછેર કરવાથી શનિ શાંત થાય છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં લીમડા અને શનિ વચ્ચે સંબંધ દર્શાવાયો છે. આ ઉપરાંત માન્યતા છે કે તેનાથી કેતુ પણ શાંત થાય છે.

– જે જાતકનો જન્મ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયો હોય અથવા જેની રાશિ મકર કે કુંભ હોય તેણે પણ લીમડાનો છોડ ઉછેરવો જોઈએ તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ