“મીઠા લીમડાની ચટણી” – આ ચટણી ઢોકળા,હાંડવો ,મૂઠિયાં વગેરે ફરસાણ સાથે સારી લાગેછે.

“મીઠા લીમડાની ચટણી”

સામગ્રી :

2 કપ મીઠા લીમડાના પાન,
1 કપ કોથમીર,
1/2 કપ શેકેલા શિંગદાણાનો ભૂક્કો,
1 નાની ડુંગળી (ઓપ્સ્નલ ),
2 લીલા મરચા,
1 ટુકડો આદું,
1 ટી સ્પૂન લિમ્બુનો રસ,
મીઠુ,

રીત :

-લીમડાના પાન અને કોથમીર ધોઈને સાથે ગ્રાઇન્ડ કરીલો.
-તેની સાથે શિંગદાણાનો ભૂક્કો,આદું-મરચાં અને ડુંગળીને પણ બારીક પીસીલો
-તેમાં મીઠું અને લીમ્બુનો રસ નાખીને મિક્ષ કરીલો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌને રૂપાની વાનગી ગમી હોય તો કોમેન્ટ કરી તેમનો ઉત્સાહ વધારજો !

ટીપ્પણી