જલ્સા કરોને જેંતીલાલ

ફુલ-પાંદડા લઈને દેશી જુગાડથી આ વ્યક્તિ બનાવે છે અનોખા ડ્રેસ

સેલિબ્રિટી જેવાં મોંઘાં ડિઝાઇનર ડ્રેસ પહેરવાની ઈચ્છા દરેક છોકરીને હોય છે. પરંતુ તેને ખરીદી શકવું કોઈ સહેલી વાત નથી હોતી. આવી સ્થિતિમાં એક યુવક છે જે ખૂબ જ ઓછા પૈસામાં દેશી જુગાડથી બોલિવૂડથી લઈને હોલિવૂડ એક્ટરનાં ડિઝાઇનર ડ્રેસની કોપી બનાવે છે.

image source

મળતી માહિતી મુજબ આ વ્યક્તિનું નામ છે સરબજીત સરકાર ઉર્ફે નીલ રણૌત. આ વ્યક્તિ પોલિથીન, કાગળ અને ઝાડના પાંદડાથી આ કિંમતી ડ્રેસ ખૂબ જ ઓછા ભાવે અથવા મફતમાં બનાવે છે. સોશિયલ મીડિયા પર તેની ક્રિએટિવિટીનાં હજારો ચાહકો છે. અહીં આ પ્રતિભાશાળી દેશી ડિઝાઇનર વિશે વાત કરવામાં આવી છે.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે વ્યક્તિની વાસ્તવિક ઓળખ તેની સર્જનાત્મકતા દ્વારા થાય છે. પરંતુ કેટલીકવાર સંસાધનોના અભાવને કારણે તેઓ આગળ વધવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા એ આજની દુનિયામાં એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં કોઈ પણ માણસ રાતોરાત સ્ટાર બની શકે છે. સરબજીત સરકાર ઉર્ફે નીલ રણૌત વિશે વિગતે વાત કરીએ તો આ વ્યક્તિ અભિનેત્રીઓના ડિઝાઇનર ડ્રેસ ખૂબ જ સર્જનાત્મક રીતે ઘરેલું જુગાડ પર કરીને બનાવે છે.

ત્રિપુરાના એક નાનકડા ગામમાં રહેતા લોકો પણ નીલની આ કલ્પનાને ખૂબ પસંદ કરી રહ્યાં છે. જાણવા મળ્યું છે કે નીલનાં ઇન્સ્ટાગ્રામ પર તેના 18.9K ફોલોઅર્સ છે જે તેના કામને પ્રોત્સાહન આપે છે. તાજેતરના ઓસ્કર એવોર્ડ્સ 2021માં Zendayaનો યલો વેલેન્ટિનો ઝભ્ભો ચર્ચામાં રહ્યો હતો જે નીલે પોલિથીન અને કેળાના પાનથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને માત્ર એટલું જ નહીં તેણે બોલિવૂડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને અનોખો લુક આપતાં ડ્રેસની પણ નકલ ભારતીય જુગાડથી કરી હતી.

નીલે પેટીકોટ અને પીળી ટેપથી કિયારા અડવાણીના આ લુકની કોપી કરવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ તેણે કંગના રાણાવતના લુક પેટીકોટ અને ટી-શર્ટની ફૂલોથી કોપી કરી હતી. નીલ કંગના રાણાવતને ખૂબ જ પસંદ કરે છે. તેમને બ્લુ કલર પણ પસંદ છે તેથી તેણે સરલજીત સરકાર પાસેથી તેનું નામ નીલ રાણાવત રાખ્યું છે. આ સાથે નીલ વિશે જાણવા મળ્યું છે કે તે ખૂબ જ ગરીબ પરિવારથી આવે છે. તેથી તેને તેની ક્રિએટિવિટી બતાવવા માટે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નીલે સસ્તામાં મોંઘા ડ્રેસ બનાવવાનું શરૂ કર્યું હતું.

નીલે કાગળોની મદદથી દીપિકાના વેડિંગ લુકને જ સરસ રીતે કોપી કર્યો છે. નીલનાં લિસ્ટમાં નોરા ફતેહી પણ શામેલ છે. તેણે નોરાનો પેટીકોટ લુક અને પોલિઇથિલિનથી બનાવ્યો હતો. આ સાથે કાગળમાંથી ફૂટવેર પણ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોતાનાં અલગ અંદાજમાં આ રીતે ક્રિએટિવિટી કરી નીલ બધાનું દીલ જીતી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version