જો તમારા જીવનમાં લાવશો આ પરિવર્તનો, તો હૃદય રહેશે એકદમ સ્વસ્થ…

સ્વસ્થ હૃદય માટે તમારી જાતને માત્ર આટલા વચન આપો, સ્વસ્થ હૃદય માટે તમારા જીવનમાં લાવો આ પરિવર્તન

માનવ હૃદય એ સમગ્ર શરીરના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે ! તે જ શરીરની એક એક ધમનીઓમાં શુદ્ધ લોહી પુરુ પાડે છે. પણ આ હૃદય જો યોગ્ય રીતે કામ ન કરે તો ! અથવા તો શરીરને સંપુર્ણ સ્વસ્થ રાખનારું આ હૃદય પોતે જ સ્વસ્થ ન રહે તો ! તો તમે સ્વસ્થ રીતે આ દુનિયા પર કેટલા દીવસ સુધી જીવી શકશો ? આ એક મોટો પ્રશ્ન છે પણ જો તમે આજ થી જ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જાગૃત થવા માગતા હોવ તો તમારા હૃદયને આપી દો કેટલાક અતૂટ વચન, બની જશે તમારી સંપુર્ણ લાઇફ હેલ્ધી. સ્વસ્થ હૃદય બનાવશે સ્વસ્થ શરીર અને સ્વસ્થ શરીર બનાવશે સ્વસ્થ જીવન.

image source

સૌ પ્રથમ તો તમે સ્વસ્થ ખોરાક રાંધવાનો અને તેને આરોગવાનોં સંકલ્પ કરો

એક કહેવત છે કે તમે જે ખાઓ છો તે જ તમે હોવ છો. જે સદંતર સાચી વાત છે. આપણી ખાવાની આદતો આપણા હૃદયને સ્વસ્થ કે અસ્વસ્થ બનાવે છે. અવારનવાર પ્રોસેસ ફુડ, જંક ફુડ જેમ કે ચીપ્સ, બહારના સમોસા, ભજીયા, પિઝા વિગેરે તેમજ ઉચ્ચ શર્કરાવાળા ઠંડા પીણા એ તમારા હૃદય માટે શ્રાપ સમાન છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં મીઠુ હોય છે અસ્વસ્થ સેચ્યુરેટેડ ફેટ હોય છે જે હૃદયને ગંભીરે રીતે નુકસાન કરે છે.

image source

ડાયેટમાં અચાનક મોટો ફેરફાર કરવા કરતાં ધીમે ધીમે હળવો ફેરફાર લાવો જેમ કે તમારા ઉપર જણાવ્યા તે પ્રમાણેના ખોરાકને ધીમે ધીમે ઘટાડો અને તેની સામે એટલા જ પ્રમાણનો હેલ્ધી ખોરાક જેમ કે ફ્રુટ્સ, વેજિટેબલ્સ, કઠોળ, સુકામેવા વિગેર લેવાનું શરૂ કરો.

સંકલ્પ કરો કે તમે અને તમારા બાળકો નિયમિત વ્યાયામ કરશો

image source

તમારા બાળકો જે પણ સારું નરસુ શીખે છે તે તમારી પાસેથી જ શીખે છે. માટે તમારે જ તેમના આદર્શ બનવાનું છે. જો તમે મોડે સુધી કામ કરતા રહેશો, પુરતી ઉંઘ નહીં લો, હંમેશા માનસિક તાણ નીચે રહેશો, વ્યવસ્થિત ખોરાક નહીં લો, પુરતુ પ્રવાહી નહીં લો અથવા તો સિગારેટ ફૂંક્યા કરશો તો તેઓ તમને જોવાના અને તમે જેમ કરો છો તેમ જ તેઓ કરવાના.

image source

તેની જગ્યાએ તમે તમારા દીવસના કાર્યોનું એક ટાઇમ ટેબલ બનાવો, તે પ્રમાણે ચાલો, સવારે ઉઠીને સ્વસ્થ નાસ્તો, ત્યાર બાદ વ્યાયામ, પોષણ યુક્ત ખોરાક લો, સમયસર સુઈ જવાનું રાખો આ બધું જ તમારા બાળકો જોશે અને તેમ જ કરશે. શું તમે નથી ઇચ્છતા કે તમારા બાળકો લાંબુ જીવે ? ચોક્કસ ઇચ્છો છો તો દિવસ દરમાયન માત્ર અરધા કલાકનો વ્યાયામ કરો અને તેમની પાસે પણ કરાવો.

image source

સવારે ઉઠીને તેમની સાથે દોડવા જાઓ અથવા તો સાઇકલ ચલાવવા જાઓ અથવા તો સાંજના સમયે સ્ટ્રેસ દૂર કરવા માટે તેમની સાથે પાર્કમાં રમવા જાઓ. આ સિવાય જો તમે એકલા હોવ તો એકાદું કૂતરુ પણ પાળી શકે છે. એક અભ્યાસ પ્રમાણે કૂતરુ પાળનાર વ્યક્તિનું હૃદય ઘણું સ્વસ્થ હોય છે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ધૂમ્રપાનથી મુક્ત થાઓ તેને છોડતાં જ તમારા શરીરમાં અત્યંત સકારાત્મક પરિવર્તન જોવા મળશે.

તમારા કામના સ્થળે એક અલગ જ સ્વસ્થ ચિલો ચાતરો

image source

ઘણા બધા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે હેપ્પી અને હેલ્ધી વર્કફોર્સ એટલે કે કર્મચારીઓ સામાન્ય કર્મચારીઓ કરતાં ક્યાંય વધારે પ્રોડક્ટીવ હોય છે. જો તમે એક મોટા એમ્પ્લોયર હોવ તો તમારા કર્મચારીઓ માટે ઓફિસમાં એક જીમની વ્યવસ્થા કરો. જેથી કરીને તેઓ દિવસ દરમિયાન અરધો કલાક વ્યાયામ કરી શકે. તમને જણાવી દઈએ કે એક્સરસાઇઝ કરવાથી એન્ડોર્ફીન્સ નામનું તત્ત્વ રીલીઝ થાય છે જે માણસને આનંદિત બનાવે છે. જો તમે તેમ ન કરી શકો, જો તમારી ઓફિસમા તેવું શક્ય ન હોય તો બ્રેક ટાઈમમાં 20-25 મિનિટ ચાલવાનું રાખો.

એક સ્વસ્થ લાઇફ સ્ટાઇલ અપનાવવાનો સંકલ્પ કરો

image source

સ્વસ્થ લાઇફ સ્ટાઇલ એટલે યોગ્ય સમયે ઉઠવું, નાશ્તો કરવો, વ્યાયામ કરવો, ભોજન લેવું, યોગ્ય કલાકો સુધી કામ કરવું, પુરતા કલાકો ઉઁઘ લેવી. અને સૌથી મહત્ત્વનું યોગ્ય સમયે સ્વસ્થ ખોરાક લેવો. આ બધું જ તમારા હાથમાં છે. –જો તમે તમારી લાઇફ સ્ટાઇલને સ્વસ્થ રીતે મેનેજ કરી શકશો તો તમે ડોક્ટરોથી જોજનો દૂર રહી શકશો. લાઇફસ્ટાઇલ સુધારવાનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી માત્ર તમે જ નહીં પણ તમારું કુટુંબ પણ સ્વસ્થ રહેશે અને સ્વસ્થ રહેશે તો સુખી અને આનંદીત પણ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ