આ સરળ એક્સેસાઇઝ કરીને દૂર કરી દો ડોકનો દુખાવો

ડોકના દુઃખાવા માટે કરો આ સરળ એક્સરસાઇઝ

આજે ઓફિસનું લગભગ બધું જ કામ તમારે લેપ-ટોપ અથવા તો ડેસ્ક ટોપ પર કરવાનું રહે છે. પછી તે પ્રેઝેન્ટેશન તૈયાર કરવાનું કામ હોય, લાખોના હીસાબ રાખવાનું કામ હોય, કે પછી એચ.આરનો ડેટા રાખવાનું કામ હોય બધું જ બેઠા બેઠા ડેસ્ક પર કરવાનું હોય છે.

image source

અને રોજ એકધારા 8-10 કલાક બેઠાબેઠા કામ કરવાથી તેમજ એક જ દિશામાં કલાકો સુધી જોતા રહેવાથી તેમજ અસહજ સ્થિતિમાં એકધારા બેઠા રહેવાથી તમારી ડોક તેમજ તમારી કરોડ રજ્જુમાં સતત દુઃખાવો થઈ શકે છે.

ઘણીવાર તો દુઃખાવો એટલી હદે વધી જાય છે કે તમને ડોકને એકથી બીજી દિશા તરફ હલાવી પણ નથી શકતા. ક્યારેક નસ પણ ચડી જાય છે. પણ આ સમસ્યાને તમે કેટલીક સરળ એક્સરસાઇઝ કરીને દૂર કરી શકો છો. આ સરળ એક્સરસાઇઝ કરવાથી તમને માત્ર ડોકના દુઃખાવામાં જ રાહત નહીં મળે પણ તમારું પોશ્ચર પણ સુધરશે અને તમારા મસલ્સની લવચીકતા પણ વધશે. તો ચાલો જાણીએ આ સરળ વ્યાયામો વિષે.

ડોકને બન્ને બાજુ ફેરવાની સ્ટ્રેચ એક્સરસાઇઝ

image source

આ રીતે કરો આ એક્સરસાઇઝ

પ્રથમ સ્ટેપઃ જમીન પર તમને અનુકુળ હોય તેમ પલાઠી વાળીને ટટ્ટાર બેસી જવું. હવે તમારું માથું જમણી તરફ ફેરવો અને તમારા જમણા શોલ્ડર તરફ નજર કરો. હવે તે જ સ્થિતિમાં 10 સેકન્ડ રહો.

image source

બીજું સ્ટેપઃ હવે તમારું માથું ડાબી તરફ ફેરવો અને તમારા ડાબા ખભા તરફ નજર કરો. હવે તે જ સ્થિતિમાં 10 સેકન્ડ રહો. હવે ફરી પાછા નોર્મલ સ્થિતિમાં આવી જાઓ. આ જ એક્સરસાઇઝને તમારે 7-10 વાર રિપિટ કરવી.

છાતીથી હડપચીની સ્ટ્રેચ એક્સરસાઇઝ

આ રીતે કરો આ એક્સરસાઇઝ

પ્રથમ સ્ટેપઃ સૌ પહેલા તમારે જમીન પર અનુકુળ સ્થિતિમાં બેસી જવું. બેસતી વખતે તમારા હાથ તમારા પગ પર ટેકવેલા રાખવા અને કરોડરજ્જુ તટસ્થ સ્થિતિમાં રાખો.

image source

બીજુ સ્ટેપઃ હવે હળવેથી તમારા માથાને તમારી છાતી તરફ નમાવો. તમારી ડોક તરફની પીઠ ખેંચાય ત્યાં સુધી તમારું માથું તમારી છાતી તરફ નમાવો.

ત્રીજુ સ્ટેપઃ હવે આ જ સ્થિતિમાં તમારે 10 સેકન્ડ રહેવું. અને ફરી પાછું તમારે તમારું માથું ઉંચકવું અને ઉપર સિલિંગ તરફ જોવું.

ચોથું સ્ટેપઃ હવે આ જ સ્થિતિમાં 10 સેકન્ડ રહેવું અને ફરી પાછું નોર્મલ સ્થિતિમાં આવી જવું. હવે આજ એક્સરસાઇઝને તમારે 5થી 10 વાર રિપિટ કરવી.

image source

ખભા ગોળ ગોળ ફેરવવાની સ્ટ્રેચ એક્સરસાઇઝ

આ રીતે કરો આ સ્ટ્રેચ એક્સરસાઇઝ

પ્રથમ સ્ટેપઃ આ એક્સરસાઇઝ કરવા માટે તમારે જમીન પર ઉભા રહેવું. તમારી કરોડ રજ્જુ તટસ્થ સ્થિતિમાં હોવી જોઈએ અને તમારા હાથ તમારી બાજુમાં હોવા જોઈએ.

image source

બીજું સ્ટેપઃ તમારા ખભાને પાછળની તરફ ગોળ-ગોળ ફેરવો. આ પ્રક્રિયા તમારે પાંચ વાર રીપીટ કરવી. હવે આ જ રોટેશન તમારે બીજી દીશામાં એટલે કે આગળની તરફ રીપીટ કરવી. આ સ્ટ્રેચ તમે પાંચથી સાત વાર કરી શકો છો.

નોંધ- આ એક્સરસાઇઝ તમે બન્ને હાથે એક-એક ખભો પકડીને પણ કરી શકો છો.

પીઠની પાછળ ડોક સ્ટ્રેચ કરવાની એક્સરસાઇધ

આ રીતે કરો આ સ્ટ્રેચ એક્સરસાઇઝ

પ્રથમ સ્ટેપઃ તેના માટે તમારે જમીન પર ઉભા રહેવું. તમારા હીપ્સની વીડ્થ પર તમારા પગને પહોળા કરી રાખવા અને તમારા હાથ બાજુ પર રાખવા.

બીજું સ્ટેપઃ હવે તમારા બન્ને હાથને પાછળની તરફ લઈ જાઓ અને તેને ટાઇટ્લી એકબીજા વડે પકડી રાખો. આવું કરતી વખતે તમારા બાવડા ટટ્ટાર રહે તેનું ધ્યાન રાખો.

image source

ત્રીજુ સ્ટેપઃ હવે તમારાહાથને તમારા શરીરથી દૂરરાખો અને તમારી ડોકને ડાબી બાજુ નમાવો. હવે આ જ સ્થિતિમાં 10 સેકન્ડ્સ રહેવું. હવે આ જ પ્રક્રિયા તમારે જમણી બાજુ પુનરાવર્તિત કરવી.

ડાબી-જમણી તરફ વળવા અને ફરવાની સ્ટ્રેચ એક્સરસાઇઝ

આ રીતે કરો આ એક્સરસાઇઝ

પ્રથમ સ્ટેપઃ સૌ પ્રથમ તો તમારે જમીન પર બેસી જવું. અહીં તમે ખુરશી પર પણ બેસી શકો છો.

બીજું સ્ટેપઃ હવે તમારી ડોકને જમણી તરફ જુકાવો અને ત્યાર બાદ ધીમે ધીમે તમારા માથાને ઘડિયાળના કાંટાની દીશામાં ફેરવો. આવું કરતી વખતે તમને તમારી ડોક પર તાણ અનુભવાવી જોઈએ.

image source

ત્રીજું સ્ટેપઃ હવે માથુ ફેરવતા તમે ડાબા ખભા તરફ પહોંચો ત્યારે તે જ સ્થિતિમાં તમારે 10 સેકન્ડ રહેવું. અને ફરી પાછું તમે જે પોઇન્ટ પર રોટેશન કરવાનુ શરૂ કર્યું હતું ત્યાં આવી જવું.

ચોથું સ્ટેપઃ આ એક્સરસાઇઝનું આવી જ રીતે પાંચથી સાત વાર પુનરાવર્તન કરવું. અને તેવી જ રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ પાંચથી સાત વાર પુનરાવર્તન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ