તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર…

તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર

ઘણીવાર એવું બનતું હોય છે કે તમારો ચહેરો તો પુનમના ચંદ્ર જેવો લાગતો હોય છે પણ જ્યારે તમે પાછા વળો ત્યારે તમારી ડોક તો જાણે અમાસ જેવી કાળી લાગે છે. તમારે તમારા સૌંદર્યની સંભાળ લેતી વખતે માત્ર તમારા ચહેરાની જ સંભાળ નથી લેવાની પણ તમારા સૌંદર્યમાં વધારો કરતાં સંપુર્ણ શરીરની સંભાળ લેવાની હોય છે.

image source

ચેહરાની સંભાળ લેતી વખતે ખાસ કરીને તમારી ડોક હંમેશા અવગણાઈ જાય છે અને તે ત્યારે ઉડીને આંખે વળગે છે જ્યારે તમારો ચહેરો સુદંર ચંદ્રમાં જેવો લાગે છે પણ તમારી ડોક કાળી લાગે છે. ડોકને જો રોજ ચોખી કરવામાં ન આવે તો તેના પરની કાળાશનો થર જડ બની જાય છે અને તેની કાળાશ દૂર કરતાં પણ વધારે સમય લાગે છે. માટે જ્યારે જ્યારે તમે તમારા ચહેરાની કેર કરો ત્યારે સાથે સાથે તમારે તમારી ડોકની પણ કેર કરવી જોઈએ.

કેળા

image source

ડોકને મુલાયમ, ગોરી અને ચમકદાર બનાવવા માટે તમારે કેળા સાથે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનો છે. આ બન્ને વસ્તુનું મિશ્રણ એક પ્રકારનો પેક બનાવશે. તેના માટે તમારે એક મધ્યમ કદનું કેળું લેવાનું છે તેને મેશ કરી લેવું હવે તેમાં એકચમચી ઓલીવ ઓઇલ ઉમેરી દેવીં. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે પેસ્ટને તમારે તમારી ડોક પર લગાવી લેવી. તેને તેમજ 15-20 મિનિટ લગાવી રાખવું. ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લેવું. આ પેક તમને જરા પણ નુકસાન નથી કરતો તેને તમે અઠવાડિયામાં બે-ત્રણવાર અજમાવી શકો છો.

લીંબુ

image source

ડોકને ચહેરા જેવી ધોળી બનાવવા માટે તમારે બે ચમચી લીંબુનો રસ લેવો તેમાં એકથી બે ચમચી ગુલાબ જળ ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે રુના પુમડા વડે તમારી ડોક પર લગાવવું. તેને તેમ જ આખી રાત માટે રહેવા દેવું. આ પ્રયોગ માત્ર અઠવાડિયા સુધી કરવાથી તમને તમારી ડોકની ત્વચા ઉજળી થતી દેખાશે. આ પ્રયોગ તમે એક મહિના સુધી ચાલુ રાખી શકો છો. પણ જ્યારે તમને તમારી ડોકના રંગથી સંતોષ થઈ જાય ત્યારે તમારે આ પ્રયોગ બંધ ન કરવો પણ તેને ઓછો કરી દેવો એટલે કે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવો જેથી કરીને તમારા ચેહરા સાથે તમારી ડોકનો રંગ પણ મેચ થાય.

બેકીંગ સોડા

image source

બેકિંગ સોડા તમારા સૌંદર્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. તે ત્વચાને લગતી હાઇપર પિગ્મેન્ટેશની અસરને પણ દૂર કરી શકે છે. તેના માટે તમારે એક વાટકીમાં બે ચમચી બેકિંગ સોડા લેવું હવે તેની જાડી પેસ્ટ બને તેટલું તેમાં પાણી ઉમેરવું. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે ગળીની મદદથી તમારી ડોક પર લગાવી લેવી. તેને તેમજ અરધો કલાક રાખવું. આમ કરવાથી ડોક પરની મૃત ત્વચા દૂર થઈ જશે. અને ડોક પર જામેલી કાળી ચામડીની પરત દૂર થઈ જશે.

ઓટ્સ

image source

ઓટ્સનો નાસ્તો નિયમિત કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે જ્યારે ઓટનો ઉપયોગ સ્ક્રબર તરીકે તમે તમારી ડોક પર કરશો તો તમારી ડોક મુલાયમ અને ગોરી બનશે. તેના માટે તમારે એક વાટકીમાં ત્રણ-ચાર ચમચી ઓટ્સ લેવા તેને મિક્સરમાં વાટી લેવા હવે તેમાં દહીં અથવા તો દૂધ અથવા તો ગુલાબજળ અથવા તો ટામેટાની પ્યુરી ઉમેરવી. ઓટ્સના પાઉડરને 10-15 મિનિટ તેમાં પલળવા દેવું. ત્યાર બાદ તે પેસ્ટને તમારે ગળાની આસપાસ લગાવવું અને તેનાથી ડોક ઘસવી ત્યાર બાદ તેને તેમ 15-20 મિનિટ રહેવા દેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર કરી શકો છો.

image source

આ પેસ્ટ સ્ક્રબરનું કામ કરશે અને તે તમારી ડોક પર જામેલી મૃત ચામડીને દૂર કરશે અને તેની નીચે છૂપાયેલી નવી ચામડીને શ્વાસ લેવાનો મોકો મળશે. અને સાથે સાથે જ ડોકની ત્વચા મુલાયમ અને ચમકીલી પણ બનશે.

ડોક માટેની કેટલીક ખાસ કાળજી

– સૌ પ્રથમ તો તમારે તમારા ચહેરા જેટલી જ કાળજી તમારી ડોકની પણ લેવી. નાહતી વખતે ચહેરો જે રીતે ઘસીને સાફ કરો છો તે જ રીતે તમારી ડોક પણ સાફ કરવી. જો નિયમિત આમ કરશો તો ભાગ્યે જ કાળી ડોકની સમસ્યા ઉભી થશે.

image source

– તમે જ્યારે ક્યારેય ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવતા હશો તો તે સમયે તમારે તમારી ડોક પર પણ સનસ્ક્રીન લગાવવું. ઘરમાંથી બહાર નીકળવાના હોવ તે પહેલાં પંદર મિનિટે સનસ્ક્રીન લગાવી લેવું જેથી કરીને તે તમને સૂર્યના પ્રકાશથી યોગ્ય રીતે પ્રોટેક્ટ કરી શકે.

– સનસ્ક્રીન પસંદ કરતી વખતે તમારા વિસ્તારમાં જે રીતે તડકો પડતો હોય તે પ્રમાણેનું સનસ્ક્રીન લોશન પસંદ કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ