ગુજરાતી ના ઘર માં ગાંઠિયા અને ચેવડો ના હોય એવું ના બને… ગુજરાત માં ઘણા પ્રકાર ના ચેવડો લોકપ્રિય છે. ચા સાથે કે બાળકો ને નાસ્તા માં દેવા માટે ઉત્તમ વિકલ્પ છે. નાયલોન પૌઆ નો શેકેલો ચેવડો મારો સૌથી પ્રિય ચેવડો છે. તળેલા કરતા તેલ પણ ઓછું , મસાલા ઓછા અને સ્વાદિષ્ટ .. આશા છે પસંદ પડશે…
સામગ્રી :
300 gm નાયલોન પૌઆ
2 ચમચા તેલ
1 વાડકો દાળિયા
1 વાડકો કાચી શીંગ
1 વાડકો ખમણેલું સૂકું ટોપરું
4 5 તીખા લીલા મરચા , બારીક સમારેલા
થોડા લીમડા ના પાંન
મીઠું
2 ચમચા ખાંડ નો ભૂકો
1 ચમચી હિંગ
2/3 ચમચી આમચૂર ભૂકો
રીત ::
સૌ પ્રથમ આપણે પૌઆ ને શેકીશું. આપ તડકે પણ શેકી શકો છો. નહીં તો મારી જેમ એલ્યુમિનિયમ ની જાડી કડાય માં ધીમા તાપે શેકો.
નોંધ :
ટોપરું ખમણવું જરૂરી નથી. આપ ચાહો તો ટુકડા પણ કરી શકો .
ખાંડ અને મીઠા નું પ્રમાણ આપ સ્વાદ મુજબ રાખી શકો.
જરૂર મુજબ દરેક માપ વધારે કે ઓછું કરી શકાય..
આ રેસીપી નો વિડિઓ જોવા અહીં ક્લિક કરો..
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.