નાયલોન પૌઆ ચેવડો – વેકેશનમાં દરરોજ બાળકોને અલગ અલગ નાસ્તો બનાવીને આપો, ખુશ થઇ જશે…

ગુજરાતી ના ઘર માં ગાંઠિયા અને ચેવડો ના હોય એવું ના બને… ગુજરાત માં ઘણા પ્રકાર ના ચેવડો લોકપ્રિય છે. ચા સાથે કે બાળકો ને નાસ્તા માં દેવા માટે ઉત્તમ વિકલ્પ છે. નાયલોન પૌઆ નો શેકેલો ચેવડો મારો સૌથી પ્રિય ચેવડો છે. તળેલા કરતા તેલ પણ ઓછું , મસાલા ઓછા અને સ્વાદિષ્ટ .. આશા છે પસંદ પડશે…

સામગ્રી :

300 gm નાયલોન પૌઆ

2 ચમચા તેલ

1 વાડકો દાળિયા

1 વાડકો કાચી શીંગ

1 વાડકો ખમણેલું સૂકું ટોપરું

4 5 તીખા લીલા મરચા , બારીક સમારેલા

થોડા લીમડા ના પાંન

મીઠું

2 ચમચા ખાંડ નો ભૂકો

1 ચમચી હિંગ

2/3 ચમચી આમચૂર ભૂકો

રીત ::


સૌ પ્રથમ આપણે પૌઆ ને શેકીશું. આપ તડકે પણ શેકી શકો છો. નહીં તો મારી જેમ એલ્યુમિનિયમ ની જાડી કડાય માં ધીમા તાપે શેકો. વચ્ચે હલાવતા રહેવો. બહુ જોર થી ન હલાવું, નહીં તો પૌઆ નો ભૂકો થઈ જશે .. પૌઆ ને હાથ મા લઇ ટુકડો કરી જોવો જો પાપડ ની જેમ તૂટે તો પૌઆ થઈ ગયા અને હજુ ચાવવા પડે છે એવું લાગે તો શેકવાનું શરૂ રાખો.. પૌઆ નો કલર ન બદલી જાય એ બાબત નું ધ્યાન રાખશો.. પૌઆ ને મોટા તપેલા માં કાઢી ને રાખો . તેમાં મીઠું, આમચૂર અને ખાંડ નો ભૂકો ભભરાવો.. હવે કડાય માં તેલ ગરમ કરો. ધીમી આંચ જ રાખવી … સૌ પ્રથમ શીંગ ઉમેરવી… થોડી વાર પછી દાળિયા. દાળિયા થોડા શેકાય એટલે એમાં સમારેલા લીલા મરચા અને લીમડો ઉમેરો . ત્યારબાદ ખમણેલું ટોપરું ઉમેરો. મારચા અને લીમડા માં પાણી નો ભાગ ના રહેવો જોઈએ તેમજ શીંગ , દાળિયા અને ટોપરું બળી ના જાવા જોઈએ .. શીંગ ને શેકતા વધારે વાર લાગશે અને ટોપરું તરત થઈ જશે તો ધ્યાન રાખવું … બધું સરસ શેકાય જાય એટલે એમ હિંગ અને હળદર ઉમેરી મિક્સ કરો. તુરંત આ બધું શેકેલા પૌઆ માં મિક્સ કરો… હળવા હાથે સરસ મિક્સ કરો અને તૈયાર છે આપનો શેકેલો ચેવડો ..

નોંધ :

ટોપરું ખમણવું જરૂરી નથી. આપ ચાહો તો ટુકડા પણ કરી શકો .

ખાંડ અને મીઠા નું પ્રમાણ આપ સ્વાદ મુજબ રાખી શકો.

જરૂર મુજબ દરેક માપ વધારે કે ઓછું કરી શકાય..

આ રેસીપી નો વિડિઓ જોવા અહીં ક્લિક કરો..


રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.