તણાવ – લેખિકાએ લખી એવી વાત જે વાંચીને તમે દુઃખમાં પણ હસતા શીખશો!!!!!!

તણાવ

તણાવ આને અંગ્રેજી માં સ્ટ્રેસ કહે છે. આજે હું તમને તણાવ થી થતા સામાન્ય રોગો વિષે કહું છું
જે આગળ જતા જટિલ રોગોમાં પરિવર્તન થાય છે અને માણસ ને આખી જિંદગી દવા લેવી પડે છે.જે માણસો નાની નાની વાત માં ગુસ્સે થતા હોય તે કોઈ પણ કારણ વગર પણ તણાવ માં રહે છે.અને એમને કબજિયાત વધારે રહે અને તેના કારણે તેમને પેટમાં વાયુ થાય અને એના કારણે તેમને બેચેની અનેઆ વાયુ વધારે પ્રમાણ માં થાય ત્યારે માથા માં જતો રહે અને માથું દુખે અને માથું ભારે લાગે અને તમે એવું વિચારવા લાગો કે મને કોઈ રોગ થયો છે અને માથું દુખે છે અને પેટમાં પણ કાંઈક ગરબડ છે. અને તમે વગર  કારણે પણ એલોપથી દવા તમારા શરીર માં જવાદો છો જેની જરૂર નથી અને વધારે પડતી એલોપથી દવા જે તમને જરૂર નથી છતાં પણ ચાલુ રાખો તો તે તમારા હોર્મોન્સ ઈન બેલેન્સ કરી દે છે અને તમને બીજી જે ના થવાની હોય તે તકલીફ પણ ઘણી વખત થઇ શકે છે.

માટે આ એકલું કબજીયાત પૂરતું નથી !!! તણાવ થી માણસ ઘણું બધું ગુમાવે છે એ કોઈની સાથે ખુલ્લા દિલ થી વાત નથી કરી શકતો કે નથી હંસી શકતો એને કોઈ કામ માં આંનદ નથી આવતો તણાવ ગ્રસ્ત માણસ દરેક વાતમાં નેગટીવ વિચારે અને નાની નાની બાબત માં ચિંતા કરે એના કારણે એને બ્લડ પ્રેશર આવે અને બી પી ની દવા ચાલુ કરવી પડે અને શાથે હાર્ટ ની તકલીફ થાય ચિંતા અને ગભરાઈ જવાને કારણે ઘણી વખત હાર્ટ બીટ વધી જાય અથવા ઓછા થઇ જાય અને સાથે હાર્ટ ની પણ દવા લેવી પડે અને માણસ મનથી નબળો પડતો જાય માટે!!!!

ખુશ રહો☺☺☺☺ દરેક પરિસ્થિતિ માં સમ ભાવ રાખો કોઈપણ કામ નો સ્ટ્રેસ ના લો દરેક વસ્તુ એના સમય મુજબ જ થવાની છે એને ઉતાવળે કરી માનસિક તણાવ ઉભો ના કરો મુખ ઉપર હંમેશા પ્રસન્નતા રાખો ખુશ રહો હસતા રહો એનો ફાયદો એ થાય કે જે કોઈ વ્યક્તિ તમને મળે એ પણ તમને સ્માઈલ આપે અને તમને કોઈ ફરિયાદ ના રહે કે આણે
મને જોઈ મોઢું ચડાવ્યું!!!! કારણ આપળેજ હસતા હોઈએ એટલે સામે વળાઓ આપો આપજ સ્મિત કરશે તમારો ચેહરો ગ્લો કરશે!!!! સ્કિન સારી રહે . ખુશ રહેવાથી ચહેરાની કરચલી ઉમર થાય તો પણ ઓછી દેખાય છે ગુસ્સો કરવાથી તણાવમાં રહેવાથી ચહેરા ના હાવભાવ બદલાય છે અને ત્યાંના મસલ્સ તંગ થાય અને ચેહરાની ચામડી ખેંચાય અને અને આવું વારમ વાર થાય એટલે ત્યાંની ચામડી માં કરચલી પડે. માટે તમે ગમે તેટલું સારું જમો કે સારા કપડાં પહેરો કે સારી મોઘી ગાડી માં ફરો પણ તમે તણાવમાં રહો તો આ બધું કઈ કામનું નથી માટે દરેક નાની નાની વાત નો આંનદ લો જે છે તેમાજ ખુશ રહો અને જે જેવું છે. તેવુંજ રેહવાદો એને બદલવાની કોશિશ ના કરો કારણ તમે જેવું ઈચ્છો તેવું ના થાય એટલે તમને તણાવ આવે અને બીજાના લીધે તમારે સ્ટ્રેસ માં રેહવું પડે માટે નાની નાની બાબતોને ઇગ્નોર કરો જવાદો . .ધ્યાનમાં ના લો અને પછી જુવો કેટલો આંનદ આવે છે.પોતાની જાત સાથે સમાધાન કરી લો કે મારે આ લોકો સાથે ને આ પરિસ્થિતિ માંજ રહેવાનું છે તો હું બીજા માટે મારુ મગજ શું કરવા બગાડું????અને તમે તણાવ માંથી મુક્ત થશો અરે યાર… ભગવાને આ મનુષ્ય અવતાર એકજ વાર આપ્યો છે તો એને માણો એને જીવો અને ખુશ રહો જીવનની દરેક પલને જીવો આ જિંદગી ખુબ જ સરસ છે અને મારે એ જીવવી છે બસ એ ભાવના સાથે દરરોજ સવારે ઉઠો અને ભગવાનનો આભર માનો આ સુંદર જીવન આપ્યા બદલ ..

હું એવી આશા રાખું છું કે જે આ વાંચે એતો જરૂરથી સ્માઈલ કરશે અને બધા હેપ્પી અને હેલ્થી લાઈફ જીવે તેવી મારી શુભેચ્છા. ..☺☺☺☺☺☺☺☺

તણાવ મુક્ત જીવન એટલે રોગ મુક્ત જીવન કેહવાય. કારણ માણસને રોગો કરતા એના એના ભય થી વધુ તણાવ પેદા થાય છે.માટે રોગ હોય તો પણ તનાવ રાખવો નહી તો રોગ જલ્દી ઠીક થશે અને હવે તો દરેક રોગ નો ઈલાજ શક્ય છે.માટે એના થી સ્ટ્રેસ કરવાને બદલે જલ્દી સારા કેવી રીતે થવું તે વિચારો positiv રહો ખુશ રહો.. ..કહેવત છેને! જે હસે તેનું ઘર વસે! પણ આપણે તો આપણું શરીર તંદુરસ્ત રાખવું છે મન તંદુરસ્ત રાખવું છે માટે હસવું છે.☺☺☺☺

લેખિકા : નયના નરેશ પટેલ

જીવન ઉપયોગી પોઝીટીવ વિચારો વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી