11 દિવસ માટે દુલ્હન – અમેરિકાના ભારતીય પુરુષ સાથે લગ્ન પછીના 9 દિવસ તો ખૂબજ પ્રેમ અને હૂંફમાં ગયા પણ અચાનક…

હા ફક્ત 11 દિવસ માટે દુલ્હન….. માર્ગી ….

માર્ગી… આ એ માર્ગીની વાત કરું છુ જે ફક્ત 11 દિવસ માટે દુલ્હન બને છે. અમારા ગામમાં આ માર્ગીને બધા એક મહેનતુ અને માં બાપ ની સેવા કરનારી અને પોતાની 2 બહેન ને પરણાવી અને ઘરની બધે-બધી જવાબદારી નિભાવ નાર બહાદુર છોકરી તરીકે ઓળખે. માર્ગી નોકરી કરતી અને જે પગાર આવે તે પોતાના ઘરના સભ્યો પાછળ ખર્ચ કરતી અને કયારેય પોતાના માટે કંઇજ નહી વિચારતી હવે માર્ગી ની બંને બેન પરણીને સેટ થઇ ગઇ અને માર્ગીના માં અને બાપુજી પણ હવે નથી રહ્યા ને માર્ગી ને કોઈ ભાઈ નથી એટલે હવે પોતાનું ઘરમાં કોઈ ના રહ્યું એટલે માર્ગી એકલી પડી. જોબ કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી. જોબ પણ એટલા મોટા પગાર વાળી નહી. એનું ચાલે એટલુંતો કમાઈ લેતી પણ આ બધું કરવામાં માર્ગી ની ઉમરં થઇ ગઇ. માર્ગી ચાલીસ વર્ષ ની થઇ દેખાવમાં જાડી ને ગોળ મટોળ પણ હસમુખી. બધાને બોલાવે અને બધા એને પણ પ્રેમ થીજ બોલાવતા. ગામડાંમાં હજુ પણ આ પ્રથા સારી છે, એક બીજાનું ધ્યાન રાખવાની.
એવામાંજ માર્ગી માટે એક નજીકના સગાએ વાત બતાવી અને માર્ગી ખુશ થઇ ગઈ મારે માટે? કાકી તમે મારે માટે વાત લાવ્યા! તમને ખબર છે મારી ઉમર ચાલીસ થઇ છે, હું જાડી દેખાવ છું અને મને કોણ પસંદ કરશે? અને કાકી બોલ્યા છોકરો અમેરિકા નો છે અને અહીં લગ્ન કરવા આવે છે અને એ પણ ચાલીસ નો જ છે અને માર્ગી જાણે સપનું જોતી હોય તેવું લાગ્યું. એને મનોમન ભગવાનને પ્રાથના કરી, હે પ્રભુ મારી બધી મહેનતનું ફળ મને તે આપ્યું છે. તને ખબર છે મારા પ્રભુ મને હંમેશા બહારના છોકરાનિજ ઈચ્છા હતી પણ ઘરની જાવાબદારી ને લીધે મેં મારા બધા અરમાન દિલ ના કોઈક ખૂણામાં બંધ કરી દીધા હતા અને આજે આ વાત આવવાથી મારી બધી ઈચ્છાઓ જાગૃત થઇ પણ પ્રભુ તને જે યોગ્ય લાગે તે કરજે. અને એને કાકીને છોકરાને જોવા લઇ આવજો આવું કીધું. કાકી બે દિવસ પછી એક ઉંચા, ગોરા અને સ્માર્ટ છોકરાને લઇ આવ્યા. માર્ગી તો એને જોઈનેજ આભી બની ગઇ ! અને કાકી એ ઓળખાણ આપી, આ મયંક. અને મયંક માર્ગી ને હાઈ કર્યું અને ઘરમાં માર્ગી શિવાય કોઈ હતુંજ નહી એટલે માર્ગી એ ચા નાસ્તો આપ્યો અને બંને વચ્ચે વાત ચિત નો દોર ચાલુ થયો અને બંને ની કહાની એકજ જેવી એટલે એવું લાગ્યું કે મયંક માર્ગી માટેજ બન્યો છે.!મયંકે પોતાનો પરિચય આપ્યો હું અમેરિકા માં છેલ્લા 20 વર્ષ થી છું મારી મોટેલ છે અને અહી ગામમાં બે ઘર છે અને હું માં બાપ વગરનો દાદા દાદી સાથે મોટો થયેલો છું એટલે ગામમાં મારા દાદા અને દાદી અને ફોઈ છે અને હું દર વર્ષે આવી થોડા દિવસ રહી પાછો જતો રહું છું. પણ આ વખતે મારા બાના આગ્રથી હું તમને જોવા આવ્યું છું એટલે એનો મતલબ કે આપણા બંને નું કોઈ નથી! મારે પણ માં બાપ નથી બે બહેન છે જે પરણી સાસરે છે અને હું એકલી છું…..

પણ તમે તો આટલા સરસ છો તો મને પસંદ કરશો? અને ત્યાંજ મયંકકે હસીને કહ્યું મારે શરીર શાથે કોઈ લેવા દેવા નથી બસ તું મને સમજે એજ મારા માટે બવ છે. અને માર્ગી એક રાજકુમાર આવ્યો છે પોતાના માટે સાત સમુદ્ર પર કરી ફક્ત મારા માટે જ……એવું સપનું જોતી હોય તેવું લાગ્યું. પણ હકીકત માં આ રાજકુમારે બે દિવસમાં જ રજીસ્ટર અને સાદાઈથી
લગ્ન કરી લીધા અને માર્ગી 40 વર્ષે પણ જાણે 20 વર્ષની નવોઢા જેવી લગતી.

ગામમાં બધા વાતો કરવા લાગ્યા કે જો માર્ગી ના નસીબ ઉગડી ગયા. જો અમેરિકા નો છોકરો મળ્યો અને એ પણ કરોડપતિ. અહીં ગામમાં પણ ઘર ગાડી નોકર અને પૈસા ની કોઈ કમી નહી. માર્ગી સાસરીમાં ગઇ. દાદી એ ખુબ સરસ સ્વાગત કર્યું નવી વહુનું અને એક ગરીબ ઘરની માર્ગી આજે એક મહેલ જેવા ઘરમાં આવી. ક્યાં પોતાનું ગામડાનું એક રૂમ નું ઘર અને ક્યાં આ મહેલ! બધુજ અલગ પણ મયંક ખુબજ સરસ સ્વભાવનો ખુબજ પ્રેમાળ અને માર્ગી ને ચાલીશ વર્ષની ઉંમરે કોઈએ એટલો પ્રેમ નહી આપ્યો હોય એટલો પ્રેમ મયંકે એને આ ચાર દિવસમાં આપ્યો. હવે મયંકને છ દિવસ પછી જવાનું હતું એટલે નજીકમાં હનીમૂન કરવા આબુ ગયા અને બે દિવસ માંજ પાછા આવ્યા. પણ આ બે દિવસમાં મયંક અને માર્ગી એટલા નજીકઆવી ગયા કે એકબીજાના વગર એક મિનિટ રેહતા નહી અને મયંક માર્ગી ને કહે ડાર્લિંગ તું ક્યાંય ના જા. મારા ગયા પછી તને એક મહિના પછી બોલાવવાની છે એટલે હમણાં જેટલો સમય સાથે રેહવા મળે તે સારું. અને માર્ગી પિયરની કોઈ રસમ નિભાવવા ના ગઇ અને
મયંક સાથેજ રહી.

આજે એમના લગ્નનો નવમો દિવસ હતો અને મયંકને જવાની તારીખ પણ નજીક આવી રહી હતી અને અચાનક મયંક ને ઠંડી લાગી તાવ આવ્યો અને એનું શરીર ધ્રુજવા લાગ્યું ને તાવ પણ એટલે માર્ગી એ તેને દવા આપવાની વાત કરી તો મયંક કહે મારી અમેરિકા ની દવા છે જે તાવની છે એજ મને આપ. અને દવા લીધા પછી તેને થોડું સારું લાગ્યું પણ માથું ભારે ભારે લાગ્યું અને સવારે માર્ગી એ ડોક્ટર ને બતાવવા જવા કહ્યું. માર્ગી અને મયંક ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર દવા અને ઇન્જેક્શન આપ્યું અને તેમને મેલેરિયા છે એવું નિદાન થયું. પછી ઘરે જઇ આ ચાર ટેબ્લેટ એક શાથે લેવાની કહી અને જેવી દવાલીધી કે તરતજ તેને ગભરામણ થવા લાગી અને આખા શરીરમાં પરશેવો અને શરીર લાલ થઇ ગયું અને એની હાલત વધુ બગડી પણ એ માર્ગી ને એવુજ કેતો તું ચિંતા ના કર મને સારું થઇ જશે ! !ડોન્ટ વરી ડાર્લિંગ!!
માર્ગી ધ્રૂસકેધ્રૂસકે રડવા માંડે છે આ શું થઇ ગયું મયંક. અને મયંક તેને પોતાની નજીક લઇ એટલું જકહે છે !!આઈ લવ યુ!! અને એ બેભાન થઇ જાય છે. માર્ગી ઘરમાં બુમાંબુમ કરે છે અને મયંક ને એકમોટી હોસ્પિટલમાં દાખલ કરે છે અને ડોક્ટર કહે છે બધા રિપોટ નોર્મલ છે પણ એમને રીએક્શન આવ્યું છે અને એ આખા શરીરમાં ફેલાય ગયું છે અને હવે કિડની કામ નથી કરતી એટલે ડાયાલીસીસ કરવું પડશે. આબાજુ માર્ગી ને કોઈ હોસ્પિટલમાં લઇ નથી જતું. નવી વહુ છે હજી આજે 10 દિવસ થયા છે અને આ બધું એનાથી નહી જોવાય અને એને ઘરે મૂકી જાય છે. અને એને જાણ પણ નથી કરતા કે મયંક આટલો સિરિયસ છે અને અને માર્ગી ફોન પર ફોન કરે છે. ફોઈ મયંક ને કેવું છે પણ ફોઈ સારું છે એવુજ કહે છે.

અચાનક! અમેરીકા થી ઘરે બીજાં ફોઈનો ફોન આવે છે અને ફોન ઘરમાં કોઈ નહી હોવા થી
માર્ગી ઉપાડે છે અને તરતજ ફોઈ કહે છે મયંક ને તોખરું થયું? જોને કેવો સાજો સમો અને ડાયાલીસીસ કરવાનું અને ત્યાંજ માર્ગી ફોન ફેંકી તરતજ ગાડી કરી હોસ્પિટલમાં પહોચી જાય છે અને મયંક જે રૂમમાં હોય છે તે !! આઈ સી યુ!! માં અંદર જવાની જીદ કરે છે પણ કોઈ એને અંદર જવા દેતું નથી અને એ બહાર ઉભી ઉભી ભગવાને પ્રાર્થના કરે છે મારા સાંઈ મારા

મયંક ને સારો કરી દે હજી તો મેં એની સાથે જીંદગી જીવવાની સરુ પણ નથી કરી મારા પ્રભુ!!!! મને આ ઉંમરે આટલા વર્ષો પછી સુખ નો દિવસ જોવા મળ્યો છે મારા પ્રભુ મારી ખુશી ને કોઈની નજર ના લાગે એવું કરજે !!!અને એ ત્યાંજ રડતી રડતી બેસી રહે છે અને મયંક ને કાચ ની બારી માંથી જોયા કરે છે. સાંજે સાત વાગ્યા ના રાઉન્ડ માં ડોક્ટર આવી કહે છે કઈ કહેવાય નહી અને 11 મો દિવસ લગ્નનો અને સાંજે 8 વાગે ખબર પડે છે કે મયંક હવે આ દુનિયામાં નથી.

આખું ગામ હોસ્પિટલમાં આવે છે શું થઇ ગયું? આવું કેવું ઇન્ફેકશન કે માણસ મરીજ જાય અને માર્ગી એટલું બધુ આક્રન્દ કરે છે કે એને જોઈ હોસ્પિટલમાં બધાની આંખોમાં આશું આવી જાય છે અને બધાજ એકજ વાત કરે છે બવ ખોટું થયું પણ ભગવાન ના નિર્ણય આગળ માણસ કશુંજ નથી કરી શકતો અને માર્ગી 11 દિવસમાંજ વિધવા બની જાય છે. હંજીએના હાથની મેહદી નો રંગ એવોજ છે પણ એના જીવન માં તમામ રંગ ઉડીજાય છે અને એ બધી ક્રિયા
પતાવી પાછી પોતાના વતંન પોતાના ગામમાં જ આવીજાય છે અને એજ પોતાના જુના ઘરમાં રહે છે. અને 11 દિવસ માંજ એના સપનાં ના બધા મહેલ તૂટીજાય છે અને પોતે એકલા જીવવાજ સર્જાય છે એવું વિચારી હવે નોકરી પણ નથી. તો બીજાને ત્યાં રસોઈ

બનાવાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને કોઈ પણ બીજા લગ્ન ની વાત કરે ત્યારે એટ્લુજ કહે છે મયંક સાથે 10 દિવસ રહી એ 100 વર્ષ બરાબર છે હવે એની યાદોજ મારા માટે બવ છે મારે હવે કોઈ બીજા લગ્ન કે પુરુષ ની જરૂર નથી. એને મયંક ની કોઈજ પ્રોપર્ટી માં ભાગ કે હક્ક માગ્યા વગર બધુજ છોડી આવી ગઇ. જ્યાં મયંક જ નથી
તો આ બધું મારા શું કામનું… બસ મયંક એક સપનું હતું અને સપનું પૂરું થઇ ગયું અને એની યાદોજ રહી..

આજે માર્ગી 49 વર્ષ ની છે અને મયંક ની યાદો સાથેજ જીવે છે આ 11 દિવસ ની દુલ્હન…

લેખક : નયના નરેશ પટેલ

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક નવીન વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી