જલ્સા કરોને જેંતીલાલ

નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગણદેવી અને બીલીમોરાને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા, અનેક લોકો મુશ્કેલીમાં

સમગ્ર ગુજરાત રાજ્ય સહિત નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી બફારા અને ગરમીથી લોકો કંટાળી ગયા હતા. પણ હવે ગરમીથી ત્રાસેલા લોકોને રાહત થોડી મળી છે.

નવસારી શહેરમાં ગઈકાલે રાતથી સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી શહેર અને અન્ય તાલુકા રોડ રસ્તા અને ઘરોમાં પાણી ભરાયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ગણદેવી નગરમાં આવેલા બંધારા ઉપર મિંઢોળા નદીના પાણી ફરી વળ્યાં હતા.
નવસારીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં મીંઢોળા ખાડીમાં પાણીનું જળ સ્થળ વધતા લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થયું હતું. ગણદેવી અને બીલીમોરાને જોડતા આ બ્રિજ પર પાણી ફરી વળ્યું છે જેના કારણે બ્રિજની બીજી બાજુ રહેતા લોકોનો ગણદેવી નગર સાથેનો સંપર્ક તૂટ્યો હતો.

image soucre

જો વાત કરીએ નવસારી શહેરની તો વિજલપુરના વિઠ્ઠલ મંદિર શિવાજી ચોક અને શ્રુશૂશા સર્કલ પાસે પાણી ભરાઇ ગયા છે જેના કારણે વાહન ચાલકોને આ રસ્તા પરથી પસાર થવાની મુશ્કેલીઓ ઊભી થઇ હતી જેને લઇને વહેલી સવારે કામ ધંધે જતા લોકોને બે કલાક વધુ સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

image soucre

આ ઉપરાંત નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરમાં પાણી ભરાઇ ગયાની ખબરો સામે આવી છે જેના કારણે જે તે વિસ્તારના સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મારુતિ નગર, કાશીવાડી, દશેરા ટેકરી, તીઘરા, તરોટ બાઝર અને સેન્ટ્રલ બેન્ક પાસેનો રસ્તો બ્લોક થયો હતો. જ્યારે ચારપુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા હતાં. હાલ સમગ્ર શહેરમાં ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

સવારે 06 વાગ્યાથી 10 વાગ્યા સુધી વરસાદના આંકડા

નવસારીની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાવો થવાથી શાકભાજી વેંચતા વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉમરગામ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ ખાબકતા ઉમરગામની પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે.લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘમહેરને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version