નવરાત્રીની શરૂઆતથી ડીસેમ્બર મહિના સુધી આ રાશીના જાતકો પર થશે માતાજીની મહેર, જાણો તમારી રાશિ છે કે નહિ?

આપણે કોઈ પણ શુભકામ કરતાં પહેલાં મુહુર્ત જોઈએ છીએ અને ત્યાર બાદ જ શુભ કામનો આરંભ કરીએ છીએ. ભારત એક આધ્યાત્મિક દેશ છે અને અહીં રહેતા લોકોને જ્યોતિષ શાસ્ત્રમાં અપાર શ્રદ્ધા છે જેમાંથી નથી તો એશિયાના સૌથી ધનાડ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બચી શક્યા કે નથી તો ફિલ્મોના શહેનશાહ અમિતાભ બચ્ચન બચી શક્યા.

image source

આવનારા દીવસોમાં એટલે કે સપ્ટેમ્બરના અંતથી ડીસેમ્બર સુધીમાં કેટલીક રાશિઓ પર માતાજીની કૃપા વરસવાની છે. કારણ કે આ વખતે ગ્રહોએ પોતાની દિશા બદલી છે જેના કારણે કેટલીક રાશિને થશે લાભ જ લાભ.

image source

કુલ 12 રાશિઓ છે જેમાંથી 5 રાશિના જાતકો માટે નવરાત્રિથી લઈને ડીસેમ્બર સુધીનો સમય ખુબ જ શુભ સાબિત થવાનો છે. એટલે કે કહી શકાય કે નવલા નોરતાની શરૂઆતથી જ માતાજી તમારા પર પ્રસન્ન રહેવાના છે. તો ચાલો જાણી કે કઈ પાંચ રાશિ પર માતાજી વરસાવી રહ્યા છે કૃપા.

મેષ રાશિઃ

રાશિઓમાંની પ્રથમ રાશિ મેષના જાતકોને નવરાત્રીના પ્રારંભથી લઈને ડીસેમ્બર મહિના સુધી લાભ જ લાભ થવા જઈ રહ્યો છે. તમારા જીવનમાં નવા હકારાત્મક પરિવર્તન આવવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન તમે કોઈ નવું સાહસ કરશો જે ફળદાયી સાબિત થશે. તેમજ તમારા દરેક કામમાં તમને કુટુંબનો સાથસહકાર પણ મળશે. આ ત્રણ મહિનાનો સમય તમારા માટે આર્થિક સુખાકારીનો સમય રહેશે.

સિંહ રાશિ

બાર રાશિઓમાંની પાંચમી રાશિ એટલે કે સિંહ કે જેનો સ્વામિ સૂર્ય છે. તેના જાતકોને આવનારા ત્રણ મહિના લાભ જ લાભ થવાનો છે. નવરાત્રિના પ્રારંભથી જ તમારા પર માતાજીની કૃપા થશે. તમારો આ સમયગાળો આર્થિક દ્રષ્ટિએ શુભ ફળ આપનારો રહેશે. આ સમય દરમિયાન તમે દાન-પૂણ્ય કરીને તમારા ભાગ્યને ઓર વધારે મજબૂત બનાવી શકો છો.

કન્યા રાશિ

બાર રાશિઓમાંની છઠ્ઠી રાશિ કન્યા રાશિવાળાઓ માટે પણ આ સમય ખુબ જ શુભ છે. તમારા જીવનમાં મહત્ત્વના પરિવર્તનો આવશે જેની શુભ અસરો તમારા જીવન પર રહેશે. તમે જે કોઈ કાર્યની શરુઆત આ સમય દરમિયાન કરશો તે તમારા માટે ફળદાયિ સાબિત થશે. તમારા જીવનમાં એક એવી વ્યક્તિ આવશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અથવા તો તે વ્યક્તિ દ્વારા બીજી કોઈ વ્યક્તિની મુલાકાત થશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે. આ દરમિયાન બને તેટલા સતકાર્યો કરીને તમારા પુણ્યનો ઘડો ભરતા રહો માતાજી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ત્રણ મહિનાનો સમય શુભ સાબિત થવાનો છે. તમારા જેટલા કામેમાં વિઘ્નો આવેલા છે તે બધા જ દૂર થઈ જશે. અને નિર્વિઘ્ને તેમાં સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના તેવા જાતકો કે જેઓ અભ્યાસ કરી રહ્યા હોય તેમના પર માતા સરસ્વિતિની કૃપા રહેશે અને અભ્યાસમાં સફળતા મળશે.

મીન રાશિ

રાશિઓમાંની છેલ્લી રાશી સપ્ટેમ્બર અંત એટલે કે માતાજીના નોરતાની શરૂઆતથી જ તમારા માટે આવનારા ત્રણ મહિનાઓ અતિ શુભ ફળ આપનારા સાબિત થશે. તમને આ સમય દરમિયાન તમારા વ્યવસાયમાં લાભ થશે અને કેટલાક ખોરંભે ચડી ગયેલા કામોનો પણ ઉકેલ આવશે.

આ વખતે હાથી પર સવાર થઈને આવશે દુર્ગા માતા જાણો તેની અસર

image source

આ નવરાત્રિમાં માતાજી હાથી પર સવાર થઈને આવવાના છે. જેને ખેડૂતો માટે ખુબ જ સારુ માનવામાં આવે છે. માતાજીના હાથી પર સવાર થઈને આવવું એટલે કે સારો વરસાદ અને સારો વરસાદ એટલે ખેડૂતો ખુશખુશાલ

image source

નવલા નોરતાનો પ્રારંભ 29 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં આ સમય ગાળામાં માતાજીની આરાધના અત્યંત મહત્ત્વ ધરાવે છે. માતાજી નવરાત્રી પર કયા વાહન પર આવે છે તેના પર આખા વર્ષનું ભવિષ્ય નિર્ભર હોય છે. તેવું પ્રાચિન કાળથી માનવામાં આવે છે અને માટે જ માતાજીનું આગમન અને તેમની વિદાય મહત્ત્વના હોય છે.

image source

આ વર્ષે માતાજી હાથી પર સવાર થઈને આવવાના હોવાથી સારા વરસાદના સંકેત છે જેનાથી સારી ખેતી થશે અને ખેડૂતો આર્થિક રીતે સુખી થશે તેમની આવકમાં વધારો થશે.

જો કે માતાજીનું હાથી પર આવવું તે ખેડૂતો માટે તો શુભ સાબિત થશે પણ રાજકારણમાં કેટલીક ઉથલ-પાથલ થવાના સંકેત છે. યુદ્ધની પણ શક્યતાઓ છે. ગયા વર્ષે પણ માતાજીનું આગમન હાથી પર થયું હતું.

કેવી રીતે માતાજીનું આ વાહન નક્કી થાય છે

image source

દેવી ભાગવત પુરાણના એક શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે માતાજી કયા વાહન પર આવે છે તે દીવસ પર નક્કી થાય છે. આ વખતે નવરાત્રીનો આરંભ રવિવાર અથવા સોમવારે થવાનો છે તો તે દિવસોમાં માતાજીનું આગમન હાથી પર થાય છે. જો તેની જગ્યાએ શનિવાર કે મંગળવાર હોય તો માતાજીનું આગમન ઘોડા પર થાય છે. અને જો ગુરુવાર અથવા શુક્રવારે માતાજીના નોરતાની શરૂઆત થતી હોય તો તેમનું આગમન ડોલીમાં થાય છે. અને જો માતાજીના નોરતાની શરૂઆત બુધવારે થતી હોય તો માતાજી હોડીમાં સવાર થઈને આવે છે. અને આ દરેક વાહનો આવનારા સમય માટે કેટલાક સંકેતો આપે છે.

નવરાત્રી દરમિયાન માતાજીને આ રીતે પ્રસન્ન કરો

image source

29મી સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી આ ભવ્ય નવરાત્રીમહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. આ એક ઉપાસનાનો તહેવાર છે. આ નવ દિવસો દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા કળશ સ્થાપનથી લઈને તેમને સિંદુર ચડાવના ઉપાય કરીને માતાજીને પ્રસન્ન કરો.

image source

જો તમે નજીકના ભવિષ્યમાં કોઈ નવા કામનો પ્રારંભ કરવા જઈ રહ્યા હોવ તો તમારે નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન દુર્ગા માતાને લાલ સિંદુર ચડાવવું જોઈએ અને સાથે સાથે માતાજીની ભક્તિભાવથી આરાધના કરો.

નોકરીમાં બરકત માટે નવરાત્રીના પ્રથમ દિવસે ત્રણ પાણી ભરેલા નાળિયેર લાવો તેને દેવીમાંની સાધનાની જગ્યાની બાજુમાં રાખો અને છેલ્લા દિવસે તેને માતાજીના મંદિરે ચડાવી દો. માતાજી પ્રસન્ન થશે.

image source

જો આવનારા સમયમાં તમારું નવી મિલકત ખરીદવાનું આયોજન હોય, જેમ કે તમે તમારા સપનાનું ઘર ખરીદવા માગતા હોવ તો તમારે આ નવરાત્રિ દરમિયાન ઘરમાં એક નાનકડું માટીનું ઘર ખરીદી લાવવું. હવે તમે જે જગ્યાએ માતાજીની આરાધના કરતા હોવ તેની બાજુમાં આ ઘર મુકી દેવું. નવ દિવસ નિયમિત માતાજીની આરાધના કરો ત્યારે આ માટીના ઘર પર પણ તિલક ચડાવવું. તમારી ઘર લેવાની ઇચ્છા જલદી પુરી થઈ જશે.

બાળકનું મન અભ્યાસમાં ન લગાતું હોય તો નવરાત્રિના પ્રારંભે મોરપીછ લાવી બાળકના અભ્યાસખંડમાં મુકી દેવું તેનાથી તેના મનની એકાગ્રતા વધશે અને તેનું મન અભ્યાસમાં પરોવાશે અને તે સંપૂર્ણ ફોકસ સાથે અભ્યાસ કરી શકશે.

image source

જો તમારા લગ્નમાં વિઘ્નો આવતા હોય તો તમારે નવરાત્રિ દરમિયાન શ્રૃંગારનો સામાન દાન કરવો જોઈએ. અને નવરાત્રિ દરમિયાન નવ દિવસ દેવીની આરાધના કરતી વખતે તેમના પર લાલ ફુલની માળા ચડાવવી. તેનાથી તમારા લગ્નમાં આવતા વિઘ્નો દૂર થશે.

નવરાત્રિ એ વિશ્વનો સૌથી લાંબો ધાર્મિક ઉત્સવ છે. નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માઈભક્તોમાં એક અનેરી શક્તિનો સંચાર થઈ રહ્યો છે. માત્ર ગુજરાતમાં નહીં પણ જગતના જે જે ખુણે ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ગરવા ગુજરાતીઓ ગરબે ઘુમશે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી હોય છે પણ શારદીય નવરાત્રીનું એક ખાસ મહત્ત્વ છે. કહેવાય છે કે નવરાત્રીની શરૂઆત શ્રી રામે કરી હતી. તેમણે 9 દિવસ સુધી માતાજીની વિધિવિધાનથીપુજા કરી હતી અને પછી દસમાં દિવશે એટલે કે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો.

image source

નવરાત્રીમાં નવ વિદ્યમાન દેવીઓએની સ્તુતિ અને તેમની મહત્તા તેમજ તેમનામાં રહેલી વિશિષ્ટ શક્તિની ઉપાસના કરવામા આવે છે. જેની શરૂઆત આસોસુદ એકમથી નવ દિવસ સુધી કરવામાં આવે છે. આ તહેવારને શક્તિનો તહેવાર કહેવામાં આવે છે. તો આવો આ મહાઉત્સવને ભક્તિભાવથી ઉજવીએ અને માતાજીની કૃપાનો લાભ લઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ