હાલમાં ગુજરાતમાં કોરોના કરતાં વધારે લોકોને એ અફસોસ છે કે ગરબા નહીં થાય, એવામાં સરકારે પણ આખરે ગરબા ન કરવા દેવાનો જ નિર્ણય લીધો છે અને લોકોમાં તેમજ ખૈલેયામાં થોડી નિરાસા જોવા મળી હતી.

ત્યારે આ વર્ષે માત્ર જૂના ફોટોથી જ કામ ચલાવવું પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અને લોકો જૂના ફોટોગ્રાફ શેર પણ કરવા લાગ્યા છે. જો કે કોરોનાના વાઇરસને પગલે સરકારે આ વર્ષે નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો પર પ્રતિબંધ મૂક્યો છે.

નવરાત્રીમાં માત્ર 200 લોકોની ઉપસ્થિતિમાં માત્ર માતાજીની આરતી કરવાની જ મંજૂરી મળી છે. ત્યારે ગરબારસિયાઓમાં ઉદાસીનતા છવાયેલી છે.

જોવા જઈએ તો ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખેલૈયાઓ નવરાત્રીના 2 મહિના પહેલાં જ ગરબાની પ્રેક્ટિસ તેમજ ડ્રેસ કોડ સહિતની તૈયારીઓમાં લાગી જાય છે. એટલું જ નહીં, વિદેશના ગુજરાતીઓ પણ નવરાત્રીમાં તો ગરબા રમે જ.

જો પાર્ટીપ્લોટમાં રમવા ન મળે તો છેલ્લે ઘરમાં જ ડીજે વગાડીને રમી લેતાં જોવા મળે છે. ત્યારે નવરાત્રિના 9 દિવસ ગુજરાત તમામ પાર્ટી પ્લોટો ખેલૈયાઓથી છલોછલ ભરાઈ જાય છે.

પરંતુ આ બધી વાતો આ વખતે એક સાકાર ન થયેલા સપના જેવી લાગે છે. કારણ કે આ વર્ષે આવું કંઈપણ જોવા નહીં મળે. ત્યારે ગત વર્ષની નવરાત્રી કેટલી ખાસ હતી?

અને ખેલૈયાઓનો અલગ-અલગ અંદાજ દર્શાવતી ખાસ 20 તસવીર આજે તમને બતાવી રહ્યા છીએ, જે તમારી 2019ની નવરાત્રીના 9 દિવસની યાદો તાજી કરી શકે છે.

આ વખતે આવી મોમેન્ટ અને આ સ્પેટ માત્ર મિસ જ કરવાના રહેશે. કારણ કે જાહેરમાં એકપણ ઉત્સવ ઉજવવા મળવાનો નથી.
સરકારે આપી છે થોડી છૂટ

પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા.

પરંતુ આ બધાની વચ્ચે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી, જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે નવરાત્રિમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.

જણાવ્યું હતું કે 7 જૂન 2020થી રાજ્ય સરકારે નક્કી કર્યું કે રાજ્યનાં તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ