જલ્સા કરોને જેંતીલાલ

કોરોનાની મહામારીમાં તમે પણ નવરાત્રીના ઉપવાસ કરો છો, તો આ રીતે તમારી કાળજી રાખો

કોરોનાની મહામારીમાં તમે પણ નવરાત્રીના ઉપવાસ કરો છો, તો આ રીતે તમારી કાળજી રાખો

નવરાત્રી 2020: નવરાત્રીના દિવસો શરુ થઈ ગયા છે અને આ નવ દિવસોમાં આપણે દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને વ્રત રાખીએ છીએ.એક તરફ લોકોના હૃદયમાં નવરાત્રીને લઈને ઉત્તેજના છે,તો બીજી તરફ કોરોનાવાયરસનો ભય પણ છે,કારણ કે કોરોનાવાયરસ ચેપ ટાળવા માટે સારી પ્રતિરક્ષા અને સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

આવી સ્થિતિમાં મનમાં અનેક સવાલો ઉભા થાય છે કે કોરોના વાયરસના સમયમાં આપણા શરીરની પ્રતિરક્ષા વધારવા માટે અને મહામારીથી બચવા માટે આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ? જો તમારા મગજમાં પણ આ પ્રશ્નો છે,તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.અમે તમને કેટલીક વિશેષ ટીપ્સ આપી રહ્યા છીએ,જેની મદદથી તમે ઉપવાસ પણ રાખી શકશો અને કોરોનાવાયરસ ચેપથી પોતાને સુરક્ષિત પણ કરી શકશો.

1 બટેટામાંથી બનેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ.

image source

દરેક લોકો નવરાત્રી અથવા કોઈપણ વ્રત કે ઉપવાસના સમયે બટેટાથી બનેલી વસ્તુઓ વધુ ખાય છે,પરંતુ જો તમે ઉપવાસ દરમિયાન સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગતા હોવ તો બટાકાને બદલે બીજી કેટલીક શાકભાજી ખાઓ,જે ઉપવાસ દરમિયાન ખાવી જોઈએ.જો તમારે બટેટા જ ખાવા હોય તો તળેલા બટેટાના બદલે શેકી લો અને શેકેલા બટેટાને દહીં સાથે ખાઓ.

2 ડિહાઇડ્રેશન ટાળો

image source

કોરોના વાયરસ અને ઘણી બીમારીઓથી બચવા માટે હાઇડ્રેટ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,આ માટે તમારે નિયમિતપણે પાણી પીવું જરૂરી છે,ઉપવાસ દરમિયાન પાણી પીવા ઉપરાંત દર 3 કલાક પછી છાશ,દહીં,દૂધ અને ફળોનું સેવન કરો.તમે ભૂખ્યા પણ નહીં રહો અને સાથે તમારું શરીર પણ હાઈડ્રેડ થશે.

3.ખોરાકનું સેવન કરતા રહો

image source

સ્વસ્થ રહેવા માટે થોડા સમય માટે તંદુરસ્ત વસ્તુઓ ખાતા રહો અને તમારા વ્રત દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો.

4.થોડા-થોડા સમય પછી પાણી પીવું જરૂરી છે

image source

વ્રત દરમિયાન ખાવાની ચીજો કરતા પીણાંનું સેવન વધુ કરવું.આગળ જણાવ્યા અનુસાર થોડા-થોડા સમયમાં દૂધ,છાશ અને લસ્સીનું સેવન કરતું રેહવું.તેને પીવાથી તમે હાઇડ્રેટેડ પણ રહેશો અને તમને થાક કે નબળાઇ પણ નહીં લાગે.ઉપરાંત તમને ભૂખ ખુબ જ ઓછી લાગશે.

image source

કેટલાક લોકોને વ્રત દરમિયાન ફળો વધારે ખાવાનું ગમે છે,જ્યારે કેટલાક લોકો ફળોના જ્યૂસનું સેવન વધુ કરે છે પરંતુ,અત્યારના સમયમાં કોરોનાવાયરસ જેવા ગંભીર રોગથી બચવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેથી સંતુલન આહાર લો,સ્વસ્થ ચીજો ખાઓ અને સ્વસ્થ રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version