નવરાત્રિમાં કોરોનાના કારણે આટલું બધુ ઘટ્યું નવા વાહનોનું બુકિંગ, પહેલીવાર ખરીદીમાં થયુ આટલું ખરાબ પ્રદર્શન

સામાન્ય રીતે તહેવારોના સમયમાં લોકો વાહનોની ખરીદી વધુ કરતા હોય છે. એમાં પણ નવરાત્રિ અને દશેરા જેવા ફેસ્ટિવલમાં લોકો ટૂ-વ્હીલર કે પછી કારની ખરીદી વધુ કરતા હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. ઓટોમોબાઇલ સેક્ટર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે કોરોનાની અસર અને એને કારણે અર્થતંત્રમાં આવેલી મંદીને પગલે આ નવરાત્રિમાં વાહનોની ખરીદીનું નવું બુકિંગ ઘણું જ નબળું છે. લોકો પોતાના વાહનોને બદલવા ઈચ્છતા નથી. કોરોના સંકટની થપાટ તેમમને અન્ય ચીજો પર પહેલાં ખર્ચ કરવા જણાવી રહી છે. આ કારણે ઓટો સેક્ટર પર મોટી અસર જોવા મળી રહી છે.

image source

ગુજરાતના એક જાણીતા ઓટો ડીલર્સે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નવરાત્રિમાં ટૂ-વ્હીલરનું વેચાણ અંદાજે 40% નીચું રહેવાની ધારણા છે. તેવી જ રીતે કારમાં પણ 10% ઓછા વેચાણની ધારણા છે. ગત વર્ષે નવરાત્રિના મહિના દરમિયાન 1.40 લાખ ટૂ-વ્હીલર અને 25,000 કાર વેચાયાં હતા. ઓટો ડીલર્સ માને છે કે આ વર્ષે નવરાત્રિના મહિનામાં 85,000 ટૂ-વ્હીલર અને 22000-22500 કારના વેચાણની અપેક્ષા છે.

પહેલીવાર નવરાત્રિમાં જોવા મળશે આવી મંદી

image source

મળતી માહિતી અનુસાર ઓટો સેક્ટર આમ તો છેલ્લાં બે વર્ષથી મંદીમાં છે, પરંતુ તહેવારોમાં મંદીની ઝલક બહુ ખાસ જોવા મળતી નથી. તેઓ આ સમયે તેમના બિઝનેસના પ્લસ માયનસને મેનેજ કરી લેતા હોય છે. આ પહેલી વખત બની રહ્યું છે કે નવરાત્રિ અને દશેરાના તહેવારો નજીક છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં ઇન્ક્વાયરી અને બુકિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ અસર ટૂ-વ્હીલર અને કોમર્શિયલ વ્હીકલમાં જોવા મળી રહી છે.

મધ્યમ વર્ગ તરફથી ખરીદી ઓછી

image source

એક્સપર્ટના જણાવ્યા અનુસાર ખાસ કરીને નવરાત્રિ અને દશેરા જેવા તહેવારોમાં મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ લેબર ક્લાસના લોકો ટૂ-વ્હીલરની ખરીદી કરતા હોય છે. કોરોનાના કારણે આ ક્લાસને સૌથી વધુ અસર થઇ છે. આર્થિક મંદીના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી છે. બીજી તરફ સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓની ખરીદી પણ બંધ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો વાહનોની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

4 વ્હીલર સેગમેન્ટને મંદીની ઓછી અસર

image source

કાર ડીલરશિપ કરનારા પાસેથી મળતી માહિતી અનુસાર ખાસ કરીને પેસેન્જર કાર સેગમેન્ટમાં મંદીની અસર ઓછી જોવા મળી રહી છે. આ તહેવારોની સીઝનમાં અમે ગત વર્ષ જેવો જ ફૂટફોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એન્ટ્રી લેવલ કારમાં ઈન્કવાયરી વધુ આવી રહી છે. આનું એક કારણ એ પણ છે કે અપર-મિડલ ક્લાસ અને હાયર ક્લાસના લોકોને એટલી આર્થિક મુશ્કેલીઓ નથી, જેટલી મિડલ ક્લાસ અને લોઅર ક્લાસના લોકોને છે. તેઓ પાસે બચત પણ હોય છે અને તેમની આવક પણ એટલી ઘટી નથી. આ બધાને કારણે કારના વેચાણને બહુ ખાસ ફરક પડશે નહિ.

સપ્ટેમ્બરમાં વાહનોનું રજીસ્ટ્રેશન 40.26% ઘટ્યું

image source

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના આંકડા જોતાં જણાય છે કે સપ્ટેમ્બર મહિનામાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 40.26%નો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર 2020માં કુલ 97,338 વાહનોની નોંધણી થઇ છે. વર્ષે સમાન ગાળામાં 58,150 વાહનો નોંધાયાં હતાં. કારની નોંધણીમાં માત્ર 2.84% ઘટાડો થયો છે, જયારે ટૂ-વ્હીલરના રજિસ્ટ્રેશનમાં 46.91%નો ઘટાડો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ