નવરાત્રિ: નવ કન્યાની વચ્ચે શામાટે બેસાડવામાં આવે છે એક છોકરો,જાણો શું છે આની પાછળનું કારણ ?

નવરાત્રિનાં છેલ્લા દિવસે કન્યા પૂજન થાય છે,પરંતુ આ પૂજા એક છોકરા વગર અધૂરી હોય છે,જેને સામાન્ય ભાષામાં ‘લંગૂર’ કહેવામાં આવે છે.

દેશભરમાં ચૈત્ર નવરાત્રિનું પર્વ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.ચોતરફ માતા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની વિધીવિધાન સાથે પૂજા અર્ચના કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.આજ સિલસિલામાં ભક્ત માતા દુર્ગાની પૂજા અર્ચના કરે છે અને નવ દિવસના ઉપવાસ પણ કરે છે,પરંતુ નવરાત્રિ ત્યાં સુધી અધૂરી માનવામાં આવે છે,જ્યાં સુધી કન્યા પૂજન ન થાય.જી હા,કન્યા પૂજન વગર નવરાત્રિ સફળ નથી માનવામાં આવતી,જેના કારણે બધા અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન કરે છે.તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?નવરાત્રિમાં કન્યા પૂજન માટે કન્યાઓને પોતાના ઘર પર બોલાવીને તેમની આગતા સ્વાગતા કરવામાં આવે છે.કન્યાઓને દેવીનું રૂપ માનીને પૂજવામાં આવે છે,પરંતુ આ કન્યાઓમાં એક છોકરો પણ હોય છે.નવરાત્રિનાં છેલ્લા દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે,પરંતુ આ પૂજા એક છોકરા વગર અધૂરી હોય છે,જેને સામાન્ય ભાષામાં ‘લંગૂર’ કે ‘લાંગુરિયા’ કહેવામાં આવે છે.અર્થ સાફ છે કે ૯ કન્યાઓ વચ્ચે એક લંગૂરનું હોવુ જરૂરી છે,નહિતર તમારું કન્યા પૂજન બેકાર થઇ જાય છે.

કન્યા પૂજનમાં એક છોકરાને શામાટે બેસાડવામાં આવે છે?કન્યા પૂજનમાં બેસનાર એક છોકરાને લંગૂર કહેવામા આવે છે અને આ લંગૂરને હનુમાનજીનું રૂપ માનવામાં આવે છે.તેના પાછળની માન્યતા એ છે કે જે રીતે વૈષ્ણોદેવીનાં દર્શન બાદ ભૈરવનાં દર્શન કરવાથી જ દર્શન પૂરા થાય છે,બરાબર એ જ રીતે કન્યા પૂજન પણ લંગૂરનાં પૂજન સાથે જ પૂરું થાય છે.કન્યા પૂજનમાં જો તમે એક લંગૂરને નથી બેસાડતા ,તો તમારી પૂજા સફળ નથી થતી,એટલે લંગૂરની પૂજા જરૂર કરવી જોઈએ .

કન્યા પૂજનની વિધીઆમ તો દરેક માણસને ત્યાં અલગ અલગ રિતી રિવાજ હોય છે,પરંતુ કન્યા પૂજન વિધી વિધાનથી જ કરવું જોઈએ ,જેના વિશે નીચે જણાવવામાં આવ્યું છે.

૧.કન્યા પૂજન માટે કન્યાઓને એક દિવસ પહેલા જ આમંત્રણ આપો.

૨.કન્યા પૂજનનાં દિવસે કન્યાઓને અહી ત્યાંથી પકડીને લાવવી ઉચિત નથી માનવામાં આવતું.

૩.કન્યાઓના ઘર આવવા પર એ મનું સ્વાગત પુષ્પથી કરો અને માતા દુર્ગાનાં દરેક નામનો જયકાર લગાવો.

૪.કન્યાઓને સાફ સ્વચ્છ જગ્યા પર બેસાડી તેમના પગ ધોવો.૫.કન્યાઓનાં માથા પર તિલક લગાવો અને પછી માતા દુર્ગાનું નામ લો.

૬.ત્યારબાદ પોતાની ઈચ્છા અનુસાર કન્યાઓને ભોજન કરાવો.

૭.કન્યાઓને ભોજન બાદ પોતાની ઈચ્છા અનુસાર ભેટ જરૂર આપો.

૮.અને પછી કન્યાઓને પગે લાગીને આશિર્વાદ લો.

કન્યા પૂજન માટે કન્યાઓની ઉમર કેટલી હોવી જોઈએ ?કન્યા પૂજન માટે કન્યાઓની ઉમર ૨ વર્ષથી માંડીને ૯ વર્ષ સુધી હોવી જોઈએ .તેમાં ૩ કન્યાઓ ૯ વર્ષની હોવી જોઇએ અને લંગૂરની ઉમર ૭ થી ૯ વર્ષ હોવી જોઈએ .જો તમારે ત્યાં નવ કન્યાથી વધારે કન્યા આવી જાય છે,તો તમને તકલીફ ન થવી જોઈએ ,પરંતુ દરેક કન્યાઓને પ્રેમથી જમાડવા જોઈએ .