સાતમે નોરતે મા દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું વર્ણન વાંચીએ અને જાણીએ આ દેવીની ઉપાસના અને સાધક સિદ્ધિના લાભ.

કાલરાત્રી-શક્તિ

શુભંકરી ભયંકર સ્વરૂપ મા-દુર્ગાનું સાતમું સ્વરૂપ “કાલરાત્રિ” છે. આ શક્તિનો રંગ રાત્રીના ગાઢ અંધકારની જેમ એક્દમ કાળો છે. વિખરાયેલા વાળ; ગળામાં વિજળી જેમ ચમતી માળા છે. આ શક્તિને ત્રણ નેત્રો છે. બ્રહ્માંડની જેમ ગોળ છે ! તેમનાં નેત્રોમાંથી વિજળી જેવાં ચમકદાર કિરણો નીકળે છે.

નાકમાંથી શ્વાસોચ્છવાસમાંથી ભયંકર અગ્નીજ્વાળાઓ નીકળે છે. તેમનું વાહન ગદર્ભ છે. ચાર ભુજાઓ વાળી આ શક્તિનો એક હાથ અભય મુદ્રા અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. જ્યારે ત્રીજા હાથમાં લખંડી કાંટાળું હથિયાર તો ચોથા હાથમાં ખડગ કે કટાર છે.

image source

“કાલરાત્રિ” નામ મુજબ ભયંકર રૂપવાળી છે પરંતુ તેઓ હંમેશા શુભ-ફ઼ળ આપનાર છે. દુર્ગાપૂજાનાં સાતમાં દિવસે આ શક્તિની ઉપાસના કરવા સાધકનું મન “સહસ્ત્રધાર” ચક્રમાં સ્થિર કરે છે. સંસારની સમસ્ત સિધ્ધિઓનાં દ્રાર સાધકનાં શરીરમાં ખુલે છે. સર્વ પાપ-વિઘ્નો દૂર થાય છે, સર્વત્ર અમૃતની અમીયલ વહીને જીવન આનંદમય બનાવે છે.

image source

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય છે.

image source

મા “કાલરાત્રિ” દુષ્ટોનું નાશ કરનારી; સ્મરણ માત્રથી દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે ભયભીત બની નાશ પામે છે! કાલરાત્રી-શક્તિના ધ્યાનનો મંત્ર આ પ્રમાણે છેઃ

image source

એક વેણી જયાકર્ણપૂરા નગ્ન ખરા સ્થિતા |

લંબોષ્ઠિ, કર્ણિકાકણી તૈલાભ્યકતશરીરિણી ||

વામ પાદોલ્લસલ્લોહલતા કંટક ભૂષણા |

વામ ન મૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલ રાત્રિર્ભયંકરી ||

-: આજના ગરબા :-

જય જય બોલો આનંદે

જય જય બોલો આનંદે અંબે માતની રે

અંબે માતની રે બહુચર માતની રે

ચાંચર ચોકની રે

ગબ્બર ગોખની રે..

પાવાગઢમાં છે મહાકાળી

શંખલપૂરમાં બહુચર વાળી

આરાસુરની રાણી અંબે માતની રે

image source

ગોખમાં ગબ્બરમાં હિંચકા ખાયે

ભક્તોને એ દર્શન આપે

શોભે સિંહની સવારી અંબે માતની રે

રાચે નાચે તાળી પાડે

ગરબા ગાયે સખી સંગાથે

સખીઓ ઝીલે તાળી અંબે માતની રે

ખણખણ ખંજરી વાગે

ઘમઘમ ઘમઘમ ઘૂઘરી વાજે

સઘળે પ્રસરે જ્યોતિ અંબે માતની રે

માડી તારા મંદિરીયે

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય

વાગે નગારું ને ચમ્મર વિંઝાય

image source

હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા

પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા

માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન

ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન

માડી તારી રગરગમાં ઘંટારવ થાય

જાગો માં.. જાગો માં..

જગભરમાં ઘંટારવ થાય..

ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય

વાગે નગારું ને ચમ્મર વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…

ઘંટારવ થાય…

ઘંટારવ થાય…

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં

image source

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત

ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત

જોગ માયાને અંગ નર્યો નીતરે ઉમંગ

રમે જોગણીઓ સંગ રૂડો અવરસનો રંગ

માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે

હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન

અંબાના અણસારા વિના હાલે નહી પાન

image source

માના રૂપની નહીં જોડ, એને રમવાના બહુ કોડ

માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ

માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે

હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

રંગતાળી રંગતાળી રંગતાળી, કે ઘુમે ગબ્બરવાળી

સંગે ઘુમે છે બહુચરવાળી, કે રંગમાં રંગતાળી

સોહે અંબે આરાસુરવાળી, કે રંગમાં રંગતાળી

હે મારી માવલડી મતવાલી, કે રંગમાં રંગતાળી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ