નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા દેવીની ઉપાસના કરી સાધકનું મન યોગ-સાધના વિશેનું મહત્વ જાણીએ.

કુષ્માંડા-શક્તિ

ચોથા નોરતાંની અધિષ્ઠાત્રી દેવી નવરાત્રીના ચોથો દિવસ મા દુર્ગાનાં નવ સ્વરુપો પૈકી જેનું નામ કુબુધ્ધિનો નાશ કરનાર છે તેવી મા કુષ્માંડાની આરાધના અને ઉપાસનાનો છે. મા કુષ્માંડાએ પોતાનાં મંદ મંદ હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉતપન્ન કર્યું તેથી તેમનું નામ કુષ્માંડા શક્તિ પડ્યું. આખું બ્રહ્માંડ દેવીની કુખેથી જનમ્યું છે તેથી તે જગત જનની કહેવાય છે. આ શક્તિના અસ્તિત્વ પહેલાં બ્રહ્માંદનું પણ અસ્તિત્વ ન હતું. ચારેકોર અંધકાર હતો. મા પોતાનાં “ઈષત” હાસ્યથી આ બ્રહ્માંડની રચના કરી. તેથી નવાણ મંત્રમાં આ શક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું છેઃ

image source

“ઐકારી સૃષ્ટિ રુપા યૈ, હીં-કારી પ્રતિપાલિકા ।

કલી: કારી કામરૂપિણ્ય, બીજ રૂપે નમસ્તુતે ॥

આ માતાજીનો નિવાસ સૂર્યમંડળમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની શક્તિ અને ક્ષમતા ફ઼કત આ દેવીમાં જ છે. દેવીનાં શરીરમાં સૂર્ય તેજની ક્રાંતિ છે. દેવીની આઠ ભુજાઓ થકી અષ્ઠાભુજા દેવી તરીકે પૂજાય છે. તેમાનાં સાત હાથમાં ક્રમશ: કમંડલ, ધનુષ્ય, બાણ, કમળ, પુષ્પ, અમૃત, કળશ, ચક્ર અને ગદા છે. આઠમાં હાથમાં બધી સિધ્ધિઓ અને નિધિઓ અર્પનારી જપની માળા છે. આ દેવી પણ સિંહની અસવારી છે. જે શક્તિ અને પશુતા પર વશ કરનારી છે.

નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા દેવીની ઉપાસના કરી સાધકનું મન યોગ-સાધના પ્રમાણે “અનાહત” ચક્રમાં આવી જાય છે. સ્થિર અને પવિત્ર મનથી પૂજન કરવાથી રોગ-દોષો દૂર થાય છે. આ દેવી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મા કુષ્માંડાની ભક્તિ આધિ-વ્યાધિમાંથી મુક્ત કરી ભવસાગર પાર કરનારી સુખ-સમૃધ્ધિ આપનારી છે. આ દેવીનાં ધ્યાનનો મંત્ર છેઃ

image source

સુરા સમ્પૂર્ણ કલશં રુધિરા લુનમે વય |

દધાના હસ્ત પદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુતે ||

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

* આજના ગરબા *

આસમાની રંગની ચૂંદડી રે

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે

માની ચૂંદડી લહેરાય

image source

ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે

માની ચૂંદડી લહેરાય

નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે

માની ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે

માની ચૂંદડી લહેરાય

શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે

માની ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે

માની ચૂંદડી લહેરાય

અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે

માની ચૂંદડી લહેરાય

પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે

માની ચૂંદડી લહેરાય

લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે

image source

માની ચૂંદડી લહેરાય

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે

માની ચૂંદડી લહેરાય

ઘોર અંધારી રે રાતલડીમાં

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર

રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર

કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર

બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

image source

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર

હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર

સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર

રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

image source

સોનાનો ગરબો શિરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

લટકે મટકે રાસ રમે છે દક્ષિણીના તીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

સખીઓ સંગે કેવા દીસે છે ફરર ફૂદડી ફીરે

image source

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

ચૂંદડી ચટકે, મુખડું મલકે, હાર ગળા હેમ હીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

image source

ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે

વાગે મંજીરા ધીરે ધીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે, અંબે મા ચાલો ધીરે ધીરે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ