જલ્સા કરોને જેંતીલાલ

લોન્ચ થયો એક એવો સ્માર્ટ ફોન જેનું ૨ કલાકમાં ૨ લાખ જેટલા મોબાઈલ ફોનનું થઈ રહ્યું વેંચાણ…

સ્માર્ટ ફોનનું આ નવું મોડેલ થયું એટલું પોપ્યુલર કે કંપનીએ જાહેર કર્યું કે ૨ કલાકમાં વેચાયા ૨ લાખ ફોન… જાણો શું છે તેની ખાસીયત… લોન્ચ થયો એક એવો સ્માર્ટ ફોન જેનું ૨ કલાકમાં ૨ લાખ જેટલા મોબાઈલ ફોનનું થઈ રહ્યું વેંચાણ…


મોબાઈલ ફોનના વેંચાણમાં એક જોક ખૂબ પ્રચલિત છે કે દર વખતે એવું જ લાગે કે જો તમે થોડી વધુ રાહ જોઈ હોત તો વધુ સારું નવું મોડેલ ખરીદી શકત…! એક સમાચાર મુજબ ગત સપ્તાહે શિયોમી મોબાઈલ કંપનીએ નવો મોબાઈલ ફોન લોન્ચ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે આ ફોન એટલો તો ખાસ છે કે તેનું જેવું લોન્ચિંગ થયું એના બહુ ઓછા સમયમાં લાખોની સંખ્યામાં વેંચાણ થઈ ગયું હતું.

રેડ્મી K20 Pro થયો લોન્ચ, બે લાખથી વધુ ફોન થોડી જ મિનિટોમાં વેંચયા…


સૂત્રોએ આપેલા સમાચાર મુજબ તેના પહેલા જ સેલનું પરિણામ ચોંકાવનારું છે. આ નવા સ્માર્ટ ફોનનો પ્રથમ સ્તરનું વેંચાણ ચીનમાં શરૂ થયું હતું. તેના આ પહેલા સેલના પરિણામ મુજબ આંકડાકીય માહિતી એવી મળી છે કે તેનું એક કલાક અને ૪૫ મિનિટ કે જે બે કલાકથી પણ ઓછો સમય છે, તેવામાં બે લાખ જેટલા મોબાઈલ ફોનનું સેલિંગ થઈ ચૂક્યું હતું… આ જાણકારી શિયોમીના સત્તાવાર સૂત્રો દ્વારા મળેલી છે. જેમાં આ નવા ફોનનું પ્રોસેસર, ફેસિલીટી અને ફિચર્સ ખૂબ જ સરસ છે જે લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે.

શું છે ખાસીયત આ નવા ફોનની પ્રોસેસરમાં?


આ નવો રેડ્મી K20 Pro મોબાઈલ ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન ૮૫૫ પ્રોસેસર ઇન્બિલ્ટ છે. તેમાં ૬૧૬ એડ્રેનો જી.પી.યુ. સપોર્ટ કરે છે. આ ફોનમાં એક ખાસ વાત એ છે કે શિયોમીના આ નવા ફોનમાં ગેઈમ ટરબો ૨.૦ ગ્મેઇંગ પ્રોસેસર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલ છે. જેના કારણે તે યુવાનોમાં વધુ પોપ્યુલર થઈ રહ્યો છે.

કેમેરા ફેસિલીટી કેવી છે?


આ રેડ્મી K20 Pro સ્માર્ટ ફોનમાં બેક સાઈડ ત્રીપલ કેમેરા સેટિંગ્સ છે. તેનું સેટઅપ ખાસ પ્રકારનું છે જેમાં આઈ.એમ.એક્સ. ૫૮૬ સેન્સર લેન્સ સાથે ૪૮ મેગાપિક્સલ લેન્સ મૂકાયો છે. સેકન્ડરી કેમમાં ૧૩ મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈલ્ડ એન્ગ્લ કેમેરો પણ મૂકાયો છે. તથા ત્રીજો લેન્સ ટેલિફોટો લેન્સ છે જે ૮ મેગાપિક્સલનો છે.

બેટરી બેકઅપ કેવી છે?


નવા લોંન્ચ થયેલા રેડ્મી K20 Pro સ્માર્ટ ફોનમાં ૨૭w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે, ૫૦ મિનિટની ઇનબિલ્ટ બેટરી બેકઅપ રહેલું છે. જે આખેઆખો ફોનને આપોઆપ ચાર્જ કરશે. આ સ્માર્ટ ફોનમાં ૪૦૦૦ એમ.એ.એચ. બેટરી મૂકવામાં આવી છે.

આકર્ષક કલરફૂલ મોડેલ

શિયોમીના આ નવા ફોનમાં એક્રેલિક મજેન્ટા, બ્લ્યૂ અને બ્લેક કલરમાં ઉપ્લબ્ધ છે. સાથે સ્લીમ મોડેલમાં ફિન્ગર ટચ ઓટોલોક પણ ફિચર મૂકાયેલું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version