જલ્સા કરોને જેંતીલાલ

વાયરલ વીડિયોઃ અભિનેતા 3 કલાક બેવકૂફ બનાવે છે, નેતા લોકો આખી જિંદગી બેવકૂફ બનાવે છે, જાણો કોણે કહ્યું આવું…

ક્રિકેટથી રાજનીતિમાં આવેલા નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ આલાકમાને હાલમાં જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. મુખ્યમંત્રી કેપટન અમ્રિન્દર સિંહ સાથે એમના મતભેદ છતાં કોંગ્રેસનો આ નિર્ણય મુખ્યમંત્રીને અસહજ કરનારો હતો. હાલમાં જ અમરીનંદર સિંહે એક બયાન આપ્યું હતું કે એ સિદ્ધુને ત્યાં સુધી નહિ મળે જ્યાં સુધી એ એમના અપમાનજનક ટ્વીટસ માટે એમની માફી ન માંગી લે.હાલ આ આખા વિવાદ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે એ સમયનો છે જ્યારે એ ધ કપિલ શર્મા શોનો ભાગ હતા.

image soucre

નવજોત સિંહ સિદ્ધુ આ વાયરલ વીડિયોમાં કહી રહ્યા છે કે એક અભિનેતા બસ અમુક કલાક જ લોકોને બેવકૂફ બનાવે છે પણ એક નેતા આખી જિંદગી જનતાને બેવકૂફ બનાવે છે. વાત જાણે એમ છે કે શો પર મહેમાન તરીકે સલીમ ખાન અને એમના ત્રણ દીકરા સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન આવ્યા હતા ત્યારે વાતચીત દરમિયાન સિદ્ધુએ આ વાત કહી હતી.

કપિલ શર્માએ નવજોત સિંહ સિદ્ધુને કહ્યું હતું કે સિદ્ધુ પાજી, એકટર અને પોલિટીશિયન આ બે એવા પ્રોફેશન છે જેમાં ક્યારેય રિટાયરમેન્ટની ઉંમર નથી હોતી. જ્યા સુધી તમારું મન કરે તમે કામ કરી શકો છો.

image soucre

જવાબમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે લોકો કહે છે કે એક અભિનેતા છે જે લોકોને 3 કલાક બેવકૂફ બનાવે છે અને એક નેતા છે જે આખી જિંદગી બેવકૂફ બનાવે છે. એ પછી કપિલે કહ્યું હતું કે પાજી તમારી વાત સાચી છે. તમે ખુદ એક રાજનેતા છો તો પણ આ વાત કહી રહ્યા છો.

image soucre

તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુએ વર્ષ 2004માં ભારતીય જનતા પાર્ટી સાથે પોતાની રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. એમને પાર્ટી તરફથી અમૃતસરથી ચૂંટણી લડી અને જીત્યા પણ. પણ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ એમને ટીકીટ ન આપી અને રાજ્યસભામાં મોકલી દીધા હતા.

image soucre

નવજોત સિંહ સિદ્ધુએ વર્ષ 2016માં બીજેપીથી અંતર બનાવી લીધું અને વર્ષ 2017માં કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. જ્યારે સિદ્ધુ પાર્ટીમાં આવ્યા ત્યારે પણ અમ્રિન્દર સિંહ નહોતા ઈચ્છતા કે ગાંધી પરિવાર એમને પાર્ટીનો ભાગ બનાવે.પણ ગાંધી પરિવારની નજીક હોવાના કારણે નવજોત સિંહ સિદ્ધુ પાર્ટીમાં આવ્યા અને હવે એ પંજાબની રાજનીતિમાં ખૂબ જ અગત્યના થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version