નવજાત બાળકનું આધાર કાર્ડ બનાવવા જાણી લો આ સરળ પ્રોસેસ અને કરી લો એપ્લાય

UIDAIએ દેશમાં જન્મેલા નવજાત બાળકોને માટે પણ આધારની સુવિધા આપી છે. જેનાથી તમે નવજાત બાળકનું આધાર કાર્ડ બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે દેશની કેટલીક હોસ્પિટલ પણ અહીં જ જન્મેલા બાળકોનું આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ પૂરી કરી લે છે. આજના સમયમાં બાળકોથી લઈને મોટા સુધી પમ આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. તેના સાથે તમારા કોઈ કામ અટકતા નથી. UIDAI એ ટ્વીટ કરીને આ માટેની જાણકારી આપી છે.

UIDAIએ ટ્વીટમાં લખ્યું છે કે દરેક વ્યક્તિ આધાર માટે ઈનરોલ કરાવી લે. એટલું જ નહીં એક નવજાત બાળકને માટે પણ નામાંકન કરાવી શકાય છે. આ માટે તમારી પાસે બાળકા જન્મનું પ્રમાણપત્ર અને માતા પિતામાં એક જ આધાર હોવા જોઈએ.

નહીં લેવાય બાયોમેટ્રિક

image source

તમને જણાવી દઈએ કે એક દિવસથી લઈને 5 વર્ષ સુધી બાળકના આધારને માટે બાયોમેટ્રિક ડેટા લેવાતા નથી. 5 વર્ષ સુધી બાળકોના બાયોમેટ્રિક બદલાતા રહે છે આ માટે તેને લેવાતા નથી. જ્યારે તમારું બાળક 5 વર્ષનું થાય ત્યારે તમે તેને અપડેટ કરાવી શકો છો.

આ ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર

image source

એક દિવસના બાળકનું આધાર બનાવવા માટે તમારે ફક્ત બાળકના જન્મનું પ્રમાણપત્ર અને માતા પિતામાં કોઈ એકનું આધાર કાર્ડ અને ઓળખપત્ર જોઈશે. આ 2 ડોક્યુમેન્ટની મદદથી તમે તમારા બાળકનું આધાર કાર્ડ સરળતાથી બનાવડાવી શકો છો.

કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન

image source

UIDAIની વેબસાઈટ પર જાઓ અને આધાર કાર્ડ રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.

અહીં ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં બાળકનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ ભરો,

આ પછી તમારું આધાર કાર્ડ સેન્ટરને માટે અપોઈન્ટમેન્ટ મળશે.

image source

અહીં તમારે નક્કી દિવસ અને સમય પર આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જરૂરી દસ્તાવેજ જરૂર લઈ જાઓ.

આ લિંક પર કરો વિઝિટ

બાળકોના આધારને વિશે વધારે જાણકારી અને એપોઈન્ટમેન્ટને માટે તમે આ લિંક http://ask.uidai.gov.in/ પર વિઝિટ કરી શકો છો.

image source

મોટાભાગની શાળાઓમાં બાળકોના એડમિશન સમયે આધાર કાર્ડ માંગવામાં આવે છે. સામાન્ય રીતે નર્સરી ક્લાસના એડમિશન માટે દર વર્ષે ડિસેમ્બરમાં ફોર્મ બહાર પાડવામાં આવે છે. એડમિશન ફોર્મ વખતે આધાર કાર્ડની જરૂર પડે છે. તો તમે આ કામ માટે પણ પહેલાથી તૈયારી કરી લો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ