નવી ગાઇડલાઇન: લક્ષણો ન હોય એવા દર્દીને દવાની નથી જરૂર, જાણો કેવી રીતે દવા વિના કોરોના થશે દૂર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયએ કોરોના વાયરસની સારવારને લઈને નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તેમણે કોરોનાના દર્દીઓની સારવાર અને દવામાં ફેરફાર કર્યા છે. હવે જણાવવામાં આવ્યું છે કે કોરોનાના એવા દર્દી કે જેમને કોઈ લક્ષણો નથી કે પછી જેમને હળવા લક્ષણ છે તેવા કેસમાં સારવાર માટે એંટીપીયરેટિક અને એંટીટ્યૂસિવ એટલે કે શરદી અને તાવની દવા સિવાયની બધી જ દવાઓ દૂર કરવામાં આવી છે. ગત 27 મેના રોજ જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી તેમાં આ નવા દિશા નિર્દેશ અનુસાર એ તમામ દવાઓ કાઢી નાખવામાં આવી હતી જે અત્યાર સુધી કોરોનાના દરેક દર્દીને આપવામાં આવતી હતી.

image source

એટલે કે હવે લક્ષણો વિનાના દર્દી અને હળવા લક્ષણ ધરાવતા દર્દીને આપવામાં આવતી અન્ય દવાઓ દૂર કરી દેવામાં આવી છે. આવા કેસમાં અગાઉ ડોક્ટર્સ હાઈડ્રોક્સીક્લોરોક્વીન, આઈવરમેક્ટિન, ડોક્સીસાઈક્લિન, ઝિંક, મલ્ટીવિટામિન વગેરે દવા લખી આપતા હતા. પરંતુ નવા દિશા નિર્દેશ અનુસાર એવા દર્દીની સારવારમાં આ દવાઓની જરૂર નથી જેમને હળવા લક્ષણો છે અથવા તો લક્ષણો છે જ નહીં. આવા દર્દીઓને આ બધી દવાઓ આપવાની મનાઈ કરવામાં આવી છે અને સાથે જ સીટી સ્કૈન જેવા ટેસ્ટ કરાવવાની પણ મનાઈ કરી દીધી છે.

image source

જેમને લક્ષણો નથી જણાતા તેવા દર્દી માટેની નવી સારવાર પદ્ધતિ માટે કહેવામાં આવ્યું છે કે આવા દર્દીને કોઈ દવાની જરૂર નથી. જો આવા કેસમાં દર્દીને અગાઉથી કોઈ બીમારી હોય તો તેના દવા લેવાનું ચાલુ રાખવું પડશે. દિશા નિર્દેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવા દર્દીને ડોક્ટર સાથે વાત કરી દવા લેવાનું રાખે. જેમને લક્ષણો નથી અથવા તો હળવા લક્ષણો છે તેઓ 14 દિવસ સ્વચ્છતા, હાથ ધોવા, સામાજિક અંતર જેવા નિયમોનું પાલન કરે તો પણ તેમને કોરોનાથી મુક્તિ મળી શકે છે.

image source

નવી ગાઈડલાઈનમાં દવા કરતાં વધારે દર્દીના ખોરાક પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે દર્દીના શરીરમાં પાણીની કમી ન થાય તે જરૂરી છે. દર્દીએ થોડું થોડું પાણી સતત પીતા રહેવું જોઈએ. આ સિવાય પરીવારના સભ્યોએ દર્દી સાથે સંપર્કમાં ફોનના માધ્યમથી રહેવું જોઈએ અને સકારાત્મક વાતચીત કરવી જોઈએ.

image source

આ સિવાય હળવા લક્ષણો ધરાવતા દર્દી માટે કહેવામાં આવ્યું છે કે તાવ આવવો, શ્વાસ ફુલવો, ઓક્સીજન સેચુરેશન ખરાબ થવું કે અન્ય કોઈ લક્ષણ જણાય તો સ્વ નિગરાની સતત રાખવી. આવા સમયે ડોક્ટરની સલાહ લઈ શરદી અને તાવની દવા લઈ શકાય છે. આ સિવાય આવા દર્દીઓને વિશિષ્ટ સારવારની જરૂર પડતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong