નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? તો જલદી ઉઠાવો આ ઓફરનો લાભ, જેમાં થશે સીધા આટલા હજારનો ફાયદો

આ એપ્રિલમાં જો તમે દેશની સૌથી સસ્તી કાર ખરીદશો તો તમને અંદાજે 36,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto)કારની જેનું પેટ્રોલ મોડલ 22.05 કિલોમીટર પ્રતિ કલાકની માઇલેજ આપે છે. જ્યારે તેનું cng મોડલ 31.59 કિલોમીટર પ્રતિ કિલોની માઇલેજ આપે છે. આ એકમાત્ર પેસેન્જર કાર છે જેની કિંમત 3 લાખ રૂપિયાથી ઓછી છે. ત્યારે આજના આ લેખમાં અમે તમને આ કાર પર મળવાપાત્ર બધા ડિસ્કાઉન્ટ ઓફર્સ વિશે જણાવીશું. એ સિવાય અમે તમને તેની કિંમત અને સ્પેશિફિકેશન વિશે પણ જણાવીશું.

મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) ની શું છે ઓફર ?

image source

જો તમે એપ્રિલ મહિનામાં એક નવી મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) કાર ખરીદવાનો પ્લાન ધરાવો છો તો તમને કુલ 36000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. કંપની તરફથી મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) પર…

  • કેશ ડિસ્કાઉન્ટ – 17,000 રૂપિયા
  • એક્સચેન્જ બોનસ – 15,000 રૂપિયા સુધી
  • કોર્પોરેટ ડિસ્કાઉન્ટ – 15,000 રૂપિયા
image source

નોંધ : આ ઓફરમાં પેટ્રોલ અને સીએનજી મોડલ શામેલ છે. એ સિવાયના ઓફર સીમિત સમય માટે જ છે જે અલગ અલગ રાજ્યો અને ડીલરશીપ પર બદલી શકે છે.

મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) ની કિંમત શું ?

image source

મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) ની ભારતીય બજારમાં શરૂઆતી દિલ્હી એક્સ શોરૂમની કિંમત 2,99,800 રૂપિયા રાખવામાં આવી છે. જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 4,48,200 રૂપિયા સુધી જઈ શકે છે.

મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) નું પરફોર્મન્સ

image soucre

મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) માં પાવર માટે BS 6 કંપલાયન્ટ વાળું 796 સીસી, 3 સિલિન્ડર, 12 વાલ્વ એન્જીન આપવામાં આવ્યું છે. તેનું એન્જીન 6000 આરપીએમ પર 48 PS નો મેક્સિમ પાવર અને 3500 આરપીએમ પર 69 Nm નો પિક ટોર્ક.જનરેટ કરે છે. મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) નું એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) નું સસ્પેનશન અને બ્રેક

image source

મારુતિ અલ્ટો (Maruti Suzuki Alto) ના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. મારુતિ અલ્ટો (Maruti Suzuki Alto) ના સસ્પેનશન ફીચર્સની વાત કરીએ તો તેના ફ્રન્ટમાં MacPherson Strut અને રિયરમાં3 લિંક રિજીડ એક્સલ સસ્પેનશન આપવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!