જલ્સા કરોને જેંતીલાલ

ફિલ્મોમાં આવતા પહેલા ચોકીદાર હતા નવાઝુદ્દીન સિદ્દીકી, આ રીતે મળ્યું સ્ટારડમ

બોલિવિડમાં સફળતા એટલી સરળતાથી નથી મળતી. ખાસ કરીને એમના માટે આનો રસ્તો મુશ્કેલ છે જેને સુંદરતાની કસોટી પર પરખવામાં આવે છે. પણ અમુક જિદ્દી લોકોએ બોલિવુડના આ ત્રાજવાને તોડીને રસ્તો સાફ કરી દીધો. એમાંથી જ એક અભિનેતા છે નવાઝુદ્દીન સિદ્દીકી. પાત્રને જીવવું અને એમના જીવ રેડી દેવો કે સામે વાળા કહી ઉઠે કે એમના કરતા સારી રીતે આ રોલ કોઈ ન કરી શકે, આ ખાસિયત નવાઝને બોલીવુડમાં હીરોની ભીડમાં અલગ તારવે છે.

image source

નવાઝુદ્દીન સિદ્દીકી ઉત્તર પ્રદેશના શહેર મુઝફ્ફરનગરના કસ્બા બુઢાનામાં જન્મ થયો. આ કસ્બામાં નવાઝને કોઈ જ ફિલ્મી માહોલ નથી મળ્યો. 80ના દાયકાના છેલ્લા વર્ષોનો આ સમય હતો જ્યારે ટીવી ઘરે હોવું એ મોટી શાન ગણાતી હતી. કસ્બા અને નાના શહેરમાં કલર ટીવી નહોતું પહોંચ્યું. યુવાન થતા લોકો છુપાઈ છુપાઈને બેલક એન્ડ વ્હાઇટ ટીવી જોતા હતા કારણ કે અમૂનન મોહલ્લામાં એક કે બે ટીવી જ હતા. નવાઝ પણ ટીવી જોતા અને બીજા કામકાજ છોડીને મોડે સુધી ટીવીની સામે બેસી રહેતા, અહીંયાંથી જ એક સપનું નવાઝને મનમાં જન્મ્યું.

image source

નવાઝે દિલ્લીમાં વર્ષ 1996માં આવ્યા જ્યાં એમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયનો અભ્યાસ પૂરો કર્યો. એ પછી એ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવી ગયા. નવાઝને પોતાને ક્યારેય એ આશા નહોતી કે એ આટલા બધા લોકપ્રિય થઈ જશે. નવાઝે એક્ટિંગ સ્કૂલમાં એડમિશન તો જેમ તેમ કરીને લઈ લીધું પણ એમની પાસે રહેવા માટે ઘર નહોતું તો એમને અહીંયા આવીને ચોકીદારની નોકરી કરી લીધી. નવાઝને આ નોકરી મળી તો ગઈ પણ શારીરિક રૂપે એ ઘણા જ કમજોર હતા. એટલે ડ્યુટી પર એ હંમેશા બેસી જ રહેતા હતા. આ જ કારણ હતું કે માલિકના જોઇ ગયા પછી એમને નોકરીથી હાથ ધોવા પડ્યા હતા. અને એમને સિક્યોરિટી અમાઉન્ટ પણ રિફંડ કરવામાં ન આવ્યું.

image source

નવાઝ પોતાના સંઘર્ષના દિવસોમાં કઈ પણ કરવા માટે તૈયાર રહેતા હતા. ફિલ્મોમાં આવ્યા પછી પણ નવાઝે વેટર, ચોર અને મુખબિર જેવી નાની નાની ભૂમિકાઓ કરવામાં પણ કોઈ શરમ ન અનુભવી. એક્ટરે શુલ, મુન્ના ભાઈ એમબીબીએસ અને સરફરોશ જેવી ફિલ્મોમાં આ નાના નાના પાત્રો ભજવ્યા.

image source

નવાઝને અનુરાગ કશ્યપની ફિલ્મ બ્લેક ફ્રાઇડેમાં કામ કરવાનો મોકો મળ્યો. એ પછી ફિરાક, ન્યુયોર્ક અને દેવ ડી જેવી ફિલ્મોમાં કામ મળ્યું. સુજોય ઘોષની કહાની ફિલ્મમાં એમના કામને વખાણવામાં આવ્યું. ગેંગ્સ ઓફ વાસેપુર સુધી આવતા આવતા નવાઝ સ્ટાર બની ચુક્યા હતા. બંદૂકબાજમાં બાબુ મોશાયનું પાત્ર હોય કે સેક્રેડ ગેમ્સમાં ગણેશ ગાયતોન્ડે, બધા જ પાત્રમાં નવાઝે ફેન્સનું દિલ જીતી લીધું છે. આજે જે નવાઝની મિસાલ આપવામાં આવે છે ત્યાં સુધી પહોંચવા માટે એમને તનતોડ મહેનત કરી છે. એક સમય એવો હતો જ્યારે એમને બે ટંકનું ખાવાનું પણ નહોતું મળતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version