જો તમારી રાશિ આ યાદીમાં હશે તો થશે આ લાભ, કઈ કઈ રાશિઓ વિશે જણાવાયું છે, વાંચો…

આસો માસની આ શારદીય નવરાત્રી એટલે મા જગદંબાની શક્તિની આરાધના કરવાનો ઉત્તમ અવસર. આ સમય દરમિયાન માતાજીની જેટલી સ્તુતિ – અનુષ્ઠાન કરીએ એટલી ઓછી જ લાગશે. અને એ પછી આવશે આસો માસના અંતે દિવાળી. જેમાં લક્ષ્મી માતાનું પૂજન અર્ચન કરીને ભક્ત જાતકો અપાર ધન, વૈભવ અને સમૃદ્ધિની યાચના કરે છે.

ધનલાભ અને યશ – કિર્તીની આશા સૌ ભક્તોને રહે છે. આ મહાતહેવારો દરમિયાન એક ખૂબ જ સરસ યોગ બની રહ્યો છે જેમાં અમુક રાશિઓના જાતકોને થશે વધારે ફાયદો. જેમાં ધનલાભ કે પછી અન્ય સારા શકન થઈ શકવાની સંભાવના વધારે છે. તો આવો જોઈએ એવા કેટલાક રાશિફળ જેમાં થશે વધુ લાભ આ તહેવારો દરમિયાન.

મેષ રાશિઃ

આ રાશિના જાતકોને ધન અર્જિત કરવામાં આ સમય દરમિયાન મુશ્કેલી ઓછી પડવાની છે. જો વિદ્યાર્થી વર્ગ અભ્યાસ પૂર્ણ થયા પછી નોકરીની શોધમાં છે તો તેમને માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે તેમને મળી શકે છે નવા વિકલ્પો અને અવસરો. વળી જેઓ નોકરીઆત વર્ગ છે અને કોઈ સારી કંપનીમાં કામ કરી રહ્યા છે એમને માટે પણ આ સમય સારી તક લાવી રહ્યો છે જેમાં વધુ સારી નોકરી બદલવા અથવા વધુ સારા હોદ્દે આવવાના અણસાર દેખાય છે. જેઓ બિઝનેસ કરે છે એમના કામના નફામાં વધુ ઉછાળ આવવાની શક્યતા છે. તથા નવી કોઈ ધંધાકીય તક ઊભી કરવી હશે તો પણ શરૂ કરી શકશો.

કર્ક રાશિઃ

આ રાશિના લોકોને પોતાની જાત પર ખૂબ જ વિશ્વાસ ધરાવતાં હોય છે. એમની કિસ્મત એટલી જોરદાર હોય છે કે ઘેર બેઠાં આવક મેળવી શકવા સક્ષમ હોય છે. આ નવરાત્રી અને દિવાળી વચ્ચેના સમયગાળામાં આ રાશિના જાતકોએ મા લક્ષ્મીનું પૂજન કરીને અનુષ્ઠાન કરવું જોઈએ જેથી એમની આવકની તકના વધારે વિકલ્પો ખૂલે અને અધિકમાં અધિક ધનલાભ મેળવી શકે.

કન્યા રાશિઃ
આ રાશિના લોકો જો કોઈ વ્યવસાય કે ધંધો કરતા હોય તો તેમણે વધુ નિવેશ કરીને એમના ધંધામાં રોકાણ વધારી દેવામાં લાભ છે. કોઈ જમીન કે મકાન જેવા નવા રોકાણ કરવું પણ આ રાશિના લોકોને માટે લાભદાયી નિવડી શકે છે. આ સમયગાળા દરમિયાન ખર્ચ કરેલ પૈસાનું વળતર પણ ખૂબ ઝડપથી મળે એવી શક્યતાઓ છે.

ધન રાશિઃ

આમ તો આ રાશિના જાતકોને ધનલાભ રહેતો જ હોય છે પરંતુ આ પવિત્ર પર્વ દરમિયાન જે કોઈ પણ ધનને લગતા નિર્ણયો લેવાશે એમાં વધુને વધુ લાભ મળવાની શક્યતા રહેલી છે. ધન રાશિના લોકોને આ સમય દરમિયાન કોઈ નજીકના સંબંધી દ્વારા કોઈ આકસ્મિક ધન લાભ થવાની શક્યતા છે. જેથી આપ પોતાના સગાંસંબંધીઓ સાથે મળતાવડા રહેશો તો કોઈ પણ સમયે એ સંયોગ આવી શકવાની સંભાવના છે.

કુંભ રાશિઃ

આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકો થોડી પણ વધુ મહેનત શરૂ કરશે તો વધુમાં વધુ ધન કમાઈ શકશે. કુંભ રાશિના જાતકોને આમ તો ધનલાભ વધારે જ છે પણ એમને ભાગ્યમાં મહેનત વધુ કરવાની રહેશે. જેથી કરીને સફળતાના દરેક દરવાજા એમના માટે આપોઆપ ખુલી જાશે. મા જગદંભાની સ્તુતિ કરવાથી પણ આ નોરતાંમાં એમને લાભ થશે.

લેખ સૌજન્યઃ જેંતીલાલ ટીમ