નવા મહિને બદલાઈ જશે આ નિયમો, જાણો તમારા ખર્ચ પર થશે કેવી માઠી અસર

આગામી 1 ઓગસ્ટથી સામાન્ય લોકોના જીવનને અસર કરતાં કેટલાક નિયમોમાં ફેરફાર થવાના છે. આ નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તેની અસર આપણા સૌના ખિસ્સા પર પણ થવાની છે. 1 ઓગસ્ટથી જે નિયમોમાં ફેરફાર થવાનો છે તેમાં આઈસીઆઈસીઆઈ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ પોતાના નિયમો ફેરવ્યા છે તે લાગુ થશે.

image soucre

આ ઉપરાંત 1 ઓગસ્ટથી રસોઈ ગેસની નવી કીંમતો પણ લાગુ થશે. જેની સીધી અસર ઘરના બજેટ પર થશે. આ નિયમો વિશે અહીં તમને જણાવવામાં આવ્યું છે જેથી નવા નિયમોના ફેરફાર વિશે તમે જાણી અને તમારા ઘરના બજેટને મેનેજ કરી શકો.

1. આઈસીઆઈસીઆઈ બેંકના બદલી જશે આ નિયમો

image source

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક 1 ઓગસ્ટથી અનેક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. 1 ઓગસ્ટથી બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડ કરવો મોંઘો પડશે. આ સાથે જ ચેકબુકના નિયમોમાં પણ ફેરફાર થવાના છે. આઈસીઆઈસીઆઈ તરફથી પોતાના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાંઝેકશનની સર્વિસ આપવામાં આવે છે. એટલે કે 4 વખત પૈસાનો ઉપાડ કર્યા પછી ગ્રાહકે ચાર્જ આપવો પડશે.

image soucre

રેગ્યુલર સેવિંગ અકાઉંટ માટે આઈસીઆઈસીઆઈ બેન્ક દર મહિને 4 કેશ ટ્રાંઝેકશન ફ્રી આપે છે પરંતુ ત્યારબાદ ફ્રી લિમિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યારપછીના ટ્રાંઝેકશન પર 150 રૂપિયા વધુ ચુકવવા પડશે. ઓગસ્ટ મહિનાથી બેંકના ગ્રાહકો પોતાની હોમ બ્રાંચથી એક લાખ ઉપાડી શકે છે. તેનાથી વધુ રકમના ઉપાડ પર પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડશે.

image soucre

હોમ બ્રાંચ ઉપરાંત બીજી બ્રાંચમાંથી પૈસા ઉપાડવા પર પ્રતિ દિવસ 25,000 રૂપિયા સુધી કૈશ ઉપાડ પર કોઈ ચાર્જ આપવો પડશે નહીં. ત્યારબાદ થતા ઉપાડ પર 1000 રૂપિયા ઉપાડવા પર 5 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.

ચેકબુક પર આટલો ચાર્જ લાગશે

25 પેજની ચેકબુક ફ્રી હશે. ત્યારબાદમાં તમારે 20 રૂપિયા પ્રતિ 10 પન્ના માટે વધારાનો ચાર્જ આપવો પડશે.

1 ઓગસ્ટથી બેંક હોલિડે પર પણ મળશે સેલેરી

image soucre

1 ઓગસ્ટથી રવિવારે અથવા અન્ય કોઈ પણ બેંકના રજાના દિવસે પણ તમારો પગાર, પેન્શન, ડિવિડન્ડ અને વ્યાજ ચૂકવવાનું અટકશે નહીં, એટલે કે પગાર અને પેન્શન નક્કી તારીખ પર ચૂકવવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકએ જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ રહેશે. પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરે જેવી ચુકવણી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત નાચ દ્વારા કરવામાં આવશે. એટલે કે 1 ઓગસ્ટથી કંપનીઓ NACHની સુવિધા 7 દિવસ 24 કલાકની સુવિધા આપશે જેના કારણે કોઈપણ સમયે પગાર ટ્રાંસફર કરી શકાશે.

3. સિલિન્ડરના નવા ભાવ બહાર પાડવામાં આવશે

image soucre

1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. ઘરેલું એલપીજી અને કમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ દર મહિનાની પ્રથમ તારીખે નક્કી કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong