પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ, જાણો આ માસમાં શું કરવું અને શું ન કરવું…

આજથી પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ છે. આ માસ ભગવાન વિષ્ણુની આરાધના કરવાનો ઉત્તમ સમય છે. આ વર્ષ પુરુષોત્તમ માસ 29 દિવસનો રહેશે. આ માસ જપ-તપ અને ભક્તિ કરવા માટેનો ઉત્તમ સમય છે. આ મહિનાને વર્ષો પહેલાં મળમાસ પણ કહેવામાં આવતો. પરંતુ આ માન્યતાને દૂર કરી સ્વયં ભગવાન વિષ્ણુએ આ મહિનાને ભક્તિ કરવા માટેનો ઉત્તમ સમય ગણાવ્યો છે. તો ચાલો જાણી લો આ વ્રતના મહત્વ વિશે.

વ્રત કરવાનું મહત્વ અને નિયમઅધિક માસનું વ્રત કરવાથી અક્ષય પુણ્યફળ પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસ કરનાર વ્યક્તિ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આખો મહિનો વ્રતનું પાલન કરતી હોય તેણે ભૂમિ પર શયન કરવું જોઈએ. એક સમય સાત્ત્વિક ભોજન કરવું જોઈએ. પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુનું પૂજન તથા મંત્રજાપ કરવો. પુરુષોત્તમ માહાત્મ્યનું પઠન અથવા શ્રવણ કરવું. આ ઉપરાંત વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો પણ જરૂરી છે. અધિક માસમાં દાન કરવાથી પણ શુભ ફળ મળે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત તથા પૂજા ર્મ કરે છે તેને ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મળે છે. હવે જાણો આ મહિનામાં શું કરવું અને શું ન કરવું.

પુરુષોત્તમ માસમાં શું કરવું

– આ માસ દરમિયાન રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આ મંત્રની રોજ ઓછામાં ઓછી એક માળા અચૂક કરવી.

– ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમને તુલસી પત્ર પધરાવી અને પ્રસાદ ધરાવવો.

– આ મહિનાની અગિયારસનું વ્રત અચૂક કરવું. – નિસંતાન દંપતિએ અગિયારસનું વ્રત કરવું અને સાથે જ 10 વર્ષની નાની 11 બાળાઓને ભોજન કરાવવું.

પુરુષોત્તમ માસમાં શું ન કરવું– આ માસ દરમિયાન મુંડન, વિવાહ, યજ્ઞોપવિત, ગૃહ પ્રવેશ જેવા કાર્યો ન કરવા.
– એક માસ સુધી તામસિક ભોજનનો ત્યાગ કરવો.
– આ દિવસોમાં ક્રોધ ન કરવો અને ક્લેશ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી