બેસવાની સ્ટાઈલ પરથી લોકોનો સ્વભાવ અને પર્સનાલિટી જાણવાની આ ટિપ્સ બહુ કામની છે

લોકો તમારી બોડી લેંગ્વેજ પરથી તમે કેવા છો તેનો અંદાજો લગાવી લે છે. તેવી જ રીતે તમારી ઉઠવા-બેસવાની રીતથી પણ લોકોના સ્વભાવ વિશે જાણી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, શરીરની પણ એક ભાષા હોય છે, જેનાથી આસપાસના લોકો આપણી પર્સનાલિટીને જજ કરી લે છે. આપણા બેસવાની રીત પણ ઘણુ બધુ કહી જાય છે, જેનાથી માલૂમ પડે છે તમે શું વિચારી રહ્યાં છો. આજે અમને તમને બેસવાની રીત વિશે બતાવીશું, જેનાથી લોકોની પર્સનાલિટી છતી થાય છે.

જે લોકો જાંઘોને જોડીને અને પગને ખોલીને, પગને અંદરની તરફ વાળીને બેસે છે, તેઓ જિંદગીમાં આગળ વધવા માગે છે. તેમને લાગે છે કે, જીવનમાં આવનારી તકલીફોને જો તે નજરઅંદાજ કરી દેશે, તો સમસ્યા આપોઆપ દૂર થઈ જશે, પણ એ સાચી રીત નથી. આવી રીતે બેસનારા લોકો પોતાની સમસ્યા બીજા પર નાખી દે છે, જેનાથી તેઓ તેનાથી સરળતાથી બચી શકે. આવા લોકો બોલતા પહેલા અનેકવાર વિચારતા નથી, જેનો અહેસાસ તેમને બાદમાં થાય છે.જે લોકો ક્રોસ પગ કરીને બેસે છે, તે બહુ જ પોઝીટિવ વિચાર વાળા હોય છે, તેઓ હમેશા લોકોને જીવન જીવવા વિશે શીખવાડે છે. આ રીતે બેસનારા લોકો ક્રિએટિવ હોય છે. આ લોકોને ફરવાનું બહુ જ પસંદ છે. સાથે જ આ લોકો રિલેશનશિપમાં ફસીને પોતાનો સમય બરબાદ નથી કરતા.પગને ખોલીને બેસનારા લોકો આરામ-પરસ્ત હોય છે. તે મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે. તેઓ પોતાની આસપાસ દરેક ચીજ પરફેક્ટ ઈચ્છે છે અને તેના માટે તેઓ કંઈ પણ કરી શકે છે. આવા લોકો નાની નાની વસ્તુઓ લેતા પહેલા પણ અનેકવાર વિચારે છે.જે લોકો જાંઘ અને પગરની સીધા અને જોડીને બેસે છે, તેઓ ક્યાંય પણ મોડું જવાનું પસંદ કરતા નથી. તેઓ પોતાનું દરેક કામ સમય પર જ કરે છે. આવા લોકો પબ્લિકમાં પોતાના વિચાર અને ભાવનાઓ વ્યક્ત નથી કરી શક્તા, જેને કારણે બીજા લોકો તેમને ગુસ્સાવાળા હોવાનું સમજી બેસે છે.

પગને વાળીને બેસનારા લોકોનુ માનવું હોય છે કે, કોઈની પાસે પણ કોઈ ચીજ એટલે આવે છે કે, તેનો એક સાચો સમય હોય છે. આ જ કારણે આ લોકો કોઈ પણ ચીજમાં જલ્દી નથી કરતા. આવા લોકો બહુ જ જિદ્દી હોય છે અને જે કરવાનું નક્કી કરી બેસે છે, તે નક્કી કરીને જ છોડે છે.

તો હવે પછી જ્યારે પણ તમે પબ્લિકમાં બેસતા હોવ, તો ધ્યાન રાખો કે લોકો તમારી બેસવાની સ્ટાઈલ પરથી તમને નોટિસ કરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અનેક રસપ્રદ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી