રાજપથ પર પરેડ જોવા જવું હોય તો મોડુ કર્યા વગર અહિંયાથી લઇ લો ટિકિટ

રાજપથ પર પ્રજાસત્તાક દિવસ પર પરેડ જોવા માગો છો ? – તો અહીં મળે છે તેની ટિકિટ

image source

ભારતના 71માં પ્રજાસત્તાક દિવસને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આજે એટલે કે 23મી જાન્યુઆરીના રોજ રાજપથ પર થનારી પરેડની ફુલ ડ્રેસ રીહર્સલ થશે.

જેમ વાઘા બોર્ડર પર જઈને ત્યાંની સેરેમની જોવાની ઇચ્છા દેશના મોટાભાગના નાગરિકને હોય છે તેવી જ રીતે દેશના લોકોને પ્રજાસત્તાક દિવસે દિલ્લીમાં થતી પરેડ જોવાની પણ હંમેશથી ઇચ્છા રહી હશે.

image source

આપણે તેના જીવંત પ્રસારણને ટીવી પર તો નિહાળતા જ હોઈએ છે પણ તે જ પરેડને નરી આંખે જીવંત જોવી તેની તો કોઈ તુલના જ ન થઈ શકે. દર વર્ષે દિલ્લીમાં આ પરેડ જોવા માટે લાખો લોકો ભેગા થાય છે. શું તમે પણ તેને નિહાળવા માગો છો ? તો તમે પણ ટીકીટ ખરીદીને તેના સાક્ષી બની શકો છો.

image source

આ દિવસે દેશની ત્રણે સેનાઓ તેમજ પેરામિલિટ્રી ફોર્સ રાજપથ પર સંપૂર્ણ દુનિયા સામે પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે. પ્રજાસત્તાક દિવસ પરેડમાં તે બધા જ આધુનિક હથિયારો, ટેંકો, મિસાઇલોનું પણ પ્રદર્શન કરવામાં આવે છે જેનો ઉપયોગ સરહદ પર દુશ્મનોને માત આપવામાં થતો હોય છે.

જો તમે પણ આ સુંદર દ્રશ્યના સાક્ષી બનવા માગતા હોવ તો તમે પણ ત્યાં હાજરી આપી શકો છો તમને અમે એ જ જણાવવા જઈ રહ્યા છે કે તમે ગણતંત્ર દિવસમાં પ્રવેશ માટેની ટીકીટ ક્યાંથી ખરીદી શકો છો.

image source

તમને જણાવી દઈએ કે દિલ્લીના નોર્થબ્લોક સેના ભવન, પ્રગતિ મેદાન (ગેટ નંબર 1 – ભેરવ માર્ગ), જામનગર હાઉસ (ઇન્ડિયા ગેટ), જંતર મંતર (મેન ગેટ), લાલ કિલા (જૈન મંદિર અને 15 ઓગસ્ટ પાર્ક) શાસ્ત્રી ભવન (ગેટ નંબર 3) આ જગ્યાઓ પર તમને પરેડમાં પ્રવેશવા માટેની ટીકીટ મળી રહેશે.

આ ટીકીટ તમે સવારના 10થી 12.30 સુધીમાં ખરીદી શકો છો. આ સિવાય તમે લંચ ટાઇમ બાદના સમયની પણ ટીકીટ ખરીદી શકો છો, એટલે કે તમે સવારે જવા ન માગતા હોવ તો 12.30 થી 2.00 વાગ્યાની ટિકિટ પણ ખરીદી શકો છો.

image source

આ ઉપરાંત તમે સેના ભવન આગળ મુકવામાં આવેલા ટિકિટ કાઉન્ટર પરથી પણ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સાંજના સાત વાગ્યા સુધી ટિકિટ ખરીદી શકો છો.

ટિકિટ ખરીદવા માટે આ દસ્તાવેજો સાથે રાખવા જરૂરી

image source

ટિકિટ ખરીદતી વખતે તમારે તમારી પાસે ઓળખ પત્ર રાખવું પડશે. વગર ઓળખ પત્રે તમને ટિકિટ નહીં વેચવામાં આવે. માટે જ તમારી પાસે જો વોટર કાર્ડ, આધાર કાર્ડ અથવા ગવર્નમેન્ટ દ્વારા બીજું કોઈ ઓળખપત્ર આપવામાં આવ્યું હોય તો તે પણ બતાવી શકો છો.

ટિકિટ દર પણ જાણી લો

image source

ટિકિટની વાત કરીએ તો તમને 20 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની ટિકિટ મળે છે. સૌથી સસ્તી ટિકિટ 20 રૂપિયા ત્યાર બાદ 100 રૂપિયા અને ત્યાર બાદ 500 રૂપિયાવાળી ટિકિટ છે જેમાં તમને રિઝર્વ્ડ સીટ મળશે.

image source

જો કે તમને એ જણાવી દઈએ કે આ સીટો રિઝર્વ્ડ નહીં હોય અહીં વહેલા તે પહેલાના ધોરણે સીટ ફાળવવામાં આવે છે. જો કેતમે રિઝર્વ્ડ સીટો પર આરામથી બેસી શકો છો. અને દસવાળી સીટોમાં કદાચ તમારા માટે બેસવાની વ્યવસ્થી નહીં હોય પણ તમારે દૂરથી જ પરેડ ઉભા ઉભા જોવી પડશે.

ઓનલાઇન ટીકીટ નથી મળતી

image source

તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે ટીકીટની લાંબી લાઇનોમાં નહીં ઉભા રહીને ઓનલાઇન ટીકીટ બુકિંગનું ઓપ્શન શોધતા હોવ તો આ ટિકિટ ઓનલાઈન અવેલેબલ નથી.

image source

માટે એવી કોઈ સાઇટ પર જવું નહીં. જો તમને તેવી કોઈ ઓનલાઇન સાઇટ જોવા મળે તો તમારે તે વિષે પોલીસને જાણ કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ