એક અવી જગ્યા જ્યાં નથી મંદિર કે નથી મસ્જિદ… છતાં પણ બન્ને કોમના લોકો દર્શનાર્થે જાય છે..

જૂનાગઢ – એક અવી જગ્યા કે જ્યાં નથી કોઈ મંદીર કે નથી કોઈ મસ્જીદ છતાં પણ બન્ને કોમના લોકો અહી ખુબજ શ્રધ્ધા પુર્વક દર્શન કરવા ઉમટી પડે છે. વાત જરા એમ છે કે, કોમી એકતાના પ્રતિક સમાન ગીરનાર પર્વતની બાજુમાં આવેલા પર્વત પર ઉપલા દાતાર નામની ધાર્મિક જગ્યા છે. જ્યાં ચઢવા માટે 2900 જેટલા પગથીયા છે.

આ જગ્યા પર બિરાજ માન મહંતોનો ઉજળો ઈતિહાસ રહ્યો છે. અહી બિરાજમાન સંતો આસન સિધ્ધ મહંતો કહેવાય છે. એક વખત આસન પર બિરાજ્યા બાદ સંતો તેમની અંતિમ ઘડી સુધી આ જગ્યા છોડીને જતા નથી. અને પર્વતની નીચે પણ ઉતર્યા નથી. વર્ષો સુધી આ જગ્યા પર રહીને જ દાતાર બાપુની સેવાપૂજા કરે છે.

જમેરશાહ દાતાર (પટેલ બાપુ)

ઉપલા દાતારનો ઈતિહાસઃ

જમેરશાહ દાતારના નામથી ઓળખાતા સંત અહી બિરાજમાન થયા હતા. ત્યારથી બન્ને કોમના લોકો અહી દર્શનાર્થે આવતા હતા. ઉપલા દાતારના બ્રમ્હલીન સંત પૂજ્ય પટેલ બાપુએ પચાસ વર્ષ સુધી નિસ્વાર્થ આ જગ્યાએ સેવા કરી હતી, અને આ જગ્યાના મહંતપદે પણ રહ્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન પટેલ બાપુ કયારેય નીચે આવ્યા ન હતા, આગામી 13 માર્ચે તેમની 26મી પૂણ્યતિથી ઉજવાશે.અને તેની પૂર્વ સંધ્યાએ ભજન, સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

વર્તમાન મહંત પૂજ્ય વિઠ્ઠલબાપુના સાનિધ્યમાં આ પૂણ્યતિથી ઉજવાશે. ત્યારે હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના શ્રધ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધીના દર્શન કરવા ઉમટી પડશે. દરેક શ્રધ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની અનેરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખુબ ઓછી અવી જગ્યાઓ છે કે, જ્યા બન્ને કોમના લોકો ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થે જતા હોય. અને કોમી એક્તાનું અનેરુ ઉદાહરણ પુરુ પાડે છે.

ઉપલા દાતારની તસવીરો :

મિત્રો, જો આ આ જગ્યા વિષે પ્રથમ વાર જ વાંચતા હો તો આ પોસ્ટ ને શેર કરી અમારો ઉત્સાહ વધારજો !!

ફોટો સાભાર – ચિત્રલેખા

ટીપ્પણી