ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા રોમેન્ટિક થતા તસવીર કરી શેર, જોઇ તમે?

લોક ડાઉન દરમિયા હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક – બેડરૂમની તસ્વીરો કરી શેર

image source

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન દરમિયાન આખુંએ ભારત નવરું ધૂપ થઈને બેઠું છે અને તેમાં બોલીવૂડ સ્ટાર્સ, ટેલીવીઝન સ્ટાર્સ તેમજ ક્રીકેટર્સનો પણ સમાવેશ થાય છે. અને આ લોક દરમિયાન આખુંએ ભારત લગભગ ઇન્ટરનેટ તેમજ સોશિયલ મિડિયા પર જ નિર્ભર થઈને બેઠું છે. સેલેબ્રીટીઝના પણ આ દરમિયાન નવા નવા અંદાજ જોવા મળી રહ્યા છે. કોઈક પોતા કરી રહ્યું છે તો કોઈ કબાટ ગોઠવી રહ્યું છે તો વળી કોઈ વાસણ ઉટકી રહ્યું છે. પણ આપણો ક્રીકેટર હાર્દીક પંડ્યા તો રોમાન્સમાંથી જ ઉંચો નથી આવી રહ્યો.

image source

આજે સેલેબ્રીટીઝ કે જેમને ઘણો ઓછો સમય પોતાન પરિવાર સાથ રેહવાનો મળે છે તેમને પુરતો સમય મળી રહ્યો છે. હાર્દીક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ અને વુડબી વાઇફ નતાશા સ્ટેનકોવિક સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ટ કરતો જોવા મળ્યો છે. અને તેઓ પોતાનો આ સમય ખૂબ જ રોમેન્ટિકલી પસાર કરી રહ્યા છે. જેની કેટલીક તસ્વીરો નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે અને જે થોડાક જ સમયમાં વાયરલ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

#stayhomestaysafe #quarantine @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

આ પહેલાં ઘણીવાર ઓલરાઉડર ક્રીકેટર હાર્દિક પંડ્યા અને નતાશાને આ રીતે જોવામાં આવ્યા છે. તેઓ અવારનવાર એકબીજાનો પ્રેમ સોશિયલ મિડિયા થ્રૂ વ્યક્ત કરતા હોય છે. તાજેતરમાં નતાશાએ ફિયોન્સે હાર્દીક સાથેની એકરોમેન્ટિક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ એકબીજા સાથે આડા પડ્યા છે અને તેમની વચ્ચે તેમનું નાનકડું પપી પણ છે જેને હાર્દીક રમાડી રહ્યો છે.

નતાશા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર હાર્દીકગ તેમજ તેના કુટુંબના સભ્યો સાથેની તસ્વીરો તેમજે વિડિયો અથવા તો બૂમરેંગ વિડિયો શેર કરતી રહે છે થોડા સમય પહેલાં તેણીએ એક બૂમરેંગ વિડિયો પણ શેર કરી હતી જેમાં તેણી, હાર્દીક પંડ્યા, તેનો ભાઈ અને તેની પત્નીને દેશના મેડિકલ સ્ટાફને સેલ્યુટ કરતાં જોવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

આ વર્ષના પ્રથમ દિવસે જ હાર્દીકે નતાશા સાથેની સગાઈની જાહેરાત એક સુંદર રોમેન્ટિક પ્રપોઝલ વિડિયો સાથે કરી દીધી હતી. ત્યાર બાદ તેમના હોલીડેઝની પણ ઘણી તસ્વીરો સોશયિલ મિડિયા પર વયારલ થઈ હતી.

image source

હાર્દિક પંડ્યા ઘણા સમયથી ક્રૂકેટથી દૂર છે. આઈસીસી વર્લ્ડ કપ 2019 બાદ તે ભારતીય ટીમથી લોઅર બેક ઇંજરીના કારણે દૂર રહ્યો છે. વર્લ્ડ કપ બાદ એકવાર તે ફરી પાછો રમ્યો હતો પણ ઘા ફરી તાજો થતાં તેણે ક્રીકેટથૂ દૂર રહેવું પડ્યું હતું અને ત્યાર બાદ તેની લંડનમાં સર્જરી પણ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ ટી-20 ટૂર્નામેન્ટમાં તેણે ફરી પાછી ધમાકેદાર પર્ફોમન્સ કર્યુ હતું.

image source

તાજેતરમાં તેણે દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતીય ટીમમાં પુનરાગમ કર્યું હતું, પણ કોરોના વાયરસના કારણે આ સીરીઝ સ્થગિત કરવામાં આવી. આઈપીએલ 2020 પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામા આવી છે. તેવામાં ક્રીકેટર પોતાના ઘરમાં પુરાયેલ ચે અને પોતાના કુટુંબીજનો સાથે સમય પસાર કરી રહ્યો છે. અને ક્યારેક ક્યારેક તેની ઝલક ફેન્સને પણ મળતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ