જલ્સા કરોને જેંતીલાલ

નાસિકમાં સાંઈ બાબાના દર્શન કર્યા બાદ આ ખાસ હિલ સ્ટેશનોની મુલાકાત લેવાનું ન ચૂકતા.

ગોદાવરી નદીના તટ પર સ્થિત નાસિક, મહારાષ્ટ્રનું એક પ્રાચિન અને ધાર્મિક શહેર છે. નાસિક ભારતના એ શહેરોમાં આવે છે, જે દર ૧૨ વર્ષ બાદ કુંભ મેળાનુ આયોજન કરે છે. આ કુંભના મેળામાં દર વર્ષે હજારોની સંખ્યામાં દેશી અને વિદેશી શ્રધ્ધાળુઓ મોક્ષથી મુક્તિ મેળવવા માટે ગોદાવરી નદીમાં ડુબકી લગાવવા પહોંચે છે.

ધાર્મિક શહેર હોવાને કારણે આ શહેરમાં ઘણા પ્રાચિન મંદિર આવેલા છે, જેમાં ત્રમ્બકેશ્વર તિર્થ સ્થળ એક મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. તેની ખાસિયત એ છે કે અહીના લિંગમાં ત્રણ દેવતા ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન રુદ્ર જોવા મળે છે. તેના સિવાય ઘણા બીજા મંદિર છે, જેના દર્શન કરવા ભક્ત પહોંચે છે.

જો તમે નાસિક શહેરની યાત્રા પર છો, અને આ ધાર્મિક નગરની યાત્રા કર્યા બાદ તમારા બચેલા સમયમાં આ સુંદર શહેરની આસપાસની જગ્યા એ ફરવા ઈચ્છો છો, તો અમારો આ ખાસ લેખ તમારા માટે જ છે.

ઈગતપુરી

મહારાષ્ટ્રના પ્રસિધ્ધ હિલ સ્ટેશનમાં શામેલ ઈગતપુરી, નાસિક જિલ્લાનું સુંદર હિલ સ્ટેશન છે, જે પોતાના ગાઢ જંગલો અને પ્રાકૃતિક સુંદરતાના ચાલતા લોકપ્રિય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે અહી અનેક પ્રકારના વૃક્ષ-છોડ અને પક્ષીઓની પ્રજાતિઓ છે. આ જગ્યા પર ટ્રેકિંગ માટે પણ ઘણાબધા સ્થળ છે. ઈગતપુરી પોતાના પ્રાચિન અને સ્થાનિય મંદિરો માટે ઓળખાય છે. ઈગતપુરી આવવા પર ઘાટન દેવી મંદિર જરૂરથી જોવુ જોઈએ. ઘાંટોની રક્ષક ઘાટન દેવીને સમર્પિત આ મંદિરની નીચેની ઘાટી અને સહ્યાદ્રી પર્વતમાળાના સુંદર દ્રશ્ય જોઈ શકાય છે.

ખોડાલા

નાસિકથી લગભગ ૭૦ કિલોમિટર દૂરી પર સ્થિત ખોડાલા થાણે જિલ્લાનું એક સુંદર ગામ છે, એક પહાડ પર બનેલ હોવાને કારણે અને લીલાછમ ગાઢ જંગલોથી ઘેરાયેલુ હોવાને કારણે ટ્રેકિંગ અને પિકનિક માટે ખૂબ સારી જગ્યા છે. ખોડાલા, પરંપરાઓથી બંધાયેલી એક એવી સ્થિર અને સુકી જગ્યા છે જે આજ પણ દુનિયા માટે અજાણ છે.

જો તમે આદિવાસી સંસ્કૃતિ જોવા ઈચ્છો છો, તો અહી જરૂરથી જાઓ, આ ગામમાં આજ પણ મોટી સંખ્યામાં સ્થાનિય આદિવાસી સંસ્કૃતિના લોકો વસી રહ્યા છે જે આજ પણ પશુ બલિ જેવા રિવાજોને માને છે. એ તે દેહાતી ભારતની ઝલક આપે છે જેને આધુનિક તકનીક અડી પણ નથી શકી જેના પર આજ આપણે પૂરી રીતે નિર્ભર છે. આદિવાસી ગીત અને સંગીત તેમના જીવનનો ભાગ છે અને તેમનો પહેરવેશ એ દર્શાવે છે કે તે આજ પણ પોતાની સંસ્કૃતિને પ્રેમ કરે છે.

ભંડારદરા

ભંડારદરા સહ્યાદ્રી પર્વત પર નાસિકથી લગભગ ૭૦ કિલોમિટરની દૂરી પર સ્થિત છે. સુંદર ઝરણા, ગાઢ જંગલો, ઝીલો, બાંધો અને પ્રકૃતિથી ઘેરાયેલુ સુંદર હિલ સ્ટેશન છે.

ભંડારદરામાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે વિલ્સન બાંધ, અાર્થુર ઝીલ, રતનગઢ કિલ્લો, અંબ્રના ઝરણુ, અમૃતેશ્વર મંદિર વગેરે.

મુંબઈ

જો તમે સપનાની નગરી મુંબઈને નિહાળવા માંગો છો, તો નાસિકથી તમે મુંબઈ માત્ર ૩ કલાકમાં ૧૬૫ કિલોમિટરની યાત્રા કરીને પહોંચી શકો છો. પર્યટક સપનાની નગરી મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા, જુહૂ બીચ, મરીના બીચ, વર્લી સી લિંક, બાંદ્રા, નરીમન પોઈંટ, સિધ્ધિવિનાયક મંદિર વગેરે ફરી શકો છો. તેના સિવાય પર્યટક ફરતા અહીની નાઈટ લાઈફને એન્જોય કરવાનું ક્યારેય ના ભૂલતા અને અહી સ્વાદિષ્ટ વ્યંજનોને પણ જરૂરથી ટ્રાય કરો.

આ બધા સિવાય મુંબઈના શોપિંગ માટે ઘણુ પ્રસિદ્ધ છે, એટલે પર્યટક અહીની ચોર બજાર, લિંકિંગ રોડ, કોલાબા માર્કેટ વગેરે જગ્યા જવાનું ના ભૂલતા. મુંબઈ નગરિયામાં બોલીવુડના ઘણા સુપરસ્ટાર્સના ઘર છે જેમ કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન વગેરે. મુંબઈ ફરતા ફરતા તમે આ સિતારાઓના ઘરોને નિહાળી શકો છૌ, જો તમે ભાગ્યશાળી હશો તો તમે તમારા મનપસંદ સિતારાઓની ઝલક પણ મેળવી શકો છો.

માથેરાન

નાસિકથી લગભગ ૧૬૫ કિલોમિટરના અંતરે સ્થિત માથેરાન પશ્ચિમ ઘાટ શ્રૃંખલાના વિસ્તારમાં વસેલુ નાનકડુ હિલ સ્ટેશન છે. માથેરાનનો શાબ્દિક અર્થ છે ‘માતાનું જંગલ’. એટલે તેના આસપાસની હરિયાળી તેના નામને સુશોભિત કરે છે.

માથેરાનમાં તમે પ્રદુષણ રહિત વાતાવરણ, આકર્ષક દ્રશ્ય, ઠંડી હવાના ઝોંકા, દૂર સુધી ફેલાયેલી લીલીછમ ઘાટી, ઉડતા વાદળ અને પર્વતોના સુંદર દ્રશ્યો વગેરેને જોઈ મંત્રમુગ્ધ થઈ જશો. પર્યટક અહી ટ્રેકિંગ, એડવેંચર કેમ્પસ વગેરેનો આનંદ ઉઠાવી શકે છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version